________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૫૧
ત્યારપછી હજારો સ્થિતિઘાત ગયા બાદ જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મોની સ્થિતિબંધ પણ પલ્યોપમ પ્રમાણ થાય છે અને તે વખતે મોહનીય કર્મનો સ્થિતિબંધ દોઢ પલ્યોપમ પ્રમાણ થાય છે. જ્ઞાનાવરણીય વગેરે ચાર કર્મોનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી તેઓનો પછીનો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન અર્થાત્ સંખ્યામાં ભાગ જેટલો થાય છે. પરંતુ મોહનીય કર્મનો તો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે મોહનીયકર્મનો સ્થિતિબંધ પણ એક પલ્યોપમ પ્રમાણ થાય છે. અને તે પછી અન્ય કર્મોની જેમ મોહનીય કર્મનો પણ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-હીન થાય છે.
જ્યારે મોહનીય કર્મનો નવો સ્થિતિબંધ એક પલ્યોપમ પ્રમાણ થાય છે, ત્યારે સ્થિતિસત્તાની અપેક્ષાએ નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ હોય છે, તેના કરતાં જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ અને પરસ્પર સમાન હોય છે. અને તેથી મોહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ અધિક હોય છે. તેમજ જે વખતે મોહનીયકર્મનો સ્થિતિબંધ એક પલ્યોપમ પ્રમાણ થાય છે તે પછી પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નામ અને ગોત્રકર્મનો નવો સ્થિતિબંધ અસંખ્યાતગુણહીન એટલે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. તેથી તે વખતે નામ તથા ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ અને પરસ્પર તુલ્ય હોય છે. આ બે કર્મથી જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મની અસંખ્યાતગુણ તથા પરસ્પર તુલ્ય અને તેથી મોહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ હોય છે.
એમ નામ અને ગોત્રકર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ થયા પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મોનો નવો સ્થિતિબંધ પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન એટલે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. તે વખતે નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અન્ય કર્મોની અપેક્ષાએ અલ્પ અને પરસ્પર તુલ્ય હોય છે. આ બે કર્મથી જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મોની અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય અને આ ચાર કર્મથી પણ મોહનીય કર્મની સ્થિતિસત્તા અસંખ્યાતગુણ હોય છે.
- ત્યારપછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે એકીસાથે એકદમ મોહનીય કર્મનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે એટલું જ નહિ પરંતુ મોહનીય કર્મનો નવો સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વગેરે ચાર કર્મના સ્થિતિબંધથી પણ અસંખ્યાત ગુણહીન કરે છે. અને તે વખતે અપવર્તન કરણ દ્વારા સત્તામાંથી પણ મોહનીયકર્મની એક જ સ્થિતિઘાતમાં ઘણી જ સ્થિતિસત્તા ઘટાડી જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મથી અસંખ્યાતગુણ જે સ્થિતિસત્તા હતી તેના બદલે અસંખ્યાતગુણ હીન કરે છે. અને અસંખ્યાતગણહીન કર્યા પછી સત્તાની અપેક્ષાએ પણ અન્ય કર્મોથી નામ અને ગોત્રકર્મની સ્થિતિસત્તા અલ્પ અને પરસ્પર તુલ્ય, તેનાથી મોહનીયકર્મની અસંખ્યાતગુણ અને તેથી પણ જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મની સ્થિતિસત્તા અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે.
મોહનીયકર્મનો એકીસાથે મોટો સ્થિતિઘાત અને ઘણો સ્થિતિબંધ ઓછો કરી જ્ઞાનાવરણાદિ ચાર કર્મની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન સ્થિતિસત્તા અને સ્થિતિબંધ કર્યા પછી