________________
૭૫૨
પંચસંગ્રહ-૨ પુનઃ હજારો સ્થિતિઘાત ગયા બાદ નામ અને ગોત્રકર્મ કરતાં પણ મોહનીયકર્મનો સ્થિતિબંધ એકદમ ઘટાડી અસંખ્યાતગુણહીન કરે છે. અને જ્યારે મોહનીયનો અસંખ્યાતગુણહીન સ્થિતિબંધ કરે છે ત્યારે બંધની અપેક્ષાએ મોહનીય કર્મનો સ્થિતિબંધ સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રકર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય અને તેથી પણ જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ અને પરસ્પર સમાન થાય છે.
હમણાં સુધી જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મનો સ્થિતિબંધ સમાન હતો, પરંતુ હવે પછી હજારો સ્થિતિઘાત અથવા હજારો સ્થિતિબંધ જાય ત્યારે જ્ઞાનાવરણીય વગેરે ત્રણઘાતકર્મનો સ્થિતિબંધ એકદમ ઘટાડી વેદનીય કર્મ કરતાં અસંખ્યાતગુણહીન કરે છે. એટલે કે આ ત્રણ કર્મની અપેક્ષાએ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ થઈ જાય છે. તેથી તે વખતે મોહનીય કર્મનો સ્થિતિબંધ સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રકમનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય, આ બે કર્મ થકી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય તેમજ જ્ઞાનાવરણ વગેરેથી પણ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ હોય છે. '
ત્યારબાદ હજારો સ્થિતિઘાત જાય ત્યારે પહેલાં જે જ્ઞાનાવરણ વગેરે ત્રણ કર્મનો સ્થિતિબંધ નામ અને ગોત્ર કરતાં અસંખ્યાતગુણ હતો તેના બદલે અસંખ્યાતગુણહીન અર્થાતુ નામ અને ગોત્રકર્મની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ થઈ જાય છે. અહીં બંધ આશ્રયી અલ્પબહુત્વ વિચારીએ તો મોહનીય કર્મનો સૌથી અલ્પ, તે થકી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય આ ત્રણ કર્મનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય, તે થકી નામ અને ગોત્રનો અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય અને તે થકી પણ વેદનીયકર્મનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ હોય છે. આ સ્થળે કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૩૯માં નામ અને ગોત્ર થકી વેદનીયનો સ્થિતિબંધ વિશેષાધિક બતાવેલ છે....તત્ત્વો તો બુહશ્રુતો જાણે.
અહીં તેમજ હવે પછી સર્વત્ર સ્થિતિબંધના અલ્પબદુત્વની જેમ જ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ પણ હોય છે.
જે સમયે સાતે કર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ થાય છે, તે સમયથી અસંખ્યાત સમયોમાં બંધાયેલ સત્તાગત દલિકોની જ ઉદીરણા થાય છે. પરંતુ તેથી અધિક કાળ પહેલાં બંધાયેલ સત્તાગત દલિકોની ઉદીરણા થતી નથી, ત્યારબાદ હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે મન:પર્યવજ્ઞાનાવરણ અને દાનાન્તરાયનો દેશઘાતી રસ બંધાય છે ત્યારબાદ પુનઃ હજારો સ્થિતિઘાત જાય ત્યારે અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને લાભાન્તરાય આ ત્રણનો, ત્યાર પછી પુનઃ હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને ભોગાંતરાય આ ત્રણનો, ત્યારબાદ હજારો સ્થિતિઘાતો ગયે છતે અનુક્રમે ચક્ષુર્દર્શનાવરણ, ત્યારબાદ મતિજ્ઞાનાવરણ તથા ઉપભોગાંતરાય અને ત્યારબાદ વિર્યાતરાયનો દેશવા િરસ બંધાય છે.
અહીં જે જે સમયે જે જે પ્રકૃતિઓનો દેશઘાતી રસ બંધાય છે તેના પૂર્વના સમય સુધી બને શ્રેણિઓમાં તે તે પ્રકૃતિઓનો સર્વઘાતી રસ પણ બંધાતો હતો, પરંતુ કેવલ દેશઘાતી નહિ,