________________
ઉદીરણાકરણ
૫૬૩
ચાર આયુની જઘન્ય પ્રદેશોદીરણા પોતપોતાની ભૂમિકાને અનુસરીને સુખી આત્મા કરે છે. તેમાં નારકાયુની દશ હજાર વર્ષના આયુવાળા નારકી કરે છે. કારણ કે તે જઘન્ય આયુવાળા નારકી અન્ય નારકોની અપેક્ષાએ સુખી છે. બાકીના આયુની જઘન્ય પ્રદેશોદરણા પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન તે તે આયુના ઉદયવાળા કરે છે.
જેમાં ઉપર કહેલ અર્થનો સંગ્રહ કર્યો છે એવી અન્ય બનાવેલી ગાથા કહે છે –
उक्लोसुदीरणाए सामी सुद्धो उ गुणियकम्मंसो ।
इयराअ खवियकम्मो तज्जोगुद्दीरणा किलिट्ठो ॥ એટલે કે–શુદ્ધ પરિણામવાળો ગુણિતકમ્મશ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાનો સ્વામી છે. અને ત~ાયોગ્ય ક્લિષ્ટ પરિણામવાળો ક્ષપિતકમ્મશ આત્મા જઘન્ય પ્રદેશોદીરણાનો સ્વામી છે. ૮૯
આ પ્રમાણે વઢવાણ શહેર નિવાસી શ્રાવક હીરાલાલ દેવચંદે કરેલ ઉદીરણા કરણનો અનુવાદ સમાપ્ત થયો.