________________
૬૦
પંચસંગ્રહ-૨
આવે છે, તેના ઉત્કૃષ્ટ રસવાળા અનંતમા ભાગના છ ભાગ કરી તેને પાંચ નિદ્રા અને કેવળદર્શનાવરણીયમાં વહેંચી આપે છે. શેષ દળના ત્રણ ભાગ કરી તેને ચક્ષુ, અચકું અને અવધિદર્શનાવરણીયમાં વહેંચી નાંખે છે. મોહનીયકર્મનો જે મૂળભાગ આવે છે, તેના સર્વઘાતિયોગ્ય અનંતમા ભાગના દળને બે ભાગમાં વહેંચે છે. અર્ધ ચારિત્ર મોહનીયને અને અર્ધ દર્શનમોહનીયને આપે છે. દર્શનમોહનીયના ભાગમાં આવેલ અર્ધભાગ મિથ્યાત્વ મોહનીયરૂપે જ પરિણમે છે. અને ચારિત્રમોહનીયના ભાગમાં આવેલ અર્ધભાગના બાર ભાગ કરી તેને આદિના બાર કષાયમાં વહેંચી નાંખે છે, એટલે કે તે અર્ધભાગ બાર કષાયરૂપે પરિણમે છે. ૪૨. . એ જ હકીકત કહે છે–
उक्कोसरसस्सद्धं मिच्छे अद्धं तु इयरघाईणं । संजलणनोकसाया सेसं अद्धद्धयं लेंति ॥४३॥ उत्कृष्टरसस्यार्द्ध मिथ्यात्वे अर्धं तु इतरघातिनाम् ।
संज्वलननोकषायाः शेषमर्द्धमधू लान्ति ॥४३॥ અર્થ–સર્વોત્કૃષ્ટરસવાળા દલિકનો અર્ધભાગ મિથ્યાત્વમાં અને અર્ધભાગ ઈતરઘાતિમાં જાય છે. અને શેષ દલિકનો અર્ધભાગ સંજવલનકષાયો તથા અર્ધભાગ નોકષાયો ગ્રહણ કરે છે.
ટીકાનુ–મોહનીયકર્મના મૂળભાગમાંના સર્વઘાતિયોગ્ય સર્વોત્કૃષ્ટ રસવાળાં પુદ્ગલોને બે ભાગમાં વહેંચે છે. તેમાંનો એક ભાગ મિથ્યાત્વમોહનીયમાં જાય છે અને એક ભાગ આદ્ય સર્વઘાતિ બાર કષાયમાં જાય છે. શેષ મૂળભાગના વળી બે ભાગ કરે છે. તેમાંનો એક ભાગ કષાયમોનીયમાં અને એક ભાગ નોકષાયમોહનીયમાં જાય છે, કષાયમોહનીયના ભાગમાં આવેલા દળના ચાર ભાગ કરી તેને સંજવલન, ક્રોધ, માન, માયા, અને લોભમાં વહેંચી નાખે છે. નોકષાયમોહનીયના ભાગમાં આવેલા દળના પાંચ ભાગ કરી તેને તત્કાળ બંધાતું હાસ્ય રતિ કે શોક-અરતિ યુગલમાંનું એક યુગલ, ત્રણ વેદમાંનો એક વેદ, ભય અને જુગુપ્સા એ પાંચમાં વહેંચી નાંખે છે. બંધાતી પ્રવૃતિઓમાં જ ભાગ જતો હોવાથી નોકષાયના ભાગને પાંચમાં વહેંચે છે.
એ જ હકીકત કહે છે. મોહનીયકર્મના શેષ અનુત્કૃષ્ટ રસવાળા મૂળભાગના વળી બે ભાગ કરે છે. તેમાંનો એક ભાગ સંજવલન ચાર કષાયમાં જાય છે. અને એક ભાગ તત્કાળ બંધાતી નોકષાય મોહનીયની પાંચ પ્રકૃતિઓ ગ્રહણ કરે છે.
નામકર્મની અંદર સ્થિતિને અનુસરીને જે ભાગ આવે છે, તે સઘળો ભાગ ગતિ, જાતિ, શરીર, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, અંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, તીર્થકર, ત્રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, સુભગ, દુર્ભગ, આદેય, અનાદેય, યશકીર્તિ અને અપયશકીર્તિ આટલી પ્રકૃતિઓમાંથી વિવક્ષિત સમયે જેટલી બંધાય છે તેને વહેંચી આપે છે. તેમાં પણ