________________
બંધનકરણ
૬૧
વર્ણનામકર્મના ભાગમાં જે દલિક આવે છે, તેના પાંચ ભાગ કરી તેને શુક્લવર્ણ આદિ પાંચ અવાંતરભેદમાં વહેંચી દે છે. તે જ રીતે ગંધ, રસ અને સ્પર્શ નામકર્મના ભાગમાં જે દલિક આવે તેના અનુક્રમે બે, પાંચ અને આઠ ભાગ કરી તેને બે, પાંચ અને આઠ પોતપોતાના અવાંતર ભેદમાં વહેંચી નાંખે છે. કારણ કે પ્રતિસમય વર્ણાદિની દરેક ઉત્તર પ્રકૃતિઓ બંધાય છે. તથા સંઘાતનનામકર્મ અને શરીરનામકર્મના ભાગમાં જે દલિક આવે છે તેને તે સમયે બંધાતાં ત્રણ શરી૨ અને ત્રણ સંધાતન અથવા ચાર શરીર અને ચાર સંઘાતનમાં વહેંચી નાખે છે. ઔદારિક, તૈજસ, કાર્મણ અથવા વૈક્રિય, તૈજસ, કાર્મણ, અથવા આહારક વૈક્રિય, તૈજસ, કાર્પણ એ પ્રમાણે એક સમયે ત્રણ અથવા ચાર શરીર અને તેનાં સંઘાતન બંધાય છે. બંધનનામકર્મના ભાગમાં જે દલિક આવે છે તેને સાત અથવા અગિયાર ભાગમાં વહેંચી નાખે છે. તેમાં જ્યારે ઉપરોક્ત ત્રણ શરીરનામકર્મ બંધાય ત્યારે સાત બંધનમાં અને જ્યારે ચાર શરીર બંધાય ત્યારે અગિયાર બંધનમાં વહેંચી નાંખે છે.
સ્થિતિને અનુસરી અંતરાયકર્મના ભાગમાં જે દલિકો આવે છે, તેના પાંચ ભાગ કરી દાનાંતરાયાદિ પાંચ પ્રકૃતિઓમાં વહેંચી નાખે છે. વેદનીય, આયુ અને ગોત્રકર્મમાં જે મૂળભાગ આવે છે, તે સઘળો તે સમયે બંધાતી એક પ્રકૃતિમાં જાય છે—તે કર્મની બંધાતી એક પ્રકૃતિરૂપે જ પરિણમે છે. કારણ કે વેદનીય, આયુ અને ગોત્રકર્મની એક એક જ પ્રકૃતિ બંધાય છે. આ ભાગની વહેંચણી પહેલાં જે અલ્પબહુત્વ બતાવ્યું છે, તેને અનુસરીને થાય છે. આ પ્રમાણે પ્રદેશબંધનું સ્વરૂપ પહેલાં જ બંધિવિધનામના પાંચમા દ્વારમાં કહ્યું છે, ત્યાંથી જોઈ લેવું. ૪૩
હવે સ્થિતિબંધ અને રસબંધને કહેવાનો પ્રસંગ છે. તેની અંદર પણ પહેલાં ૨સબંધનું સ્વરૂપ કહે છે. કારણ કે તેના સંબંધમાં ઘણું કહેવાનું છે. તેમાં પંદર અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે—અધ્યવસાયપ્રરૂપણા, અવિભાગપ્રરૂપણા, વર્ગણાપ્રરૂપણા, સ્પર્ધ્વકપ્રરૂપણા, અંતરપ્રરૂપણા, સ્થાનત્રરૂપણા, કંડકપ્રરૂપણા, ષસ્થાનકપ્રરૂપણા, અધસ્તનસ્થાનપ્રરૂપણા, વૃદ્ધિપ્રરૂપણા, સમયપ્રરૂપણા, યવમધ્યપ્રરૂપણા, ઓજોયુગ્મપ્રરૂપણા, પર્યવસાનપ્રરૂપણા, અને અલ્પબહુત્વપ્રરૂપણા. તેમાં પ્રથમ અધ્યવસાયની પ્રરૂપણા માટે કહે છે—
जीवस्सज्झवसाया सुभासुभा संखलोकपरिमाणा । जीवस्याध्यवसायाः शुभाशुभा असंख्यलोकप्रमाणाः ।
અર્થ—જીવના શુભ અને અશુભ અધ્યવસાયો અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
ટીકાનુ—કષાયોદયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામને અધ્યવસાય કહે છે. જેમ જેમ કષાયનું બળ વધતું જાય છે તેમ તેમ પરિણામ ક્લિષ્ટ ક્લિષ્ટ-અશુભ અશુભ થતાં જાય છે, અને જેમ જેમ કષાયનું બળ ઘટતું જાય છે તેમ તેમ પરિણામ શુભ શુભ થતાં જાય છે. આ શુભાશુભ પરિણામો રસબંધમાં હેતુભૂત છે. અશુભ અધ્યવસાયોથી કર્મપુદ્ગલોમાં લીંબડો અને પટોળની ઉપમાવાળો કડવો—અશુભ ફળ આપે તેવો રસ ઉત્પન્ન થાય છે, અને શુભ અધ્યવસાયોથી ક્ષીર અને ખાંડની ઉપમાવાળો મિષ્ટ—શુભ ફળ આપે તેવો રસ ઉત્પન્ન થાય છે.
જઘન્ય કષાયોદયથી આરંભી ઉત્કૃષ્ટ કષાયોદયપર્યંત કષાયોદયનાં અસંખ્ય લોકાકાશ