________________
૭૦૨
પંચસંગ્રહ-૨
જે સર્વાલ્પ પ્રદેશવાળી કિટ્ટિ છે તે અસંખ્યગુણ પ્રદેશવાળી છે તેનાથી ત્રીજા સમયે કરાયેલી કિટ્ટિઓમાંની જે સર્વાલ્પ પ્રદેશવાળી કિટ્ટિ છે તે પણ અસંખ્યાતગુણ પ્રદેશવાળી છે, એમ પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર અસંખ્ય-અસંખ્યગુણ ચરમ સમય પર્વત કહેવું. તાત્પર્ય એ કે વધારે વધારે રસવાળી કિઠ્ઠિઓ અલ્પ અલ્પ પ્રદેશવાળી હોય છે, અને અલ્પ અલ્પ રસવાળી કિઓિ અધિક અધિક પ્રદેશવાળી હોય છે. ૭૯
किट्टिकरणद्धाए तिसु आवलियासु समयहीणासु । न पडिग्गहया दोण्हवि सट्टाणे उवसमिज्जंति ॥८॥ किट्टिकरणाद्धायास्तिसृष्वावलिकासु समयहीनासु ।'
न पतद्ग्रहता द्वयोरपि स्वस्थाने उपशम्यते ॥८॥ અર્થ–કિટ્ટિકરણોદ્ધાની સમયગૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે સંજવલનલોભ પતઘ્રહ તરીકે રહેતો નથી, ત્યાર પછી બંને લોભ સ્વસ્થાને જ ઉપશમે છે.
ટીકાનુ—કિટ્ટિકરણાદ્ધાની સમય ન્યૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે (અને નવમાં ગુણસ્થાનની સમય ન્યૂન બે આવલિકા બાકી રહે ત્યારે) સંજ્વલનલોભની પતદ્મહતા નષ્ટ થાય છે, એટલે અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ લોભનાં દલિકો સંજવલન લોભમાં સંક્રમતા નથી, પરંતુ હવે અન્ય સ્વરૂપે થયા વિના પોતપોતાના સ્થાનમાં જ એટલે કે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન સ્વરૂપે જ શાંત થાય છે –ઉપશમે છે. કિટ્રિકરણોદ્ધાની બે આવલિકા અને નવમા ગુણસ્થાનકની એક આવલિકા) બાકી રહે ત્યારે બાદર સંજ્વલન લોભનો આગાલ બંધ થાય છે, માત્ર ઉદીરણા જ થાય છે. તે ઉદીરણા પણ એક આવલિકા પર્યત થાય છે. કિટ્ટિકરણોદ્ધાના સંખ્યાતાભાગ જાય ત્યારે સંજ્વલનલોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્તપ્રમાણ થાય છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ કર્મનો દિવસ પૃથક્વપ્રમાણ થાય છે, તથા નામ, ગોત્ર અને વેદનીય કર્મનો ઘણાં હજાર વર્ષનો સ્થિતિબંધ થાય છે. ત્યારપછી કિટ્ટિકરણાદ્ધાના ચરમ સમયે સંજ્વલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્તનો થાય છે. કિટ્ટિકરણાદ્ધાના સંખ્યાતાભાગ જાય ત્યારે સંજવલન લોભનો જે અંતર્મુહૂર્તનો સ્થિતિબંધ થયો હતો તે અંતર્મુહૂર્ત કરતાં આ અંતર્મુહૂર્ત નાનું સમજવું. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો એક અહોરાત્ર અને નામ, ગોત્ર તથા વેદનીયનો કંઈક ન્યૂન બે વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. આગાલ વિચ્છેદ થયા પછી જે એક ઉદીરણાવલિકા રહે છે તેનો જે ચરસમય તે જ કિટ્ટિકરણોદ્ધાનો ચરમસમય છે, અને તે જ નવમા ગુણસ્થાનકોનો પણ ચરમસમય છે. ૮૦ કિદિકરણાદ્ધાના ચરમસમયે જે થાય તેને કહેવા ઇચ્છતા કહે છે–
लोहस्स अणुवसंतं किट्टि उदयावली य पुव्वुत्तं । बायरगुणेण समगं दोण्णिवि लोभा समुवसंता ॥८१॥ लोभस्यानुपशान्तं किट्टय उदयावलिका च पूर्वोक्तम् । बादरगुणेन समकं द्वावपि लोभौ समुपशान्तौ ॥८१॥