________________
ઉદીરણાકરણ
૫૦૭
• મુવ7ોજિસ્થાનં શેવાળ નાન વન્ને નિ
गोत्रस्य च शेषयोरुदीरणा यावत्प्रमत्तमिति ॥२४॥ અર્થ-અયોગીનાં પ્રકૃતિસ્થાનો છોડી નામ અને ગોત્રકર્મનાં શેષ પ્રકૃતિસ્થાનો ઉદયની જેમ જાણવાં તથા શેષ-વેદનીય અને આયુની ઉદીરણા પ્રમત્તપર્યત થાય છે એમ સમજવું.
ટીકાનુ–અયોગી ગુણસ્થાન સંબંધી આઠ પ્રકૃતિના ઉદયરૂપ અને નવ પ્રકૃતિના ઉદયરૂપ એ બે પ્રકૃતિસ્થાન છોડી શેષ વીસ, એકવીસ આદિ નામકર્મનાં પ્રકૃતિસ્થાનો ઉદીરણાધિકારમાં ઉદયની જેમ જ જાણવાં, જેમ તે સઘળાં ઉદયમાં છે તેમ ઉદીરણામાં પણ છે, એમ સમજવું.
અયોગી સંબંધી આઠ અને નવના ઉદયને છોડવાનું કારણ ઉદીરણા યોગ નિમિત્તે થતી હોવાથી અને અયોગી કેવલી ભગવાન યોગનો અભાવ હોવાથી કોઈ પણ કર્મની ઉદીરણા કરતા નથી. અન્યત્ર કહ્યું છે કે “અયોગી ગુણસ્થાને વર્તમાન આત્મા કોઈ પણ કર્મને ઉદીરતા નથી.” માટે આઠ પ્રકૃતિરૂપ અને નવ પ્રકૃતિરૂપ પ્રકૃતિસ્થાન અયોગીકેવલીને ઉદયમાં હોય છે, પરંતુ ઉદીરણામાં હોતું નથી.
બાકીનાં વીસ, એકવીસ આદિ પ્રકૃતિસ્થાનો ઉદયની જેમ ઉદીરણામાં પણ સામાન્ય રીતે સપ્રભેદ જાણવા.
- ગોત્રના સંબંધમાં જ્યાં જ્યાં ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્રનો ઉદય નથી હોતો તેને છોડી શેષ ઉદય ઉદીરણા સહિત જાણવો. એટલે કે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્રનો ઉદય હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે ઉદીરણા પણ સાથે જ સમજવી. માત્ર ચૌદમે ગુણસ્થાનકે યોગ નહિ હોવાથી ઉચ્ચ ગોત્રનો ઉદય હોય છતાં ઉદીરણાહીન હોય એમ સમજવું.
- સાત-સાતવેદનીય અને મનુષ્યાયુની પ્રમત્તસંયત ગુણસ્થાન પર્યંત ઉદીરણા જાણવી, આગળના અપ્રમત્તાદિ ગુણસ્થાનકે નહિ. કેમ કે તેઓ અતિવિશુદ્ધ પરિણામવાળા છે. વેદનીય અને આયુની ઉદીરણા ઘોલના પરિણામે થાય છે, અને તેના પરિણામ છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે.
ઇતિ શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી શેષ ત્રણ આયુની અને મનુષ્યાયુની પણ છેલ્લી આવલિકામાં ઉદીરણા થતી નથી, કેવળ ઉદય જ પ્રવર્તે છે.' ૨૪.
આ રીતે પ્રકૃતિ ઉદીરણા કહી. હવે ક્રમ પ્રાપ્ત સ્થિતિ-ઉદીરણા કહેવાનો પ્રસંગ છે. તેમાં પાંચ અર્થાધિકારો-વિષયો છે. અને તે આ–લક્ષણ, ભેદ, સાદ્યાદિ પ્રરૂપણા, અદ્ધાછેદ, અને સ્વામિત્વ. તેમાંથી લક્ષણ અને ભેદનું પ્રતિપાદન કરવા માટે નીચેનું સૂત્ર કહે છે.
पत्तोदयाए इयरा सह वेयइ ठिड्उदीरणा एसा ।
बेआवलिया हीणा जावक्कोसत्ति पाउग्गा ॥२५॥ - ૧. કર્મપ્રકૃતિ ઉદીરણા કરણ ગા. ૨૨થી ૨૮મી સુધીમાં વિસ્તારપૂર્વક ઉદીરણાનાં સ્થાનકો કહ્યાં છે.