________________
૬૦૪
પંચસંગ્રહ-૨
સ્થિતિ-ઉદીરણા
આમાં લક્ષણ, ભેદ, સાઘાદિ અહ્વાચ્છેદ અને સ્વામિત્વ એમ પાંચ અધિકારો છે.
(૧) લક્ષણ—બંધ સમયે થયેલ નિષેક રચના પ્રમાણે અબાધા કાળ વ્યતીત થયા પછી સ્વાભાવિક રીતે જે કર્મ ઉદયમાં આવે છે તે સ્વાભાવિક ઉદય અથવા સંપ્રાપ્તોદય કહેવાય છે, અને ઉદયાવલિકાની ઉપરના સત્તાગત કોઈપણ સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોને જે વીર્યવિશેષથી ખેંચીને અર્થાત્ બંધ સમયે નિયત થયેલ નિષેકના કાળને ઘટાડીને તે સંપ્રાપ્તોદય કર્મની ઉદયાવલિકામાંનાં સ્થિતિસ્થાનોમાં બંધ સમયે જે દલિકો ગોઠવાયેલ છે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ ઉદારણા કહેવાય છે.
જો કે સ્થિતિરૂપ કાળની ઉદીરણા થતી નથી પરંતુ તે તે સ્થિતિ સ્થાનમાં રહેલ દલિકોની ઉદીરણા થાય છે. તેથી નિષેક સમયે નક્કી થયેલ કાળની અપેક્ષાએ ઘણા જ ઓછા કાળમાં ઉદયમાં લવાય છે. તેથી દલિકોની ઉદીરણા હોવા છતાં ઉપચારથી સ્થિતિ ઉદીરણા કહેવામાં આવે છે. તેનું બીજું નામ અસંપ્રાપ્તોદય છે.
(૨) ભેદ—ઉદય બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન સઘળી સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય છે. કારણ કે મતિજ્ઞાનાવરણીયાદિ ઉદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓની બંધાવલિકા વીત્યા બાદ તુરત જ ઉદયાવલિકાની ઉપર જેટલી સ્થિતિઓ સત્તામાં હોય તે દરેક સ્થિતિસ્થાનોની ઉદીરણા થાય છે. એટલે તે દરેક સ્થિતિસ્થાનોમાંના અમુક અમુક દલિકોને ઉદયાવલિકામાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે. તેથી મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે. અને તેની નીચેના સ્થિતિસ્થાનની પણ તેની અપેક્ષાએ સમયાધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉદીરણા થાય છે, તેથી પણ નીચેના સ્થિતિસ્થાનની ઉદીરણા થાય ત્યારે તેની અપેક્ષાએ બે સમયાધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઉદીરણા થાય છે. એમ એક એક સમય ન્યૂન કરતાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદીરણા થાય ત્યારે એક સમય પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે. તેથી બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના જેટલા સમયો છે તેટલા સ્થિતિ ઉદીરણાના ભેદો હોય છે.
એમ જે જે ઉદય બંધોત્કૃષ્ટા પ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. તેમાંથી બે આવલિકા ન્યૂન કરી જેટલા સમયો રહે તેટલો તે તે પ્રકૃતિઓના સ્થિતિ ઉદીરણાના ભેદો થાય છે. તેથી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય અને અસાતાવેદનીય આ પંદરના બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, મિથ્યાત્વમોહનીયના બે આવલિકા ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમના સમયપ્રમાણ, સોળ કષાયના બે આવલિકા ન્યૂન ચાળીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, અને પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય સપ્તક, તૈજસકાર્મણસપ્તક, હુંડકસંસ્થાન, વર્ણચતુષ્કના વીસ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત, ત્રસચતુષ્ક અસ્થિરષટ્ક અને નીચ ગોત્ર આ ચોપ્પન