________________
૫૫૪
कक्खडगुरुणमंथे विणियट्टे णामअसुहधुवियाणं । जोगंतंमि नवहं तित्थिस्साउज्जियामि ॥७९॥
कर्कशगुर्वोर्मथि विनिवृत्ते नामाशुभध्रुवाणाम् । योग्यन्ते नवानां तीर्थस्यायोजिकादौ ॥ ७९ ॥
પંચસંગ્રહ-૨
અર્થ—કર્કશ અને ગુરુ સ્પર્શની મંથાનના સંહાર સમયે, નામકર્મની અશુભ નવ ધ્રુવોદયી પ્રકૃતિઓની સયોગીના ચરમ સમયે, અને તીર્થંકરનામકર્મની આયોજિકા કરણની પહેલાના સમયે જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે.
ટીકાનુ—સમુદ્ઘાતથી નિવર્તતાં મંથાનના સંહાર સમયે કર્કશ અને ગુરુ સ્પર્શના જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે, તથા નીલ-કૃષ્ણ વર્ણ, દુરભિગન્ધ, તિક્ત-કટુરસ, શીત, રૂક્ષ સ્પર્શ, અસ્થિર અને અશુભનામ એ નામકર્મની નવ અશુભવોદયી પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા સયોગીકેવલી ગુણસ્થાનકના ચરમ સમયે વર્તમાન આત્મા કરે છે. 'આ સઘળી પાપ પ્રકૃતિઓના મંદ રસની ઉદીરણા તીવ્ર વિશુદ્ધિમાન આત્મા કરે છે, તેરમાના ચરમ સમયે સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ હોવાથી તેના મંદરસની ઉદીરણાનો તે અધિકાર છે.
તીર્થંકરનામકર્મના મંદ અનુભાગની ઉદીરણા આયોજિકાકરણના પહેલાંના સમયે વર્તમાન આત્મા કરે છે. આયોજિકાકરણ દરેક કેવળી ભગવંતને થાય છે, અને તે કેવળી સમુદ્દાત પહેલાં જ થાય છે. કેવળીની દૃષ્ટિરૂપ મર્યાદા વડે અત્યંત પ્રંશસ્ત મન, વચન અને કાયાનો જે વ્યાપાર તે આયોજિકા કરણ કહેવાય છે. જો કે કેવળી મહારાજના યોગનો વ્યાપાર પ્રશસ્ત જ હોય છે, છતાં અહીં એવી વિશિષ્ટ યોગ પ્રવૃત્તિ થાય છે, કે જેની પછી સમુદ્ધાત અથવા યોગના નિરોધરૂપ વિશિષ્ટ ક્રિયાઓ થાય છે. આ આયોજિકાકરણની શરૂઆત જે સમયે થાય, તેની પહેલાં તીર્થંકર નામકર્મના મંદ અનુભાગની ઉદીરણા કરે છે. આયોજિકાકરણની શરૂઆતથી તેના ઘણા અનુભાગની ઉદીરણા કરે છે માટે જે સમયે આયોજિકા કરણની શરૂઆત થાય, તેની પહેલાંના સમયે તીર્થંકરનામકર્મની જઘન્ય રસોદીરણા કરે છે, એમ કહ્યું છે. ૭૯. सेसाणं वेयंतो मज्झिमपरिणामपरिणओ कुणइ । पच्चयसुभासुभाविय चिंतिय णेओ विवागी य ॥८०॥
शेषाणां वेदयन् मध्यमपरिणामपरिणतः करोति । प्रत्ययशुभाशुभा अपि च चिन्तयित्वा ज्ञेयो विपाकी च ॥८०॥
અર્થ—શેષ પ્રકૃતિઓના મંદ અનુભાગની ઉદીરણા તે તે પ્રકૃતિને વેદતો મધ્યમ પરિણામ પરિમત આત્મા કરે છે. આ પ્રમાણે પ્રત્યય, શુભાશુભપણું આદિનો વિચાર કરી જઘન્ય-ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી જાણવો—સમજવો.
ટીકાનુ—શેષ સાત-અસાતવેદનીય, ચાર ગતિ, પાંચ જાતિ. ચાર. આનુપૂર્વી, ઉચ્છ્વાસ, બે વિહાયોગતિ, ત્રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત. સુભગ, દુર્ભાગ,