________________
૫૦૨
પંચસંગ્રહ-૨
આયુવાળા સઘળા યુગલિકો, સઘળા દેવો પ્રશસ્ત વિહાયોગતિ અને સુસ્વર નામની ઉદીરણાના સ્વામી છે. તથા નારકીઓ અને જેને જેને તેનો ઉદય હોય તેવા પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચો અપ્રશસ્ત વિહાયોગતિ અને દુસ્વરની ઉદીરણાના સ્વામી છે. તથા પર્યાપ્ત વિકલેન્દ્રિયોમાંથી કેટલાએક સુસ્વરની અને કેટલાએક દુઃસ્વરની ઉદીરણાના સ્વામી છે. લબ્ધિ અપર્યાપ્ત વિકલેન્દ્રિયાદિને વિહાયોગતિ અને સ્વરનો ઉદય હોતો નથી. ૧૫
ऊसासस्स सरस्स य पज्जत्ता आणुपाणभासासु । जा ण निरंभइ ते ताव होंति उद्दीरगा जोगी ॥१६॥ उच्छासस्य स्वरस्य च पर्याप्ता आनप्राणभाषाभ्याम् ।
यावन्न निरुध्येते ते तावद्भवन्त्युदीरका योगिनः ॥१६॥ અર્થ—આનપાન અને ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા અનુક્રમે ઉચ્છવાસ અને સ્વરના ઉદીક છે. તથા જયાં સુધી તે બેનો રોધ થયો હોતો નથી ત્યાં સુધી તે બેના સયોગી કેવલી ઉદીરક છે.
ટીકાનુ–ઉચ્છવાસ અને સ્વર સાથે આનપ્રાણ અને ભાષા શબ્દોનો અનુક્રમે યોગ કરવો. તાત્પર્ય એ કે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા આત્માઓ ઉચ્છવાસ નામકર્મના ઉદીરક છે. અને ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા આત્માઓ સુસ્વર અથવા દુઃસ્વર બેમાંથી જેનો ઉદય હોય તેના ઉદીરક છે. પરસ્પર વિરોધી પ્રકૃતિ હોવાથી બંનેનો સાથે ઉદય હોતો નથી. જો કે પહેલાં સામાન્યથી સ્વર નામના ઉદીર, પર્યાપ્તા કહી ગયા છે, છતાં “ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા જ સ્વરના ઉદીરક હોય છે એ વિશેષ બતાવવા માટે અહીં ફરી કહેવામાં આવ્યું છે. તથા જ્યાં સુધી ઉચ્છવાસ અને ભાષાનો રોધ થયો હોતો નથી ત્યાં સુધી જ સયોગીકેવલી આત્માઓ ઉશ્વાસ અને સ્વર નામના ઉદીરક હોય છે. ત્યારબાદ ઉદય બંધ પડી જવાથી ઉદીરણા થતી નથી. ૧૬
नेड्या सुहमतसा वज्जिय सुहमा य तह अपज्जत्ता । जसकित्तुदीरगाइज्जसुभगनामाण सण्णिसुरा ॥१७॥
नैरयिकान् सूक्ष्मत्रसान् वर्जयित्वा सूक्ष्मांश्च तथाऽपर्याप्तान् ।
यश:कीर्तेरुदीरकाः आदेयसुभगनाम्नोः संज्ञिसुराः ॥१७॥ અર્થ–નારકી, સૂક્ષ્મત્રસ, સૂક્ષ્મ, તથા અપર્યાપ્તાઓને વર્જીને શેષ જીવો યશકીર્તિના ઉદીરક હોય છે. આજેય અને સુભગ નામના સંજ્ઞી અને દેવો ઉદીરક હોય છે.
૧. લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય તિર્યંચોને ઉપરોક્ત પ્રકૃતિઓનો ઉદય જ હોતો નથી, કેમ કે તેઓને શરૂઆતનાં ૨૧ અને ૨૬ બે જ ઉદયસ્થાનો હોય છે. પર્યાપ્ત નામના ઉદયવાળા મનુષ્ય-તિર્યંચોમાં કેટલાકને શુભવિહાયોગતિ અને સુસ્વરનો અને કેટલાએકને અશુભ વિહાયોગતિ અને સ્વરનો ઉદય હોય છે. જેને જેનો ઉદય હોય તે તેની ઉદીરણા કરે છે.