________________
ઉદીરણાકરણ
૫૦૩
ટીકાનુ–નારકીઓ, સૂક્ષ્મત્રસ-તેઉકાય અને વાયુકાય જીવો, સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા સઘળા આત્માઓ, અને લબ્ધિ અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ સઘળાઓને છોડીને શેષ સઘળા આત્માઓ યશકીર્તિના ઉદીરક છે, જેઓને યશકીર્તિનો ઉદય કહ્યો છે તેઓને પણ જ્યારે યશકીર્તિનો ઉદય હોય ત્યારે જ તેની ઉદીરણા કરે છે.
તથા કેટલાએક સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચો અને કેટલાએક દેવો સૌભાગ્ય અને આદેય નામના ઉદીરક છે, કે જેઓને તેનો ઉદય હોય છે. ૧૭
उच्चं चिय जइ अमरा केई मणुया व नीयमेवण्णे । चउगइया दुभगाई तित्थयरो केवली तित्थं ॥१८॥ उच्चैर्गोत्रमेव यतयोऽमराः केऽपि मनुष्या वा नीचमेवान्ये ।
चतुर्गतिका दुर्भगादीः तीर्थकर: केवली तीर्थम् ॥१८॥ અર્થ–પતિઓ અને દેવો ઉચ્ચ ગોત્રને જ ઉદીરે છે. કેટલાએક મનુષ્યો ઉચ્ચ ગોત્રને ઉદીરે છે. અન્ય જીવો નીચ ગોત્રને જ ઉદીરે છે. દુર્ભગ આદિને ચારે ગતિના જીવો ઉદીરે છે. તીર્થકરકેવલી તીર્થકર નામને ઉદરે છે.
ટીકાનુ–સમ્યફ સંયમાનુષ્ઠાનમાં પ્રયત્ન કરતા સઘળા મુનિરાજો, (દેશવિરતિ ગુણસંપન્ન મનુષ્યો) અને સઘળા ભવનપતિ, વ્યંતર, જયોતિષ અને વૈમાનિક દેવો ઉચ્ચ ગોત્રને જ ઉદીરે છે. તથા કેટલાક પ્રાકૃત મનુષ્યો કે જેઓએ ઉચ્ચ કુલમાં જન્મ ધારણ કર્યો છે તેઓ પણ ઉચ્ચ ગોત્રને ઉદીરે છે. તેઓ સઘળાને નીચ ગોત્રનો ઉદય નહિ હોવાથી નીચ ગોત્ર ઉદીરતા નથી. તથા ઉક્ત વ્યતિરિક્ત નારકીઓ તિર્યંચો, અને નીચ કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો નીચ ગોત્રને જ ઉદીરે છે.
તથા દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિ એ ત્રણ કર્મ પ્રકૃતિને ચારે ગતિના જીવો ઉદરે છે. માત્ર જેઓને સુભગ આદિનો ઉદય હોય તેઓ તેને ઉદીરે છે, શેષ સઘળા દુર્ભગ આદિના ઉદયે વર્તતા દુર્ભગાદિની ઉદીરણા કરે છે.
તથા જેઓએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે તેઓને જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેઓ તીર્થકર નામકર્મની ઉદીરણા કરે છે, શેષકાળે નહિ. કેમ કે શેષકાળે તીર્થકર નામનો ઉદય હોતો નથી. ૧૮
मोत्तूण खीणरागं इंदियपज्जत्तगा उदीरंति निद्दापयला सायासायाई जे पमत्तत्ति ॥१९॥
मुक्त्वा क्षीणरागं इन्द्रियपर्याप्तका उदीरयन्ति ।
निद्राप्रचले साताऽसाते ये प्रमत्ता इति ॥१९॥ અર્થ શરમાવલિકા સ્થિતિ ક્ષીણરાગને છોડી ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા નિદ્રા અને પ્રચલાની ઉદીરણા કરે છે. માતા અને અસાતાને પ્રમત્તગુણસ્થાન સુધીના આત્માઓ