________________
ઉપશમનાકરણ
૬૭૯
અર્થ.અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે અનુક્રમે ઘટતા અસંજ્ઞી આદિના સરખો બંધ થાય છે. ત્યારપછી વીસ કોડાકોડીની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નામ-ગોત્રકર્મનો એક પલ્યોપમનો અને ત્રીસ કોડાકોડીની સ્થિતિવાળાં જ્ઞાનાવરણાદિ ચાર કર્મોનો દોઢ પલ્યોપમનો બંધ થાય છે.
ટીકાનુ—અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે અસંજ્ઞીપંચેન્દ્રિયના સ્થિતિબંધ સ૨ખો સ્થિતિબંધ થાય છે. ત્યારપછી ઘણા સ્થિતિઘાતો થઈ ગયા બાદ ચરિન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. વળી ઘણા સ્થિતિઘાતો થયા પછી તેઇન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. એવી રીતે ઘણા સ્થિતિઘાતો વહી ગયા બાદ બેઇન્દ્રિયના બંધ તુલ્ય થાય છે. ત્યારપછી ઘણા સ્થિતિઘાતો થઈ ગયા બાદ એકેન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિબંધો થઈ ગયા બાદ વીસકોડાકોડીની સ્થિતિવાળાં નામ અને ગોત્ર કર્મનો પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, અને ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય તથા અંતરાયનો દોઢ પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.
અહીં ઉપર દરેક સ્થળે હજારો સ્થિતિઘાત ગયા બાદ એમ જણાવ્યું છે. છેલ્લે જ સ્થિતિબંધો થઈ ગયા બાદ એમ કહ્યું છે. એ ઉપરથી એમ સમજી શકાય છે કે જેટલા જેટલા સ્થિતિઘાતો થાય છે તેટલા અપૂર્વ-અપૂર્વ સ્થિતિબંધો પણ થાય છે. કારણ કે સ્થિતિઘાત અને સ્થિતિબંધ સાથે જ શરૂ કરે છે અને સાથે જ પૂર્ણ કરી નવા આરંભે છે. સત્તામાંથી સ્થિતિ ઓછી થાય છે, તેમ બંધમાંથી પણ ઓછી થાય છે, સત્તામાંથી સ્થિતિઘાતો વડે ઓછી થાય છે—તેમ બંધમાંથી અપૂર્વ સ્થિતિબંધ કરતા-કરતા ઓછી થાય છે. પર
मोहस्स दोणि पल्ला संतेवि हु एवमेव अप्पबहू । पलियमित्तंमि बंधे अण्णो संखेज्जगुणहीणो ॥५३॥
मोहस्य द्वौ पल्यौ सत्तायामपि हु एवमेवाल्पबहुत्वम् । पल्यमात्रे बन्धे अन्यः संख्येयगुणहीनः ॥५३॥
અર્થ—મોહનીયકર્મનો બે પલ્યોપમ સ્થિતિબંધ થાય છે. સત્તામાં અલ્પ-બહુત્વનો ક્રમ એ જ છે, પલ્યોપમ માત્ર બંધ થયા પછીનો અન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે.
ટીકાનુ—તથા મોહનીયનો બે પલ્યોપમનો સ્થિતિબંધ થાય છે. સત્તામાં સ્થિતિનું અલ્પબહુત્વ બંધના ક્રમે જ કહેવું. એટલે કે જેનો સ્થિતિબંધ વધારે તેની સત્તા વધારે, જેનો સ્થિતિબંધ ઓછો તેની સત્તા ઓછી કહેવી. તે આ પ્રમાણે—નામ અને ગોત્રની સત્તા અલ્પ, તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયની વિશેષાધિક, તેથી મોહનીયની અધિક છે.
૧. બંધ કરતાં સત્તા વધારે હોય છે તે પ્રથમ કહ્યું છે. પરંતુ જેટલી સ્થિતિનો ઘાત કરે છે તેટલી જ બંધમાંથી ઓછી કરે છે કે નહિ એટલે કે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ બંનેમાં સરખો છે કે નહિ, તે કહી શકાય નહિ, જોકે સંખ્યામાં જેટલા સ્થિતિઘાતો થાય છે તેટલા જ અપૂર્વ સ્થિતિબંધો પણ થાય છે.