________________
બંધનકરણ
૫૫
मूलुत्तरपगईणं पुव्वं दलभागसंभवो वुत्तो । रसभेएणं इत्तो मोहावरणाण निसुणेह ॥४१॥ मूलोत्तरप्रकृतीनां पूर्वं दलभागसंभवः प्रोक्तः ।
रसभेदेनेतः मोहावरणानां निश्रृणुत ॥४१॥ અર્થ–પહેલાં મૂળ અને ઉત્તરપ્રકૃતિઓના દલિકોના ભાગનો સંભવ-પ્રમાણ કહ્યો છે. હવે રસના ભેદે મોહનીય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ભાગનું પ્રમાણ કહે છે, તે સાંભળો.
ટીકાનુ–પહેલા ભાગમાં પાંચમા દ્વારની ૭૮મી “મણો વકૃતિi' એ અને ત્યારપછીની ગાથાઓમાં મૂળ અને ઉત્તરપ્રકૃતિઓ સંબંધી કર્મવર્ગણાઓના ભાગનું પ્રમાણ કહ્યું છે. સ્થિતિવિશેષે કયા કર્મરૂપે કેટલી વર્ગણાઓ પરિણમે એ હકીકત કહી છે. હવે પછી ઘાતી મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને નામકર્મોમાં ઘાતિ અને અઘાતિરૂપ રસવિભાગને આશ્રયી દલના ભાગનું પ્રમાણ કહીશ, એટલે કે એ કર્મરૂપે પરિણમેલી વર્ગણાઓમાંથી સર્વઘાતિરૂપે કેટલી પરિણમે અને દેશાવાતિરૂપે કેટલી વર્ગણાઓ પરિણમે એ હકીકત કહીશ. તે તમે સાંભળો. જોકે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓમાં દલિકોના ભાગનું પ્રમાણ પાંચમા દ્વારમાં ૭૮ આદિ ગાથાઓમાં કહ્યું છે, છતાં અહીં પણ તેનું સ્થાન શૂન્ય ન રહે એ હેતુથી આગમને અનુસરીને કંઈક વિશેષથી કહે છે.
અહીં કર્મોમાં તેની સ્થિતિના પ્રમાણમાં ભાગ આવે છે. એટલે કે કોઈપણ કર્મરૂપે અમુક પ્રમાણમાં વર્ગણાઓનો જે પરિણામ થાય છે તે તેની સ્થિતિના પ્રમાણમાં થાય છે. જેની સ્થિતિ વધારે હોય તે રૂપે વધારે વર્ગણાઓનો પરિણામ થાય છે, અને જેની સ્થિતિ અલ્પ હોય તે રૂપે અલ્પ વર્ગણાઓનો પરિણામ થાય છે–તેના ભાગમાં થોડી વર્ગણાઓ આવે છે. તેમાં બીજાં કર્મોથી અલ્પસ્થિતિ હોવાથી આયુનો ભાગ સૌથી અલ્પ છે, કેમકે વધારેમાં વધારે તેની સ્થિતિ તેત્રીસ સાગરોપમપ્રમાણ છે. તે કરતાં નામ અને ગોત્રકર્મનો ભાગ વધારે છે, કારણ કે તે બંનેની સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમપ્રમાણ છે. સ્વસ્થાને બંનેની સમાનસ્થિતિ હોવાથી પરસ્પર તુલ્ય છે. તે કરતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ભાગ મોટો છે. તેઓની ત્રીસ કોડાકોડીસાગરોપમની સ્થિતિ છે માટે. પરસ્પર ત્રણેનો સમાનસ્થિતિ હોવાથી સરખો ભાગ છે. તે કરતાં મોહનીયનો ભાગ વધારે છે, સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે માટે. જ્ઞાનાવરણીયાદિ કર્મોની સમાનસ્થિતિવાળું વેદનીયકર્મ છે છતાં તેનો ભાગ મોહનીયથી પણ વધારે છે. મોહનીયકર્મરૂપે જેટલું દલ પરિણમે છે તે કરતાં પણ વેદનીય કર્મરૂપે વધારે પરિણમે છે. જો એમ ન હોય તો તે પોતાના ફળરૂપ સુખ અને દુઃખનો સ્પષ્ટ અનુભવ કરાવી શકે નહિ. અત્યંત સ્પષ્ટ સુખ અને દુઃખનો જે અનુભવ કરાવે છે તે તેના ભાગમાં વધારે દલિકો આવે છે તેથી જ કરાવે છે. કેમકે વેદનીય અઘાતિ કર્મ છે. ' હવે ઉત્કૃષ્ટયોગ હોય અને વધારેમાં વધારે વર્ગણાઓ ગ્રહણ કરે ત્યારે અને જઘન્યયોગ હોય અને ઓછામાં ઓછી વર્ગણાઓ ગ્રહણ કરે ત્યારે કઈ પ્રકૃતિરૂપે કેટલા પ્રમાણમાં વર્ગણાઓ પરિણમે છે તેનું અલ્પબદુત્વ કહે છે. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટપદે અલ્પબદુત્વ કહે છે–