________________
ઉદીરણાકરણ
૫૪૩
અર્થ—જે આત્મા પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે તેને સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. તથા પર્યાપ્ત સહસ્રારદેવને હાસ્ય-રતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે.
ટીકાનુ—પછીના સમયે જ મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર સર્વ સંક્લિષ્ટ પરિણામી સમ્યક્ત્વમોહનીયના ઉદયવાળાને સમ્યક્ત્વમોહનીયના અને મિશ્રમોહનીયના ઉદયવાળાને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. (મિથ્યાત્વે જનાર આત્મા તીવ્ર સંક્લેશવાળો હોય છે, એટલે સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા જે પછીના સમયે મિથ્યાત્વે જાય તે સમયે સંભવે છે) તથા સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત સહસ્રાર દેવને હાસ્ય-રતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. ૬૧
गइहुंडुवघायाणिट्टखगतिदुसराइणीयगोयाणं ।
नरइओ जेट्ठट्ठइ मणुआ अंते अपज्जस्स ॥ ६२ ॥
गतिहुण्डोंपघातानिष्टखगतिदुः खरादिनीचैर्गोत्राणाम् । नैरयिकः ज्येष्ठस्थितिकः मनुजा अन्ते अपर्याप्तस्य ॥ ६२ ॥
અર્થ—નરકગતિ, હુંડકસંસ્થાન, ઉપઘાત, અનિષ્ટખગતિ, દુઃસ્વરાદિ અને નીચ ગોત્રના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા ઉત્કૃષ્ટસ્થિતિવાળો નારકી કરે છે. અપર્યાપ્ત નામના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અંતે મનુષ્ય કરે છે.
ટીકાનુ—નરકગતિ, હુંડકસંસ્થાન, ઉપઘાતનામ, અપ્રશસ્ત વિહાયોગતિ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અપયશકીર્દિનામ અને નીચ ગોત્ર એ નવ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા ઉત્કૃષ્ટ આયુવાળો સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો, અતિસંક્લિષ્ટ પરિણામી નારકી કરે છે.
આ સઘળી પાપપ્રકૃતિઓ છે, એટલે એના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાને યોગ્ય અતિ સંક્લિષ્ટ પરિણામી સાતમી નારકીનો આત્મા જ સંભવે છે. કેમ કે તેને એવો તીવ્ર સંક્લેશ સંભવે છે કે જેને લઈ ઉપરોક્ત પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય.
અપર્યાપ્તનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી અપર્યાપ્તાવસ્થાના ચરમસમયે વર્તમાન અપર્યાપ્ત મનુષ્ય છે. ૬૨
૧. અહીં હાસ્ય-રતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી પર્યાપ્ત સહસ્રારદેવ કહ્યો છે. આગળ ત્રેસઠમી ગાથામાં કર્કશાદિ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાનો સ્વામી આઠ વરસની ઉંમરવાળો અને આઠમે વર્ષે વર્તમાન પંચેન્દ્રિય તિર્યંચ કહ્યો છે, સહસ્રાદેવ અને આઠ વરસની જ ઉંમરવાળો પંચેન્દ્રિય તિર્યંચ, વળી આઠમે વર્ષે વર્તમાન જીવ જ યોગ્ય ગણ્યો, એનું કારણ કેવળજ્ઞાની મહારાજે આવા જ જીવને ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કરનાર જોયો, એટલે જ તે કહ્યો એમ સમજવું. ક્યારે અને કયા જીવને પ્રકર્ષ પ્રાપ્ત રસ હોય તે જ્ઞાની વિના કોણ કહી શકે ? અમુક જ જીવને અમુક કાળે પ્રકર્ષ પ્રાપ્ત રસ સંભવે છે, એટલે જેને જ્યારે અને જેવા સંયોગોમાં સંભવે તે અહીં કહ્યું છે.