________________
બંધનકરણ
૪૩
. ટીકાનુ–પૂર્વ પૂર્વ શરીરસ્થાનોના સ્પર્ધ્વકની અપેક્ષાએ ઉત્તરોત્તર શરીરસ્થાનોમાં અનંતમો ભાગ વધતાં પદ્ધકોવાળાં શરીરસ્થાનકો એક કંડક જેટલાં થાય છે. ત્યારપછીનું જે શરીરસ્થાનક હોય તેની અંદર અનંતભાગવૃદ્ધ કંડકના છેલ્લા સ્થાનના સ્પદ્ધકોની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ અધિક સ્પદ્ધકો હોય છે. ત્યારપછીના વળી એક કંડક જેટલાં સ્થાનકો પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ અનંતભાગાધિક સ્પર્ધ્વકવાળાં થાય છે. ત્યારપછીનું જે શરીરસ્થાન હોય તે પૂર્વના શરીરસ્થાનથી અસંખ્યાતભાગાધિક સ્પર્ધ્વકવાળું હોય છે. ત્યારપછીનાં વળી એક કંડકપ્રમાણ સ્થાનો અનંતભાગાધિક સ્પર્ધ્વકવાળાં થાય છે. આ પ્રમાણે કંડકપ્રમાણ અનંતભાગાધિક સ્પર્ધક વડે વ્યવહિત અસંખ્યાતભાગાધિક સ્પર્ધ્વકવાળાં શરીરસ્થાનકો પણ એક કંડકપ્રમાણ થાય છે. એટલે કે પહેલા અસંખ્યાતભાગવૃદ્ધ અને બીજા અસંખ્યાતભાગવૃદ્ધ શરીરસ્થાનની વચમાં અનંતભાગવૃદ્ધ સ્પર્ધ્વકવાળાં એક કંડક જેટલાં સ્થાનો થાય છે. આ પ્રમાણે બીજા અને ત્રીજાની વચમાં ત્રીજા અને ચોથાની વચમાં અનંતભાગવૃદ્ધ સ્પર્ધ્વકનું કંડક થાય છે. એ રીતે અસંખ્યાતભાગવૃદ્ધ સ્પર્ધ્વનું કંડક થાય છે. છેલ્લા અસંખ્યાતભાગવૃદ્ધ શરીરસ્થાનથી પછીનાં એક કંડક જેટલાં સ્થાનો અનંતભાગાધિક સ્પર્ધ્વકવાળાં થાય છે. ત્યારપછીનું જે શરીરસ્થાન થાય છે તેમાં પૂર્વના સ્થાન કરતાં સંખ્યાતમોભાગ અધિક પદ્ધકો હોય છે. ૩૨. તે જ હકીકત કહે છે—
संखेज्जभागबुडूं पुण अन्नं उट्टए ठाणं ॥३३॥ ___ संख्येयभागवृद्धं पुनरन्यदुत्तिष्ठते स्थानम् ॥३३॥ અર્થ ત્યારપછી સંખ્યાતભાગવૃદ્ધ અન્ય સ્થાને ઊઠે છે–થાય છે.
ટીકાનુ–અસંખ્યાતભાગવૃદ્ધ સ્પર્ધ્વકનું છેલ્લું સ્થાન થયા પછી એક કંડક જેટલાં સ્થાનો અનંતભાગવૃદ્ધ સ્પર્ધ્વકવાળાં થાય છે. ત્યારપછીનું સંખ્યાતભાગાધિક પદ્ધકવાળું પહેલું એક શરીરસ્થાન થાય છે. ત્યારપછી શરૂઆતથી આરંભી જેટલાં સ્થાનો જે ક્રમે કહી ગયાં તેટલાં સ્થાનો તે જ ક્રમે કહેવાં. ત્યારપછી જે શરીરસ્થાન થાય તે પૂર્વ સ્થાનની અપેક્ષાએ સંખ્યાતભાગાધિક સ્પર્ધ્વકવાળું થાય છે. વળી પણ પહેલા અને બીજા સંખ્યાતભાગાધિક સ્થાનની વચમાં જે ક્રમે અને જેટલાં સ્થાનો કહ્યાં તે ક્રમે અને તેટલાં કહીને વળી ત્રીજું સંખ્યાતભાગાધિક સ્પર્ધકવાળું સ્થાન થાય છે. આ પ્રમાણે સંખ્યયભાગાધિક શરીરસ્થાનો પણ એક કંડક જેટલાં થાય છે. ૩૩. - એ જ કહે છે–
अमुयंतो तह पुव्वुत्तराई एयपि नेसु जा कंडं ।
अमुञ्चन् तथा पूर्वोत्तराणि एतदपि नेयं यावत्कण्डकम् । ' અર્થ–પૂર્વ તથા તેની પછીનાં સ્થાનોને નહિ છોડતા આ સંખ્યયભાગાધિક સ્થાન પણ ત્યાં સુધી જાણવું કે તેનું કંડક પરિપૂર્ણ થાય.
ટીકાનુ–પહેલી વાર સંખ્યયભાગવૃદ્ધ સ્થાન થયા પછી પહેલાના અનંતભાગવૃદ્ધ તથા