________________
૨૮
પંચસંગ્રહ-૨
ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્યવર્ગણાથી એક અધિક પરમાણુના સ્કંધરૂપ જઘન્ય સૂક્ષ્મનિગોદ વર્ગણા થાય છે. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી વર્ગણા, એમ એક એક વધારતાં ઉત્કૃષ્ટવર્ગણા પર્યત કહેવું. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ છે. જઘન્યવર્ગણામાં જેટલા પરમાણુઓ હોય તેને આવલિકાના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સમયો વડે ગુણતાં જેટલા થાય તેટલા પરમાણુઓ ઉત્કૃષ્ટ સૂક્ષ્મનિગોદવર્ગણામાં હોય છે. આ વર્ગણાનું સ્વરૂપ સામાન્યતઃ બાદરનિગોદવર્ગણાની જેમ સમજવું. અહીં જઘન્યવર્ગણાથી ઉત્કૃષ્ટવર્ગણામાં ગુણકસંખ્યા આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયો કહી છે. કારણ સૂક્ષ્મનિગોદ જીવોના જઘન્ય યોગસ્થાનકથી ઉત્કૃષ્ટ યોગસ્થાનક આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય વડે ગુણતાં જે થાય તેટલું જ હોય છે, વધારે હોતું નથી. કર્મપ્રદેશોનું ગ્રહણ યોગાધીન છે અને તેને આધીન સૂક્ષ્મનિગોદવર્ગણા છે, તેથી જ જઘન્યથી ઉત્કૃષ્ટવર્ગણામાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયો વડે ગુણતાં જે સંખ્યા થાય તેટલા જ પરમાણુઓ હોય છે.
સૂક્ષ્મનિગોદ ઉત્કૃષ્ટવર્ગણાથી એક અધિક પરમાણુના કંધરૂપ ચોથી જઘન્ય ધ્રુવશૂન્યવર્ગણા છે. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી ધ્રુવશૂન્યવર્ગણા થાય છે. એમ એક એક વધારતાં ત્યાં સુધી કહેવું યાવતું ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્યવર્ગણા થાય. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ છે. જઘન્યવર્ગણામાં જે સંખ્યા હોય તેને પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતી સૂચિશ્રેણિના આકાશપ્રદેશો વડે ગુણતાં જે સંખ્યા થાય તેટલા ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્યવર્ગણામાં હોય છે. ધ્રુવશૂન્યવર્ગણા એટલે જે વર્ગણાઓ આ જગતમાં કોઈ કાળે હોય જ નહિ. માત્ર ઉપરની વર્ગણાઓનું બાહુલ્ય બતાવવા માટે જ કહેવામાં આવી હોય. આ હકીકત પહેલાં કહી છે.
ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્યવર્ગણાથી એક અધિક પરમાણુવાળી જઘન્ય અચિત્ત મહાંસ્કંધવર્ગણા થાય છે. બે અધિક પરમાણુવાળી બીજી મહારૂંધવર્ગણા, એમ એક એક વધારતાં ઉત્કૃષ્ટ મહાત્કંધવર્ગણા પર્યત કહેવું. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણી છે. જઘન્ય મહાત્કંધવર્ગણામાં જેટલા પરમાણુઓ રહ્યા છે તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયોથી ગુણતાં જે સંખ્યા થાય તેટલા પરમાણુઓ ઉત્કૃષ્ટ અચિત્તમહાત્કંધ વર્ગણામાં હોય છે.
પ્રશ્ન–મહાત્કંધવર્ગણા એટલે શું ?
ઉત્તર–જે વર્ગણાઓ વિશ્રસાપરિણામે ટંક, શિખર અને પર્વતાદિ મોટા મોટા સ્કંધોને અવલંબીને રહેલી છે, તે મહાત્કંધવણા કહેવાય છે. આ મહાત્કંધવર્ગણાઓ જ્યારે જ્યારે ત્રસજીવોની સંખ્યા વધારે હોય ત્યારે ત્યારે અલ્પ હોય છે અને જ્યારે ત્રસજીવોની સંખ્યા અલ્પ હોય ત્યારે વધારે હોય છે. કારણ વસ્તુસ્વભાવ જ છે. જયારે ત્રસજીવો ઘણા હોય છે ત્યારે પ્રહણયોગ્ય વર્ગણાઓનું ગ્રહણ વધારે પ્રમાણમાં થાય ત્યારે આવી અગ્રહણયોગ્ય વર્ગણા થાડી હોય. ત્રસજીવ ઓછા હોય ત્યારે ગ્રહણ યોગ્ય વર્ગણાઓનું ગ્રહણ અલ્પ થાય ત્યારે સ્વાભાવિક રીતે આવા સ્કંધોનો પરિણામ વધારે થાય. શતકચૂર્ણિમાં કહ્યું છે કે— વિશ્રા પરિણામે ટંક, કૂટ અને પર્વતાદિ સ્થાનોને અવલંબીને જે વર્ગણાઓ રહી છે તે મહાત્કંધવર્ગણા કહેવાય છે.” ૧. જે કાળે ત્રસકાયનો રાશિ વધારે પ્રમાણમાં હોય છે તે કાળે અચિત્ત મહાકુંધવર્ગણાઓ થોડી હોય છે. ૨. જે કાળ ત્રસકાયરાશિ અલ્પપ્રમાણમાં હોય છે તે કાળે મહારૂંધવર્ગણાઓ વધારે હોય છે. ૩