________________
૫૬૨
પંચસંગ્રહ-૨ અર્થત~ાયોગ્ય ક્લિષ્ટ પરિણામવાળા ક્ષપિતકર્મેશ આત્માઓ સઘળી પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશોદીરણાના સ્વામી છે. તેમાં અવધિદ્ધિકના તàદી અને આયુના સુખી આત્માઓ સમજવા.
ટીકાન–જે જીવો જે કર્મપ્રકૃતિના ઉદીરક છે, અને તે પ્રકૃતિઓની ઉદીરણા કરનારાઓમાં અતિક્લિષ્ટ પરિણામવાળા છે, એટલે કે જે જીવો અતિક્લિષ્ટ પરિણામે જે કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે, પિતકર્મીશ તે જીવો તે પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશોદરણાના સ્વામી સમજવા. જેમ કે –
અવધિજ્ઞાનાવરણ વર્જિત ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વર્જિત ત્રણ દર્શનાવરણ, પચીસ ચારિત્ર મોહનીય, મિથ્યાત્વ, બે વેદનીય, એ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશોદીરણાના સ્વામી પર્યાપ્ત અતિક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જાણવા.
નિદ્રાપંચકની ત~ાયોગ્ય ક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત સંશી, સમ્યક્ત મોહનીયની મિથ્યાત્વ ગુણસ્થાનકે જવા તત્પર થયેલા સમ્યક્વમોહનીયના ઉદયવાળા આત્મા, મિશ્રમોહનીયની મિથ્યાત્વે જવા સન્મુખ થયેલ મિશ્રમોહના ઉદયવાળા આત્મા, જઘન્ય પ્રદેશોદીરણાના સ્વામી જાણવા.
ચાર ગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, તૈજસ સપ્તક, સંસ્થાનષદ્ધ, સંઘયણષક, વર્ણાદિવસ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, ઉદ્યોત, વિહાયોગતિદ્વિક, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભગ, સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદય, યશકીર્તિ, અપયશકીર્તિ, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, નિર્માણ અને પાંચ અંતરાય એમ નેવ્યાસી પ્રકૃતિઓની અતિક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત સંજ્ઞી, જઘન્ય પ્રદેશોદીરણાના સ્વામી સમજવા.
આહારકસપ્તકની તેના ઉદયવાળા તત્વાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી (પ્રમત્ત સંયત). આત્મા, ચાર આનુપૂર્વીની તસ્નાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી આત્મા, આતપની સર્વસંક્લિષ્ટ પર પૃથ્વીકાય, એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને સાધારણની સર્વ સંક્લિષ્ટ પરિણામ બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મનામની સૂક્ષ્મ, અપર્યાપ્ત નામની ભવ ચરમ સમયે વર્તમાન અપર્યાપ્ત મનુષ્ય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિની અનુક્રમે સર્વ સંક્લિષ્ટ પરિણામવાળા અને ભવના અંત સમયે વર્તમાન બેઈન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો જઘન્ય પ્રદેશોદીરણાના સ્વામી સમજવા.
જ્યાં સુધી આયોજિકાકરણની શરૂઆત થઈ નથી હોતી ત્યાં સુધી એટલે કે આયોજિકાકરણની શરૂઆત થતાં પહેલાં તીર્થંકરનામની જઘન્ય પ્રદેશોદરણા સયોગીકેવલી તીર્થકર ભગવંત કરે છે.
અવધિ જ્ઞાન-દર્શનાવરણની જઘન્ય પ્રદેશોદીરણા અવધિજ્ઞાન અને અવધિદર્શન વેદી એટલે કે અવધિજ્ઞાન જેને ઉત્પન્ન થયું છે તેવો અતિ ક્લિષ્ટ પરિણામી આત્મા કરે છે. કારણ કે અવધિજ્ઞાન ઉત્પન્ન કરતાં ઘણાં પુદ્ગલોનો ક્ષય થાય છે, માટે તેના અનુભવવાળો એટલે કે અવધિજ્ઞાનવાળો આત્મા અહીં ગ્રહણ કર્યો છે.