________________
પંચસંગ્રહ-૨
૫૪૨
માટે મધ્યમ પરિણામવાળાનું ગ્રહણ કર્યું છે. અહીં અપર્યાપ્તાવસ્થામાં પણ તીવ્ર નિદ્રાનો ઉદય નહિ હોવાથી પર્યાપ્તાવસ્થા ગ્રહણ કરી છે.
તથા નપુંસકવેદ, અતિ, શોક, ભય અને જુગુપ્સા એમ પાંચ નોકષાય અને અસાત વેદનીયના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણાને સ્વામી ઉત્કૃષ્ટ આયુવાળો અને સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત નારકી જાણવો. ૫૯
पंचेंदियतसबायरपज्जत्तगसायसुस्सरगईणं । वेव्वस्सासस्स य देवो जेट्ठट्ठति समत्तो ॥ ६०॥
पञ्चेन्द्रियत्रसबादरपर्याप्तकसातसुस्वरगतीनाम् ।
वैक्रियोच्छ्वासयोश्च देवो ज्येष्ठस्थितिकः समाप्तः ॥ ६० ॥
અર્થ—પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સાતવેદનીય, સુસ્વર; દેવગતિ, વૈક્રિયસપ્તક અને ઉચ્છ્વાસ નામકર્મની ઉત્કૃષ્ટ અનુભાગોદીરણાનો સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત દેવ છે.
ટીકાનુ—પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્તનામ, સાતવેદનીય, સુસ્વરનામ, દેવગતિ, વૈક્રિયસપ્તક અને ઉચ્છ્વાસનામ એ પંદર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત, ઉત્કૃષ્ટ સ્થિતિવાળો—તેત્રીસ સાગરોપમના આયુવાળો અને સર્વવિશુદ્ધ પરિણામી દેવ કરે છે. (આ સઘળી પુન્ય પ્રકૃતિઓ છે એટલે તેના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા પુન્યના તીવ્ર પ્રકર્ષવાળા અનુત્તરવાસી દેવો કરે છે). ૬૦
सम्मत्तमीसगाणं से काले गहिहिइत्ति मिच्छत्तं । हारईणं पज्जत्तगस्स सहसारदेवस्स ॥ ६१ ॥
सम्यक्त्वमिश्रयोः यस्मिन् काले ग्रहीष्यति मिथ्यात्वंम् । हास्यरत्योः पर्याप्तकस्य सहस्त्रारदेवस्य ॥ ६१ ॥
અહીં એક શંકા થાય છે કે—àઇન્દ્રિયોને અપર્યાપ્તાથી પર્યાપ્તાવસ્થામાં યોગ વધારે હોય છે, તો પર્યાપ્તાને ઉત્કૃષ્ટ ઉદીરણા કેમ ન કહી ? આનું ખાસ કારણ સમજાતું નથી. અહીં કારણો બુદ્ધિમાં આવ્યાં તેવાં જણાવ્યાં છે. બાકી તત્ત્વ કેવલી ગમ્ય છે. ઉપાધ્યાયજી મહારાજે કર્મપ્રકૃતિમાં આ જ પ્રસંગે આ પ્રમાણે જણાવ્યું છે. ‘વાનાન્તરાયાવિતત—પર્ષય ચક્ષુર્દશનાવરતત—િપ્રતિવન્યસ્ય = પરમાષ્ઠાયા: પ્રતિનિયતસમયે વ સંમવાત્તવુપાવાનમ્' દાનાન્તરાય આદિ કર્મથી થયેલ દાનાદિ લબ્ધિનો અપકર્ષ (હાનિ) અને ચક્ષુદર્શનાવરણ કર્મથી થયેલ ચક્ષુદર્શનાદિના પ્રતિબન્ધની તીવ્રતા અમુક સમયે જ હોવાથી તેનું ગ્રહણ કરેલું છે.
૧. ઉત્કૃષ્ટ આયુવાળા સાતમી નારકીના પર્યાપ્ત નારકીને ઉપરોક્ત પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા સંભવે છે. કેમ કે અત્યંત પાપ કરી સાતમી નારકીમાં ગયેલા હોય છે. વળી અપર્યાપ્તાથી પર્યાપ્તાવસ્થામાં યોગ વધારે હોય એટલે પર્યાપ્ત ગ્રહણ કર્યો હોય તેમ લાગે છે.
૨. ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ આદિ ભંગ કહેવાના પ્રસંગે સાતવેદનીયના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સર્વાર્થસિદ્ધમહાવિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમસમયે કહી છે, અને આ ગાથામાં પર્યાપ્તાવસ્થામાં કહી છે. તત્ત્વ કેવલીગમ્ય.