________________
પંચસંગ્રહ-૨
સયોગીકેવલીગુણસ્થાનકના પ્રથમ-સમયથી આયોજિકાકરણના પૂર્વ સમય સુધી તીર્થંકર ભગવંતો તીર્થંકરનામકર્મના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
૬૨૬
બે વેદનીય, ચાર ગતિ, પાંચ જાતિ, ચાર અનુપૂર્વી, બે વિહાયોગતિ, ઉચ્છ્વાસ, ત્રસત્રિક, સૌભાગ્યચતુષ્ટ, સ્થાવરત્રિક, દૌર્ભાગ્ય ચતુષ્ક અને બે ગોત્ર આ ચોત્રીસ પ્રકૃતિઓ બંધ તથા ઉદયમાં પરાવર્તમાન છે. જ્યારે જઘન્ય રસબંધ થાય ત્યારે જઘન્યરસની અને ઉત્કૃષ્ટ રસબંધ થાય ત્યારે પ્રાયઃ ઉત્કૃષ્ટરસની ઉદીરણા થાય છે. તેમજ આ બધી પ્રકૃતિઓનો જધન્ય રસબંધ પરાવર્તમાન મધ્યમ પરિણામે થાય છે માટે તે-તે પ્રકૃતિના ઉદયવાળા પરાવર્તમાન મધ્યમ પરિણામી સઘળા જીવો આ ચોત્રીસ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
સામાન્યથી જઘન્ય અનુભાગ ઉદીરણા અને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી કોણ હોય ! તે જાણવા માટે આ ત્રણ બાબતો બરાબર વિચારવી.
(૧) ભવપ્રત્યય ઉદીરણા છે કે પરિણામ પ્રત્યય ? પ્રાયઃ ભવપ્રત્યયથી જઘન્ય અનુભાગ ઉદીરણા અને પરિણામ પ્રત્યયથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે.
(૨) પુન્યપ્રકૃતિ છે કે પાપપ્રકૃતિ ? પુન્યપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તત્પ્રાયોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામી જીવને અને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તત્પ્રાયોગ્ય અતિવિશુદ્ધ જીવને હોય છે. તેમજ પાપપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા તત્પ્રાયોગ્ય અતિવિશુદ્ધ જીવને અને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તત્પ્રાયોગ્ય અતિસંક્લિષ્ટ જીવને હોય છે.
(૩) પુદ્ગલાદિ ચાર વિપાકમાંથી કયા વિપાકવાળી પ્રકૃતિ છે ? કારણ કે પુદ્ગલવિપાકી પ્રકૃતિઓની ભવાઘ સમયે અલ્પ પુદ્ગલો ગ્રહણ થાય ત્યારે જઘન્ય અને ઘણાં પુદ્ગલો ગ્રહણ થાય ત્યારે પ્રાયઃ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે.
ઇતિ અનુભાગ ઉદીરણા
પ્રદેશ-ઉદીરણા
અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ આ બે અધિકારો છે......ત્યાં પ્રથમ મૂળકર્મ આશ્રયી સાઘાદિ બતાવે છે.
મૂળ પ્રકૃતિ આશ્રયી સાઘાદિ :
વેદનીય અને મોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ, કુલ વીસ, આયુષ્ય કર્મના ચારે વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી કુલ આઠ અને જ્ઞાનાવરણ આદિ શેષ પાંચ પાંચ કર્મની અનુત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ પિસ્તાળીસ, સર્વ મળી આઠે કર્મના તોંતેર વિકલ્પો થાય છે.
પ્રાયઃ ગુણિતકર્માંશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અને ક્ષપિતકર્માંશ જીવને જધન્ય પ્રદેશ ઉદીરણા થાય છે. માટે સર્વત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણામાં ગુણિતકર્માંશ અને જઘન્ય પ્રદેશ