________________
ઉદીરણાકરણ
૫૫૩
હોય છે, માટે ઉપરોક્ત અશુભ સંઘયણની જઘન્ય રસોદીરણાના સ્વામી તરીકે મનુષ્ય કહ્યા છે. ૭૬
हुंडोवघायसाहारणाण सुहुमो सुदीह पज्जत्तो । परघाए लहुपज्जो आयावुज्जोय तज्जोगो ॥७७॥ हुण्डोपघातसाधारणानां सूक्ष्मः सुदीर्घः पर्याप्तः ।
पराघातस्य लघुपर्याप्तः आतपोद्योतयोः तद्योग्यः ॥७७॥ અર્થ–હુંડકસંસ્થાન, ઉપઘાત અને સાધારણ નામની જઘન્ય રસોદીરણાનો સ્વામી દીર્ઘ સ્થિતિવાળો પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય છે. પરાઘાતની જઘન્ય રસોદીરણાનો સ્વામી શીધ્ર પર્યાપ્ત છે. અને આતપ-ઉદ્યોતની જઘન્ય રસોદીરણાનો સ્વામી તદ્ યોગ્ય પૃથ્વીકાય છે.
ટીકાનુ—દીર્ઘ આયુવાળો (પોતાને યોગ્ય) અતિ વિશુદ્ધ પરિણામી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય આત્મા હુડકસંસ્થાન, ઉપઘાત અને સાધારણ નામના જઘન્ય અનુભાગની ઉદીરણાનો સ્વામી છે. તથા શીઘ્ર પર્યાપ્ત થયેલ અતિક્લિષ્ટ પરિણામી પોતાની પર્યાપ્તાવસ્થાના ચરમ સમયે વર્તમાન તેજ સૂક્ષ્મ એકેન્દ્રિય આત્મા પરાઘાત નામની જઘન્ય રસોદીરણા કરે છે. આતપઉદ્યોતના જઘન્યરસની ઉદીરણા તેના ઉદયને યોગ્ય-તેનો ઉદય જેને હોઈ શકે તેવા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તપણાના પ્રથમ સમયે વર્તમાન ક્લિષ્ટ પરિણામી પૃથ્વીકાયજીવ કરે છે. જો કે ઉદ્યોતનો ઉદય પૃથ્વીકાય સિવાય અન્ય જીવોને પણ હોય છે, પરંતુ તેના જઘન્ય રસની ઉદીરણા પૃથ્વીકાયને જ હોય છે. ૭૭.
छेवट्ठस्स बिइंदी बारसवासाउ मउयलहुयाणं ।
... सण्णि विसुद्धाणाहारगो य पत्तेयमुरलसमं ॥७८॥ " સેવા0 રન્ટિયો કાતરાવર્ષાયુ મૃદુતો.
संज्ञी विशुद्धो अनाहारकश्च प्रत्येकमुरलसमम् ॥७८॥ અર્થ–બાર વર્ષના આયુવાળો બેઈન્દ્રિય સેવાર્તા અને વિશુદ્ધ પરિણામી અણાહારી સંજ્ઞી મૂદુ-લઘુના જઘન્ય અનુભાગની ઉદીરણાનો સ્વામી છે, પ્રત્યેક ઔદારિકની જેમ સમજવું.
ટીકાનુ—બાર વર્ષના આયુવાળો, બારમે વર્ષે વર્તમાન બેઈન્દ્રિય આત્મા સેવાર્ત સંઘયણના જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે. પોતાની ભૂમિકાને અનુસરીને અતિવિશુદ્ધ પરિણામવાળો અર્થાતુ પોતાને જેટલી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોઈ શકે તેવી વિશુદ્ધિમાં વર્તમાન અણાહારી સંજ્ઞી પંચેન્દ્રિય આત્મા મૂદુ લઘુ સ્પર્શના જઘન્ય અનુભાગની ઉદીરણા કરે છે. તથા પ્રત્યેકનામના જઘન્ય રસની ઉદીરણા ઔદારિકનામની જેમ સમજવી. જે ઔદારિક શરીરનામના જઘન્ય રસની ઉદીરણા ઉદયના પ્રથમ સમયે વર્તમાન સૂક્ષ્મ એકેન્દ્રિય કરે છે, તેમ પ્રત્યેકનામના જઘન્ય રસની ઉદીરણા પણ તે જ ઉદયના પ્રથમ સમયે વર્તમાન સૂક્ષ્મ એકેન્દ્રિય કરે છે. ૭૮.
પંચ૦૨-૭૦