________________
પંચસંગ્રહ-૨
સ્નેહાવિભાગો અલ્પ હોય છે. તે કરતાં બીજા શરીરસ્થાનના પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણામાં અનંતગુણા સ્નેહાણુઓ હોય છે. તેનાથી ત્રીજા શરીરસ્થાનની પહેલી વર્ગણામાં અનંતગુણા સ્નેહાણુઓ જાણવા. આ પ્રમાણે ઉત્તરોત્તર દરેક શરીરસ્થાનની પહેલી વર્ગણામાં અનંતગુણ અનંતગુણ સ્નેહાણુઓ સમજવા. ૩૦.
હવે શરીરસ્થાનનું જ સ્વરૂપ કહે છે—
पढमाउ अणंतेहिं सरीरठाणं तु होइ फड्डेहिं । तयणंतभागबुड्डी कंडकमित्ता भवे ठाणा ॥ ३१॥ प्रथमात्तु अनन्तैः शरीरस्थानं तु भवति स्पर्द्धकैः । तदनन्तभागवृद्धानि कण्डकमात्राणि भवेयुः स्थानानि ॥३१॥ અર્થ—પહેલા સ્પર્દકથી આરંભી અનંત સ્પર્ધકો વડે પહેલું શરીરસ્થાન થાય છે.
ત્યારપછીના તેના અનંતમાભાગ વડે વધેલા કંડક સંખ્યા પ્રમાણે સ્થાનકો થાય છે.
૪૨
ટીકાનુ—પહેલા સ્પર્ધ્વકથી આરંભીને અનંત સ્પર્ધકોનું પહેલું શરીરસ્થાન થાય છે. અનંત સ્પર્ધકના સમૂહને શરીરસ્થાન કહેવાય છે. પહેલા શરીરસ્થાનકના સ્પÁકોની અપેક્ષાએ અનંતભાગાધિક સ્પર્ધકો વડે બીજું શરીરસ્થાન થાય છે. તેના અનંતભાગાધિક સ્પર્ધકો વડે ત્રીજું શરીરસ્થાન થાય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ શરીરસ્થાનકની અપેક્ષાએ ઉત્તરોત્તર અનંતભાગાધિક સ્પર્ધકોવાળાં કંડક પ્રમાણ શરીરસ્થાનકો થાય છે. કંડક એ એક સંખ્યાનું નામ છે. એક આંગળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલી સંખ્યાને શાસ્ત્રમાં કંડક કહે છે. આ રીતે કંડક પ્રરૂપણા કરી.
હવે ષસ્થાનકનો વિચાર કરે છે—
एकं असंखभागुत्तरेण पुण णंतभागवुड्डिए । कंडकमेत्ता ठाणा असंखभागुत्तरं भूय ॥३२॥ एवं असंखभागुत्तराणि ठाणाणि कंडमेत्ताणि ।
एकमसंख्य भागोत्तरेण पुनरनन्तभागवृद्ध्या ।
कण्डकमात्राणि स्थानानि असंख्यभागोत्तरं भूयः ||३२|| एवमसंख्यभागोत्तराणि स्थानानि कण्डकमात्राणि ।
અર્થ—અનંતભાગવૃદ્ધિનું કંડક થયા પછી એક વાર અસંખ્યાતભાગવૃદ્ધિ થાય છે. ત્યારપછી અનંતભાગવૃદ્ધિનાં કંડક જેટલાં સ્થાનો થાય છે. ત્યારપછી ફરી અસંખ્યાતભાગવૃદ્ધિનું એક સ્થાન થાય છે. એ પ્રમાણે અસંખ્યાતભાગવૃદ્ધિનાં સ્થાનો કંડક જેટલાં થાય છે.
૧. કોઈપણ એક સમયે ગ્રહણ કરાયેલ પુદ્ગલોના સ્નેહનો જે વિચાર તે શરીરસ્થાન કહેવાય છે. વિવક્ષિત સમયે ગ્રહણ કરાયેલ વર્ગણાઓના સ્નેહનો વિચાર કોઈપણ એક શરીરસ્થાનમાં થાય છે.