________________
૨૭
બંધનકરણ
પ્રમાણમાં ગ્રહણ થાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરીવર્ગણા પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે જધન્યયોગ હોય ત્યારે જઘન્ય પ્રત્યેક વર્ગણાઓ પ્રાપ્ત થાય છે. અને જેમ જેમ યોગ વધતો જાય છે તેમ તેમ વધારે વધારે પ્રત્યેક શરીરીવર્ગણાઓ પ્રાપ્ત થતી જાય છે. અને જ્યારે ઉત્કૃષ્ટ યોગ હોય છે ત્યારે વધારેમાં વધારે પરમાણુવાળી વર્ગણાઓ પ્રાપ્ત થાય છે. આ રીતે યોગની સાથે સંબંધ હોવાથી અને યોગ જઘન્યથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગે ગુણતાં જેટલો થાય તેટલો જ હોવાથી પ્રત્યેક શરીરીવર્ગણામાં પણ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગે ગુણવાનું કહ્યું છે.
પ્રત્યેક શરીરી ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પરમાણુવાળી બીજી જઘન્ય ધ્રુવશૂન્યવર્ગણા થાય છે, બે અધિક પરમાણુવાળી બીજી ધ્રુવશૂન્યવર્ગણા, એમ એક એક વધારતાં ત્યાં સુધી કહેવું કે યાવત્ તેની ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા અસંખ્યાતગુણી છે. જઘન્ય વર્ગણામાં જે સંખ્યા હોય તેને અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ પ્રદેશો વડે ગુણતાં જે સંખ્યા થાય તેટલા ઉત્કૃષ્ટ વર્ગણામાં હોય છે. આ બીજી ધ્રુવશૂન્યવર્ગણા થઈ. અહીં પણ ધ્રુવશૂન્યવર્ગણાનો અર્થ પહેલી ધ્રુવશૂન્ય વર્ગણા પ્રમાણે સમજી લેવો.
બીજી ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્યવર્ગણાથી એક અધિક પરમાણુવાળી જઘન્ય બાદરનિગોદ વર્ગણા થાય છે. બે અધિક પરમાણુવાળી બીજી વર્ગણા થાય છે. આ પ્રમાણે એક એક પરમાણુ અધિક કરતાં ત્યાં સુધી કહેવું કે ઉત્કૃષ્ટ બાદરનિગોદવર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ છે. અહીં પણ ગુણકરાશિ ક્ષેત્રપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ છે. સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ ગુણનારી સંખ્યા શા માટે છે ? તે સઘળો વિચાર પ્રત્યેક શરી૨ી વર્ગણા પ્રમાણે સમજી લેવો.
પ્રશ્નબાદરનિગોદવર્ગણા એટલે શું ?
ઉત્તર—સાધારણ નામકર્મના ઉદયવાળા બાદર એકેન્દ્રિય જીવોને સત્તામાં રહેલ ઔદારિક, તૈજસ અને કાર્યણનામકર્મના પુદ્ગલ પરમાણુઓને વિશ્વસા પરિણામ વડે અવલંબીને સર્વજીવ કરતાં અનંતગુણ પરમાણુવાળી જે વર્ગણાઓ રહી છે, તે બાદરનિગોદવર્ગણા કહેવાય છે. જો કે પંચેન્દ્રિયમાંથી બાંધીને ગયેલા કેટલાક બાદરનિગોદિયા જીવોને કેટલોક કાળ વૈક્રિય અને આહારકશરીર નામકર્મની પણ સત્તા હોય છે પરંતુ ત્યાં ગયા પછી પ્રથમ સમયથી ઉવેલાતા હોવાથી અત્યંત અસાર છે માટે તેની વિવક્ષા કરી નથી.
ઉત્કૃષ્ટ બાદરનિગોદ વર્ગણાથી એક અધિક પરમાણુવાળી ત્રીજી જઘન્ય ધ્રુવશૂન્યવર્ગણા, બે અધિક પરમાણુવાળી બીજી શૂન્યવર્ગણા, આ પ્રમાણે એક એક અધિક કરતાં ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ શૂન્યવર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ છે. જધન્યવર્ગણામાં જે સંખ્યા છે તેને અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેના આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયો છે તેટલા વર્ગમૂળ કરવા, તેમાંના છેલ્લા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલા . આકાશપ્રદેશો હોય તે વડે ગુણાકાર કરવો અને જેટલા પરમાણુઓ થાય તેટલા પરમાણુઓ ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્યવર્ગણામાં હોય છે.