________________
૫૧૨
,
પંચસંગ્રહ-૨
अंतर्मुहूर्तेन हीना सम्यक्त्वे मिश्रे द्वाभ्यां मिथ्यात्वस्य ।
आवलिद्विकेन हीना बंधोत्कृष्टानां परमस्थितिः ॥२९॥ અર્થ સમ્યક્તની ઉદીરણા યોગ્ય સ્થિતિ મિથ્યાત્વની અંતર્મુહૂર્ત હીન સિત્તેર કોડાકોડી સાગર પ્રમાણ છે, અને મિશ્રની બે અંતર્મુહૂર્ત વડે હીન છે. તથા બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય છે.
ટીકાનુ–મિથ્યાત્વની અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ સમ્યક્વમોહનીયમાં સંક્રમે છે, સંક્રમેલી ઉદયાવલિકા ઉપરની તે સ્થિતિને તેના ઉદયવાળો ક્ષયોપશમ સમ્યક્તી આત્મા ઉદીરે છે. એટલે કુલ અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ સમ્યક્તની સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે તથા મિથ્યાત્વની અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગર પ્રમાણ સ્થિતિ ચતુર્થ ગુણસ્થાનકે મિશ્રમોહનીયમાં સંક્રમે છે. ત્યાં અંતર્મુહૂર્ત રહી ત્રીજે ગુણસ્થાનકે જાય તો તે મિશ્રગુણસ્થાનવર્તી આત્મા ઉદયાવલિકા ઉપરની બે અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગર પ્રમાણ ઉદીરે છે, એટલે તેને કુલ બે અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગર પ્રમાણ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
ઉપરોક્ત હકીકતનો વિશેષ વિચાર આ પ્રમાણે છે–કોઈ મિથ્યાદૃષ્ટિ આત્મા તીવ્ર સંક્લિષ્ટ પરિણામને યોગે મિથ્યાત્વમોહનીયની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધે, બાંધીને અંતર્મુહૂર્ત કાળ પર્યત મિથ્યાત્વે જ રહી (ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ કરી અંતર્મુહૂર્ત અવશ્ય મિથ્યાત્વે જ રહે છે.) સમ્યક્ત પ્રાપ્ત કરે, તે સમ્યક્તી આત્મા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી પ્રમાણ મિથ્યાત્વની સઘળી સ્થિતિને સમ્યક્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં સંક્રમાવે છે. અંતર્મુહૂર્ત ન્યૂન સમ્યક્વમોહનીયની તે ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદીરણા યોગ્ય થાય છે. સંક્રમાવલિકા વ્યતીત થવા છતાં તે સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન જ કહેવાય છે. (માત્ર સંક્રમાવલિકા અંતર્મુહૂર્તમાં મળી જવાથી તે અંતર્મુહૂર્ત મોટું થાય છે.) માટે સમ્યક્વમોહનીયની મોટા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય કહી છે.
તથા કોઈ એક આત્મા સમ્યક્ત ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત રહી મિશ્ર ગુણસ્થાન પ્રાપ્ત કરે, ત્યાં મિશ્રમોહનીયનો અનુભવ કરતા (ઉદયાવલિકા ઉપરની) મિશ્રમોહનીયની બે અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે. (અહીં દરેક સ્થળે ઉદયાવલિકા ઉપરની સ્થિતિની જ ઉદીરણા કરે છે. પરંતુ ઉદયાવલિકા અંતર્મુહૂર્તમાં મેળવી દીધેલી હોવાથી અંતર્મુહૂર્ત ન્યૂન કહેલ છે. માત્ર અંતર્મુહૂર્ત તેટલું મોટું લેવાનું છે.)
૧. કરણ કર્યા વિના જે જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે છે તેને આ હકીકત સંભવે છે. જે યથાપ્રવૃત્યાદિ કરણ કરીને ચડે છે. તેને તો અંતકોડાકોડી સાગરની જ સત્તા રહે છે.
૨. જેમ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરી અંતર્મુહર્ત મિથ્યાત્વે રહી પછી સમ્યક્ત પ્રાપ્ત કરે છે, તેમ સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત સમ્યક્ત ગુણસ્થાનકે રહી પછી જ મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. દર્શન મોહનીય ત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા પંચમાદિ ગુણસ્થાનકે હોતી નથી.