________________
ઉદીરણાકરણ
૫૧૩
તથા જ્ઞાનાવરણ પંચક, અંતરાય પંચક, દર્શનાવરણ ચતુષ્ક, તૈજસસપ્તક, વર્ણાદિ વીસ, નિર્માણ, અસ્થિર, અશુભ, અગુરુલઘુ, મિથ્યાત્વ, સોળ, કષાય, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ, વૈક્રિયસપ્તક, પંચેન્દ્રિયજાતિ, કુંડકસંસ્થાન, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, અસાતાવેદનીય, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, અને નીચ ગોત્રરૂપ છ્યાસી ઉદય બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
તે આ રીતે—ઉપરોક્ત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિની ઉદીરણા કરે છે, માટે ઉદય બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય કહી છે.
ઉપરોક્ત પ્રકૃતિઓની ઉદીરણા, યોગ્યસ્થિતિ કહીને હવે અદ્ધાચ્છેદ કહે છે. જેટલી સ્થિતિની ઉદીરણા ન થાય તેટલી ઉદીરણાને અયોગ્ય સ્થિતિ અદ્ધાચ્છેદ કહેવાય છે. તેમાં સમ્યક્ત્વમોહનીયનો અંતર્મુહૂર્ત, મિશ્રમોહનીયનો બે અંતર્મુહૂર્ત અને ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો બે આવલિકા અહ્વાચ્છેદ છે. તે તે પ્રકૃતિના ઉદયવાળા તેટલી તેટલી સ્થિતિની ઉદીરણાના સ્વામી છે. ૨૯
मणुयाणुपुव्विआहारदेवदुगसुहुमवियलतिअगाणं । आयावस्स य परिवडणमंतमुहुहीणमुक्कोसा ॥३०॥ मनुजानुपूर्व्याहारकदेवद्विकसूक्ष्मविकलत्रिकाणाम् ।
आतपस्य च प्रतिपतनेऽन्तर्मुहूर्तेन हीनोत्कृष्टा ॥३०॥
અર્થ—મનુષ્યાનુપૂર્વી, આહારક, સપ્તક, દેવદ્વિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, અને આતપની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરી પડે ત્યારે તે પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે.
ટીકાનુ—મનુષ્યાનુપૂર્વી, આહારકસપ્તક, દેવગતિ-દેવાનુપૂર્વીરૂપ દેવદ્વિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણરૂપ સૂક્ષ્મત્રિક, બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિરૂપ વિકલત્રિક, તથા આતપનામ એ સત્તર પ્રકૃતિઓની જે ઉત્કૃષ્ટસ્થિતિ છે તે બાંધી, તે બંધથી પડે ત્યારે અર્થાત્ તેનો બંધ કરી રહ્યા બાદ અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે. એનો વિશેષ વિચાર આ પ્રમાણે—
કોઈ એક આત્મા તથાપ્રકારના પરિણામ વિશેષે નરકાનુપૂર્વીની વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ બાંધીને ત્યારબાદ શુભપરિણામ વિશેષે મનુષ્યાનુપૂર્વીની પંદર
૧. જે પ્રકૃતિઓનો ઉદય હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય તે ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓ
કહેવાય છે.
૨. ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા થાય છે, એટલે ઉદયાવલિકા પણ અદ્ધાચ્છેદમાં જ ગણાય છે. એટલે અંતર્મુહૂર્ત ઉપર ઉદયાવલિકા અહ્વાચ્છેદ કહેવો જોઈએ, પરંતુ અહીં ઉદયાવલિકાને અંતર્મુહૂર્તમાં જ સમાવી હોવાથી જુદી કહી નથી.
પંચ૰૨-૬૫