________________
૩૪
પંચસંગ્રહ-૨
અસંખ્ય ગુણહીન પરમાણુઓ હોય છે. અસંખ્યયગુણહીન એટલે અસંખ્યાતમો ભાગ. ત્યારપછીની વર્ગણામાં અસંખ્ય ગુણહીન પરમાણુઓ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ વર્ગણાની અપેક્ષાએ ઉત્તર ઉત્તર વર્ગણામાં અસંખ્યયગુણહીન પરમાણુઓ અનન્ત વર્ગણા પર્યત કહેવા.
ત્યારપછીની અનન્તી વર્ગણાઓમાં અનન્તગુણહીન પરમાણુઓ હોય છે. એટલે કે પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર વર્ગણામાં અનંતમો ભાગ શેષ પરમાણુઓ રહે છે. અસંખ્ય ગુણહીન પરમાણુવાળી છેલ્લી વર્ગણાની અપેક્ષાએ તેની પછીની જ વર્ગણામાં અનન્તગુણહીન પરમાણુઓ હોય છે, તે કરતાં પણ પછીની વર્ગણામાં અનન્તગુણહીન પરમાણુઓ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ વર્ગણાની અપેક્ષાએ ઉત્તર ઉત્તર વર્ગણામાં અનન્તગુણહીન પરમાણુઓ ત્યાં સુધી કહેવા કે છેલ્લી સર્વોત્કૃષ્ટ નેહાવાળી વર્ગણા આવે. આ પ્રમાણે અનન્તરોપનિયા વડે વિચાર કર્યો. હવે પરંપરોપનિધા વડે વિચાર કરે છે
गंतुमसंखा लोगा अद्धद्धा पोग्गला भूय ॥२२॥...
गत्वा असंख्येयान् लोकान् अार्धाः पुद्गला भूयः ॥२२॥ અર્થ—અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગીને પછીની વર્ગણામાં અર્ધ પુગલો થાય છે. આ પ્રમાણે ફરી પણ કહેવું.
ટીકાનુ–પહેલી વર્ગણામાં જેટલા પરમાણુઓ છે તેની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ વર્ગણાઓ ઓળંગીને પછીની વર્ગણામાં પરમાણુઓ અર્થ થાય છે. તેની અપેક્ષાએ વળી અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ વર્ગણાઓ ઓળંગીને પછીની વર્ગણામાં પરમાણુઓ અર્ધ થાય છે. આ પ્રમાણે અર્ધ અર્ધ પરમાણુઓ અસંખ્યાત ભાગહીન પરમાણુવાળી છેલ્લી વર્ગણા પર્યત કહેવા. તે જ હકીકત આ ગાથામાં કહે છે
पढमहाणीए एवं बीयाए संखवग्गणा गंतुं । अद्धं उवरित्थाओ हाणीओ होति जा जीए ॥२३॥ प्रथमहानावेवं द्वितीयस्यां संख्येयवर्गणा गत्वा ।
अर्द्धमुपरिस्था हानयो भवन्ति या यस्याः ॥२३॥ અર્થ–પ્રથમ હાનિમાં આ પ્રમાણે સમજવું. દ્વિતીય હાનિમાં સંખ્યાતી વર્ગણા ઓળંગીને અદ્ધ પરમાણુઓ થાય છે. આ પ્રમાણે ઉપર રહેલ વર્ગણાઓમાં જે વર્ગણા સંખ્યાતી વર્ગણા ઓળંગીને આવે છે તેમાં અદ્ધ અદ્ધ પરમાણુઓ થાય છે—હોય છે.
ટીકાનુ–પહેલી અસંખ્યાતભાગહાનિમાં અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ વર્ગણાઓ ઓળંગીને પછી જે વર્ગણા આવે છે તેમાં અર્ધ અર્ધ પરમાણુ હોય છે. અને બીજી સંખ્યયભાગહાનિમાં તેની પહેલી વર્ગણાથી સંખ્યાતી વર્ગણાઓ ઓળંગીને પછી જે વર્ગણા આવે છે તેમાં અર્ધ પરમાણુઓ હોય છે. તેથી જ સંખ્યાતભાગહાનિમાં જે દ્વિગુણહાનિ થાય છે તે જે