________________
ઉપશમનાકરણ
૭૦૩
અર્થ-તે સમયે કિઠ્ઠિઓ, ઉદયાવલિકા અને સમયનૂન બે આવલિકાકાળમાં બંધાયેલ દલિક જ અનુપશાંત છે. બાદરગંપરાય ગુણસ્થાનક સાથે જ બંને લોભ શાંત થાય છે.
ટીકાનુ–કિટ્રિકરણોદ્ધાના ચરમસમયે કિટ્ટિકરણોદ્ધા કાળમાં કરાયેલી બીજી સ્થિતિમાં રહેલી કિઠ્ઠિઓ, સમયપૂન બે આવલિકાકાળમાં બંધાયેલું દલિક, અને ઉદયાવલિકા આટલું જ સંજવલનલોભનું ઉપશમ્યા વિનાનું બાકી રહે છે, શેષ સઘળું શાંત થાય છે. (અવશિષ્ટ તે ઉદયાવલિકાને દશમાગુણસ્થાનકે સૂક્ષ્મકિઠ્ઠિઓમાં તિબુકસંક્રમ વડે સંક્રમાવી અનુભવે છે, સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલું દલિક તેટલા જ કાળે શાંત થાય છે અને કિટ્ટિઓમાં કેટલીક કિઠ્ઠિઓને ભોગવીને ખપાવે છે, કેટલીકને શાંત કરે છે.) તથા તે જ ચરમસમયે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ લોભ સંપૂર્ણ શાંત થાય છે, અને અનિવૃત્તિબાદરગંપરાય ગુણસ્થાનક પણ પૂર્ણ થાય છે. તેમજ બાદર સંજવલનલોભના ઉદયઉદીરણાનો વિચ્છેદ થાય છે, અને દશમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. ૮૧
सेसद्धं तणुरागो तावइया किट्टिओ उ पढमठिई । वज्जिय असंखभागं हिटुवरिमुदीरए सेसा ॥८२॥ शेषाद्धांतनुरागः तावत्यः किट्टयस्तु प्रथमस्थितिः ।
वर्जयित्वाऽसंख्येयभागमधस्तादुपरितनमुदीरयति शेषाः ॥४२॥
અર્થ–શેષકાળ-કિષ્ટિવેદનાદ્ધા કાળમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે હોય છે. સૂક્ષ્મકિઠ્ઠિઓની દશમાના કાળ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે. તથા ચરમસમયે કરાયેલી કિટ્ટિનો હેઠલો અસંખ્યાતમો ભાગ અને પ્રથમસમયે કરાયેલી કિટિઓનો અસંખ્યાતમો ભાગ વર્જીને શેષ કિઠ્ઠિઓની ઉદીરણા કરે છે.
ટિકાનુ–લોભની પ્રથમ સ્થિતિને અશ્વકર્ણકરણોદ્ધા, કિષ્ટિકરણોદ્ધા અને કિષ્ટિવેદનાદ્ધા એમ ત્રણ ભાગમાં વહેંચે છે, એ પહેલાં કહ્યું છે. તેમાંના પ્રથમના બે ભાગ પ્રમાણ પ્રથમસ્થિતિનો અનુભવ નવમે ગુણસ્થાનકે કરે છે. તે બે ભાગ જેટલા કાળમાં અપૂર્વસ્પદ્ધક અને કિઠ્ઠિઓ થાય છે તેનું સંપૂર્ણ સ્વરૂપ અત્યાર સુધીમાં આવી ગયું છે. ત્રીજા કિષ્ટિવેદનાદ્ધા વિભાગમાં કિટ્ટિકરણાદ્ધાકાળમાં કરાયેલી કિઠ્ઠિઓ વેદે છે. અને તે કાળમાં આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે હોય છે. આ ગુણસ્થાનકે બીજી સ્થિતિમાં રહેલી કિઠ્ઠિઓમાંની કેટલીક કિઠ્ઠિઓ ખેંચીને તેની પોતાના કાળપ્રમાણ પ્રથમ સ્થિતિ કરે છે. કિટ્ટિકરણોદ્ધા કાળની શેષ રહેલી ઉદયાવલિકાને સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી અનુભવે છે. બે સમય ન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું દલિક જે ઉપશમ્યા વિનાનું બાકી છે તેને તેટલા જ કાળે આ ગુણસ્થાનકે ઉપશમાવે છે. - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સમયે જે કિઠ્ઠિઓ ઉદયમાં આવે છે તે પહેલા અને છેલ્લા સમયે કરાયેલી કિઠ્ઠિઓ વર્જીને પ્રાયઃ ઉદયમાં આવે છે. પ્રથમ સ્થિતિમાં એવી જ રીતે ગોઠવે છે કે પહેલે સમયે જે કિઠ્ઠિઓ ઉદયમાં આવે તે કિટ્ટિકરણાદ્ધા કાળમાંના પહેલા અને છેલ્લા સમયની કરાયેલી કિઠ્ઠિઓ ન હોય તથા ચરમસમયે કરાયેલી કિઠ્ઠિઓનો નીચલો