________________
૫૦૬
પંચસંગ્રહ-૨
हासाईछक्कस्स उ जाव अपुव्वो उदीरगा सव्वे । उदओ उदीरणा इव ओघेणं होइ नायव्वो ॥२२॥ हास्यादिषट्कंस्य तु यावदपूर्वमुदीरकाः सर्वे ।।
उदय उदीरणा इव ओघेन भवति ज्ञातव्यः ॥२२॥ અર્થ—અપૂર્વકરણ સુધીના સઘળા હાસ્યાદિ ષટ્રકના ઉદીરક હોય છે, સામાન્ય રીતે જેમ ઉદીરણા કહી, તેમ ઉદય જાણવા યોગ્ય છે.
ટીકાનુ-હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા રૂપ હાસ્યષકના ઉદીરક અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીમાં વર્તમાન સઘળા આત્માઓ જાણવા.
જેમ વિસ્તારપૂર્વક પ્રકૃતિ ઉદીરણાનું સ્વરૂપ કહ્યું તેમ સામાન્યતઃ ઉદયનું સ્વરૂપ પણ સમજવું, કેમ કે પ્રાયઃ ઉદય અને ઉદીરણા સાથે જ પ્રવર્તે છે. માત્ર એકતાળીસ પ્રકૃતિમાં જ ઉદીરણાથી ઉદય વધારે કાળ હોય છે, એમ જણાવવા અહીં પ્રાયઃ પદ મૂકેલ છે, કેમ કે તે સિવાયની પ્રકૃતિઓમાં તો ઉદય અને ઉદીરણા સાથે જ પ્રવર્તે છે. તે એકતાળીસ પ્રવૃતિઓના નામ અને કેટલો કાળ ઉદય વધારે હોય તે પાંચમું દ્વાર ઉદયવિધિ ગાથા ૯૮-૧૦૦માં કહી ગયેલ છે, ત્યાંથી જોઈ લેવું ૨૨.
पगइट्ठाणविगप्पा जे सामी होति उदयमासज्ज । तेच्चिय उदीरणाए नायव्वा घातिकम्माणं ॥२३॥ प्रकृतिस्थानविकल्पा ये स्वामिनो भवन्ति उदयमासाद्य ।
ते एव उदीरणायां ज्ञातव्या घातिकर्मणाम् ॥२३॥
અર્થ–ઘાતિકર્મના ઉદય આશ્રયી જે પ્રકૃતિસ્થાનો, તેના વિકલ્પો અને સ્વામી કહ્યા છે તે જ ઉદીરણામાં પણ જાણવા.
ટીકાનુ–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ઘાતિકર્મનો ઉદય આશ્રયી જે જે પ્રકૃતિસ્થાનો કહ્યાં છે, તે તે પ્રકૃતિસ્થાનોના જે જે ભેદો કહ્યા છે અને તે તે ભેદના મિથ્યાષ્ટિ આદિ જે સ્વામી કહ્યા છે તે સઘળા અન્યૂનાતિરિક્ત ઉદીરણાના વિષયમાં પણ સમજવા. કેમ કે ૪૧ વિના “જ્યાં જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં ત્યાં સુધી ઉદીરણા હોય છે એ શાસ્ત્રીય વચન છે.
અહીં એકસાથે જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે પ્રકૃતિસ્થાન કહેવાય છે. જેમ કેમોહનીયની મિથ્યાષ્ટિને એકસાથે સાત ઉદયમાં હોય, આઠ હોય, નવ હોય, અને દશ પણ હોય. તેમાં આઠનો ઉદય અનેક રીતે થાય. નવનો પણ અનેક રીતે થાય. પ્રમાણે ઉદીરણામાં પણ પ્રકૃતિસ્થાન, તેના વિકલ્પો વગેરે સંબંધે પણ સમજવું. ૨૩
मोत्तुं अजोगिठाणं सेसा नामस्स उदयवण्णेया । । गोयस्स य सेसाणं उदीरणा जा पमत्तोत्ति ॥२४॥