________________
૬૭૮
પંચસંગ્રહ-૨
અપ્રમત્ત ગુણસ્થાને યથાપ્રવૃત્તકરણ, આઠમા અને નવમા ગુણસ્થાનકે અનુક્રમે અપૂર્વ અને અનિવૃત્તિકરણ સમજવાના છે. અપૂર્વકરણે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, અબધ્યમાન સઘળી અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ પૂર્વની જેમ થાય છે.
અનિવૃત્તિકરણે પણ સ્થિતિઘાતાદિ પાંચે પ્રવર્તે છે. આ કરણમાં બીજો જે વિશેષ છે તે બતાવે છે–અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુ સિવાય સાતે કર્મોનો બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે. જો કે અત્યાર પહેલાં થયેલા અપૂર્વકરણાદિ કરણોમાં પણ તેટલો જ બંધ અને સત્તા હોય છે, છતાં તે બંધ અને સત્તાથી નવમા ગુણસ્થાનકનો બંધ અને સત્તા અસંખ્યાતગુણ હીન એટલે કે અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમજવા. તથા જો કે અહીં બંધ અને સત્તા સરખાં જણાય છે છતાં બંધ કરતાં સત્તા વધારે જ સમજવી. આ જ સ્થળે કર્મપ્રકૃતિમાં સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ અને બંધ અંતઃક્રોડ સાગરોપમ પ્રમાણે કહેલ છે. ૫૦
ठिइखंडं उक्कोसंपि तस्स पल्लस्स संखतमभागं । ठितिखंडं बहु सहस्से सेक्वेक्वं जं भणिस्सामो ॥५१॥ स्थितिखण्डं उत्कृष्टमपि तस्य पल्यस्य संख्यतमभागम् ।
स्थितिखण्डेषु बहुषु सहस्त्रेषु एकैकं यत् भणिष्यामः ॥५१॥
અર્થ–આ ગુણસ્થાનકે સ્થિતિનો ઘાત ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ જ થાય છે. હજારો સ્થિતિઘાત થયા પછી એક એક કર્મમાં જે કંઈ કરે છે તે હવે કહીશું.
ટીકાનુ–નવમે ગુણઠાણે ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ જ સ્થિતિઘાત થાય છે. તથા જે બંધ કહેલ છે તેમાંથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઘટાડી. ઘટાડીને અન્ય સ્થિતિબંધ કરે છે. તથા જો કે સામાન્યતઃ સાતે કર્મોનો સ્થિતિઘાત પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ કહેલ છે, તથાપિ સત્તામાં અલ્પબદુત્વ આ પ્રમાણે છે—નામ અને ગોત્રકર્મની સત્તા તેઓ અલ્પ સ્થિતિવાળા હોવાથી થોડી છે, તેનાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની વધારે છે. પરંતુ તુલ્ય સ્થિતિવાળા હોવાથી સ્વસ્થાને પરસ્પર સરખી છે, તેનાથી મોહનીયકર્મની સત્તા વધારે છે. જેની સ્થિતિ વધારે હોય છે તેની સત્તા પણ વધારે હોય છે, જેની સ્થિતિ ઓછી હોય છે, તેની સત્તા પણ ઓછી હોય છે. આ ઉપરથી સામાન્યતઃ સત્તામાં જે અંતઃકોડાકોડી કહેલ છે તે નાની-મોટી હોય છે તે સ્પષ્ટ સમજાય છે. હવે અહીં ઘણા હજાર સ્થિતિઘાતો ઓળંગી ગયા બાદ એક-એક કર્મના સંબંધમાં જે કંઈ કરે છે તે કહીશું ૫૧ તે જ હકીકત કહે છે–
करणस्स संखभागे सेसे य असण्णिमाइयाण समो । बंधो कमेण पल्लं वीसग तीसाण उ दिवढें ॥५२॥
करणस्य संख्यभागे शेषे च असंज्ञयादीनां समः । बन्धः क्रमेण पल्यः विंशतिकयोः त्रिंशत्कानां तु सार्धः ॥५२॥