________________
બંધનકરણ
स्नेहादियुक्ता असंख्यभागोनास्ते क्रमशः । इति ईदृशान्या यान्ति अनन्तास्तु वर्गणाः क्रमशः ॥२०॥
૩૩
અર્થ—જે પરમાણુઓ બે આદિ સ્નેહાણુયુક્ત છે તે અનુક્રમે અસંખ્ય અસંખ્ય ભાગ ન્યૂન ન્યૂન છે. આ પ્રમાણે આવા પ્રકારની હાનિ વડે અનુક્રમે અનંતીવર્ગણા થાય છે.
ટીકાનુ—જે પરમાણુઓ બે સ્નેહાણુવાળા છે તે એક સ્નેહાણુવાળા પરમાણુઓની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ ન્યૂન છે. આ જ ક્રમે ત્રણ, ચાર વગેરે સ્નેહાણુવાળા પરમાણુઓની જે જે વર્ગણા છે તેમાં પરમાણુઓ પોતપોતાની અપેક્ષાએ પૂર્વ પૂર્વ વર્ગણા કરતાં અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ ન્યૂન ન્યૂન હોય છે. આ રીતે અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ ન્યૂન ન્યૂન પરમાણુવાળી અનંત વર્ગણા થાય છે. તાત્પર્ય એ છે કે બીજી વર્ગણાથી આરંભી અનંતવર્ગણાપર્યંત દરેક વર્ગણામાં પૂર્વ પૂર્વ વર્ગણા કરતાં પછી પછીની વર્ગણાઓમાં અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ ન્યૂન પરમાણુઓ હોય છે.
હવે અનન્ત વર્ગણા ગયા પછી કઈ હાનિ થાય છે તે કહે છે— संखसूणा तत्तो संखगुणूणा तओ को ।
तत्तो असंखगुणूणा अनंतगुणऊणियावि तत्तो वि ॥ २१ ॥
संख्येयांशोनास्ततः संख्येयगुणोनास्ततः क्रमशः । ततोऽसंख्यगुणोना अनन्तगुणोना अपि ततोऽपि ॥२१॥
અર્થ—ત્યારપછી સંખ્યાતમા ભાગહીન વર્ગણાઓ છે, ત્યારપછી સંખ્યાતગુણહીન, ત્યારપછી અસંખ્યાતગુણહીન, અને ત્યારપછી અનન્તગુણહીન પરમાણુવાળી વર્ગણાઓ થાય છે. ટીકાનુ—પૂર્વ પૂર્વ વર્ગણાઓની અપેક્ષાએ ઉત્તરોત્તર અનંતી વર્ગણાઓમાં અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ ન્યૂન ન્યૂન થવા બાદ પછીની અનન્તવર્ગણાઓમાં પૂર્વ પૂર્વ વર્ગણાથી ઉત્તરોત્તર વર્ગણામાં સંખ્યાતમો ભાગ ન્યૂન નમૂન પરમાણુઓ થતા જાય છે. એટલે કે અસંખ્યાતમો ભાગ ન્યૂન પરમાણુવાળી છેલ્લી વર્ગણાની અપેક્ષાએ પછીની જ વર્ગણામાં સંખ્યાતમો ભાગ ન્યૂન પરમાણુઓ હોય છે. તે કરતાં તેની પછીની વર્ગણામાં સંખ્યાતમો ભાગ ન્યૂન પરમાણુઓ હોય છે. આ પ્રમાણે અનંતવર્ગણા પર્યંત કહેવું.
ત્યારપછીની અનંતવર્ગણામાં સંખ્યાતગુણહીન પરમાણુઓ હોય છે. એટલે કે સંખ્યાતમો ભાગ ન્યૂન પરમાણુવાળી છેલ્લી વર્ગણાની અપેક્ષાએ તેની પછીની જ વર્ગણામાં સંખ્યાતગુણહીન પરમાણુઓ હોય છે. સંખ્યાતગુણહીન એટલે પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર વર્ગણામાં સંખ્યાતમો સંખ્યાતમો ભાગ માત્ર પરમાણુઓ શેષ રહે છે. તેનાથી ત્યારપછીની વર્ગણામાં સંખ્યાતગુણહીન પરમાણુઓ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ વર્ગણાની અપેક્ષાએ ઉત્તરોત્તર વર્ગણામાં સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન પરમાણુઓ અનન્તી વર્ગણા પર્યંત હોય છે.
ત્યારપછીની અનન્તી વર્ગણાઓમાં અસંખ્યેયગુણહીન પરમાણુઓ હોય છે. એટલે કે સંધ્યેયગુણહીન પરમાણુવાળી છેલ્લી વર્ગણાની અપેક્ષાએ તેની પછીની જ વર્ગણામાં
પંચ ૨-૫