________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૨૫
ઉત્પન્ન થનાર અતિસંક્લિષ્ટ પરિણામી નારકો ઉત્પત્તિના પ્રથમ સમયે વૈક્રિય અંગોપાંગના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
વિગ્રહગતિમાં વર્તતા અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ તૈજસ-કાશ્મણ સપ્તક, મૃદુ અને લઘુ સ્પર્શ વિના શુભવર્ણાદિનવક, સ્થિર, શુભ, અગુરુલઘુ અને નિર્માણ આ વીસ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ ઉદીરણા સ્વામી છે.
ત~ાયોગ્ય સંક્લિષ્ટ આહારક શરીરીઓ આહારક સપ્તકના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
અલ્પ આયુષ્યવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચો ઉત્પત્તિના પ્રથમ સમયે આહારી પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાનના, અને સર્વવિશુદ્ધ પૂર્વક્રોડના આયુષ્યવાળા ભવના પ્રથમ સમયે આહારી, પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયો મધ્યમના ચાર સંસ્થાનના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અલ્પ આયુષ્યવાળા જીવો વધારે સંક્લિષ્ટ હોય છે, પુન્ય પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા સંક્લિષ્ટ પરિણામથી થાય છે. અને પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાન પુન્યપ્રકૃતિઓ હોવાથી તેના સ્વામી અલ્પ આયુષ્યવાળા કહ્યા છે. તથા દીર્ધાયુષ્યવાળા વધારે વિશુદ્ધ હોય છે તેમજ પાપપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા વિશુદ્ધ પરિણામથી થાય છે. અને મધ્યમનાં ચાર સંસ્થાનો પાપ પ્રકૃતિઓ હોવાથી તેની ઉદીરણાના સ્વામી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા અસંજ્ઞી પંચેન્દ્રિયો કહ્યા છે, કારણ કે અસંજ્ઞી પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટથી પણ તેટલું જ આયુષ્ય હોય છે.
સર્વવિશુદ્ધ પૂર્વક્રોડના આયુષ્યવાળા મનુષ્યો મધ્યમના ચાર સંઘયણના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તિર્યંચો કરતાં પ્રાયઃ મનુષ્યો અલ્પબળવાળા હોય છે. માટે અહીં મનુષ્યો ગ્રહણ કરેલ છે.
દીર્ઘ આયુષ્યવાળા તત્વાયોગ્ય વિશુદ્ધ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયો ઉત્પત્તિના પ્રથમ સમયે હુડકસંસ્થાન, ઉપઘાત અને સાધારણનામકર્મના, અતિસંક્લિષ્ટ પરિણામી તે જ સૂક્ષ્મ એકેન્દ્રિયો સર્વપર્યાપ્તિએ પર્યાપ્તના ચરમસમયે પરાઘાતનામકર્મના, આતપ તથા ઉદ્યોતના ઉદયવાળા અતિસંક્લિષ્ટ પરિણામી ખર બાદર પૃથ્વીકાય જીવો શરીર પર્યાપ્તિએ પર્યાપ્તના પ્રથમ સમયે ક્રમશઃ આતપ અને ઉદ્યોતનામકર્મના અને બાર વર્ષના આયુષ્યવાળા બારમા વર્ષમાં વર્તતા બેઇન્દ્રિયો સેવાર્ત સંહનનના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
વિગ્રહગતિમાં વર્તમાન ત~ાયોગ્ય અતિવિશુદ્ધ સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત જીવો મૂદુ અને લઘુ સ્પર્શના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
કેવલીસમુદ્યાતના છઠ્ઠા સમયે જ તથાસ્વભાવે કર્કશ અને ગુરુસ્પર્શના, તેમજ આ બે સ્પર્શ વિના શેષ અશુભવર્ણાદિ સપ્તક, અસ્થિર અને અશુભના સયોગીકેવલી ગુણસ્થાનકના ચરમસમયવર્તી જીવો જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
કેવલીસમુદ્ધાતની પહેલાં કેવલીની દૃષ્ટિએ જે શુભયોગોનો વ્યાપાર થાય છે તેને આયોજિકાકરણ કહેવાય છે. અને તે દરેક કેવલીભગવંતો કરે છે. તેમજ તે વખતે અતિવિશુદ્ધ પરિણામ હોવાથી તીર્થકર નામકર્મના ઘણા રસની ઉદીરણા થાય છે, તેથી પંચ૦૨-૭૯