________________
જેમ દરેક રાજ્યમાં નીચેની તથા ડિસ્ટ્રિક્ટ અને હાઈકોર્ટ એમ ત્રણ પ્રકારની અદાલતો હોય છે અને તદુપરાંત ભારત અગર પાકિસ્તાન જેવા સંપૂર્ણ એક-એક દેશમાં ચોથી એક સુપ્રીમ અદાલત હોય છે. વળી આ ચારેય કોર્ટોમાં જેમ દરેક પ્રકારના કેસો ચાલતા નથી પણ અમુક ચોક્કસ પ્રકારના ગુનાઓના અને રકમોના કેસો અમુક અમુક કોર્ટમાં ચાલે છે. તથા કેટલીક વખત નીચેની કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપેલ ચુકાદો આખરી હોતી નથી, કારણ કે તે ચુકાદાથી જો વાદી કે પ્રતિવાદીને સંતોષ ન થયો હોય તો આગળ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અને હાઈકોર્ટે આપેલા નિર્ણયથી પણ જો સંતોષ ન થાય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે અને તે કોર્ટ દ્વારા કરવામાં આવેલો નિર્ણય સર્વને બંધનકર્તા ગણાતો હોવાથી તે પ્રમાણે અવશ્ય વર્તવું પડે છે. તેમ અમુક અમુક પ્રકારના અધ્યવસાયો દ્વારા આત્મા કર્મબંધ ત્રણ પ્રકારે કરે છે.
બંધનકરણ જેવી રીતે નીચેની અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાયાધીશ અમુક ચુકાદો આપે છે અને વાદી કે પ્રતિવાદી ઉપરની કોઈ પણ કોર્ટમાં ન જાય તો તે ચુકાદો બંધનકર્તા થાય છે. અને ઉપરની કોર્ટમાં જાય તો તે ચુકાદામાં ફેરફાર પણ થાય છે તેવી રીતે સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અમુક કાળ પછી સંક્રમણ આદિ સાત કરણમાંના કોઈ પણ કરણની અસર ન થાય તો તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. અર્થાત્ બંધ સમયે જેટલા કાળે, જે રીતે, જેટલું ફળ આપવા વગેરેનો સ્વભાવ નિયત થયો હોય તે જ રીતે ઉદયમાં આવે છે અને જો કોઈ કરણની અસર થઈ જાય તો તેમાં ફેરફાર થઈ જાય છે અથવા તે તે પ્રકૃતિઓ અન્યથા રૂપે ફળ આપનારી પણ બની જાય છે.
નિદ્ધત્તિ-કરણ હાઈકોર્ટમાં અપાયેલ ચુકાદામાં જો સુપ્રીમ કોર્ટમાં જાય તો તે દ્વારા ફેરફાર પણ થઈ જાય છે તેમ નિદ્ધત્ત પ્રકારના અધ્યવસાયો દ્વારા જે કર્મ જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ રીતે ભોગવવું પડે, માત્ર આવા અધ્યવસાયથી બંધાયેલ કર્મના સ્થિતિ અને રસમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. આવા બંધને નિદ્ધર બંધ કહેવાય છે.
નિકાચના-કરણ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જાહેર થયેલા દંડ કે સજા વગેરેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જ નથી, અર્થાત, તે દંડ કે સજા ભોગવ્યા વિના ચાલે જ નહિ, તે જ પ્રમાણે જેના વડે અત્યંત ગાઢ નિકાચિત થાય તેવા પ્રકારના તીવ્રતમ અધ્યવસાયોથી જે સમયે જેવા સ્વરૂપવાળું કર્મ બંધાયું હોય તે કર્મ તેવા સ્વરૂપે અવશ્ય ભોગવવું જ પડે છે, અર્થાત તે કર્મમાં કોઈ પણ કરણ લાગી શકતું નથી અને તેથી કંઈ પણ ફેરફાર થતો નથી. આવા બંધને નિકાચિત બંધ કહેવાય છે.
બંધનકરણની જેમ નિદ્ધત્તિ અને નિકાચના આ બન્નેય કરણો આત્મા જે સમૃયે કર્મ બાંધે છે તે સમયે પણ પ્રવર્તે છે. અને નીચેની અદાલતમાં ચાલેલ કેસનો ચુકાદો ઉપરની કોર્ટમાં ન