________________
ઉદ્વર્તન અને અપવર્તનાકરણ
૪૭૧
સર્વોત્કૃષ્ટ રસવાળું છેલ્લું. તેમાં પહેલા સ્પર્ધ્વકથી આરંભી અનુક્રમે પછી પછીનાં સ્પર્ધકો પ્રદેશની અપેક્ષાએ હીન હીન હોય છે. કેમ કે અધિક અધિક રસવાળાં સ્પદ્ધકો તથાસ્વભાવે હીન હીન પ્રદેશવાળાં હોય છે. અને છેલ્લા સ્પર્ધ્વકથી આરંભી પશ્ચાનુપૂર્વીએ અનુક્રમે પ્રદેશની અપેક્ષાએ વિશેષાધિક વિશેષાધિક હોય છે. તેની અંદર દ્વિગુણવૃદ્ધિના અગર દ્વિગુણ હાનિના એક અંતરમાં જે રસસ્પદ્ધકનો સમુદાય હોય તે હવે પછી કહેશે તેની અપેક્ષાએ અલ્પ છે. અથવા સ્નેહ પ્રત્યય સ્પર્ધ્વકના અનુભાગના વિષયમાં પ્રદેશની અપેક્ષાએ જે દ્વિગુણવૃદ્ધિ કે દ્વિગુણહાનિ કહી છે તે દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના એક અંતરમાં જે અનુભાગ પટલ–રસનો સમૂહ-કુલ રસ હોય તે હવે કહેશે તેનાથી અલ્પ છે. તેનાથી ઉદ્વર્તન અને અપવર્તન એ બંનેમાં જઘન્ય નિક્ષેપ અનંતગુણ છે, પરસ્પર તુલ્ય છે. જો કે ઉદ્વર્તનામાં જઘન્ય નિક્ષેપ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિમાં રહેલ સ્પર્તકો છે, અને અપવર્ણનામાં આવલિકાના સમયાધિક ત્રીજા ભાગ પ્રમાણ સ્થિતિમાં રહેલ રૂદ્ધકો છે, તોપણ શરૂઆતની સ્થિતિઓમાં સ્પષ્ક્રકો અલ્પ હોય છે, અને છેલ્લી સ્થિતિઓમાં ઘણાં હોય છે માટે સ્થિતિમાં હીનાધિકપણું હોવા છતાં સ્પર્ધ્વકની અપેક્ષાએ બંનેમાં નિક્ષેપ તુલ્ય છે. આ પ્રમાણે અતીત્થાપનાના વિષયમાં પણ તુલ્યપણું સમજી લેવું, નિક્ષેપથી ઉદ્વર્તના-અપવર્નના એ બંનેમાં અતીત્થાપનાના અનંતગુણ છે, અને પરસ્પર તુલ્ય છે. તેનાથી વ્યાઘાતે સમયમાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધ્વકના સમુદાયરૂપ એક વર્ગણા વડે હન અનુભાગ કંડક અનંતગુણ છે. તેનાથી ઉદ્વર્તના-અપવર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે, પરસ્પર તુલ્ય છે. તેનાથી પૂર્વબદ્ધ અથવા બંધાતી કુલ અનુભાગની સત્તા વિશેષાધિક છે. કેમ કે સમયાધિક અતીત્થાપનાવલિકાગત પૂર્વબદ્ધ રૂદ્ધકો વડે અને બંધાતા સ્પર્ધકો વડે અધિક છે. ૧૮-૧૯
આ ગાથામાં ઉદ્વર્તના-અપવર્તના વિષયમાં કાલનિયમ અને વિષયનિયમ કહે છે
आबंधं उव्वट्टइ सव्वत्थोवट्टणा ठितिरसाणं । . વિદ્દિવને ૩મયે વિટ્ટિસ્ મોવIT iાર |
आ बन्धमुद्वर्त्तयति सर्वत्रापवर्त्तना स्थितिरसयोः । किट्टिवर्जे उभयं किट्टिषु अपवर्तना एका ॥२०॥
૧. રસોર્સનામાં અતીત્થાપના આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. અને રસાપવર્ણનામાં સમયચુન આવલિકાના બે તૃતીયાંશ ભાગ છે છતાં ઉપરોક્ત યુક્તિએ બંનેમાં રૂદ્ધકો જ્ઞાનિમહારાજે સરખા ' કહ્યા છે.
૨. અહીં એક વર્ગણાનો અર્થ એક સ્થિતિસ્થાનમાં રહેલ સ્પર્ધકનો સમૂહ થાય છે.
૩. અહીં ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગથી પૂર્વબદ્ધ અથવા બધ્યમાન સર્વ અનુભાગને અલગ-અલગ વિશેષાધિક બતાવેલ છે પરંતુ કર્મપ્રકૃતિ ઉદ્વર્તના-અપવર્ણના કરણ ગાથા માં અને એની ટીકામાં સત્તાગત પૂર્વબદ્ધ અનુભાગ અને બધ્યમાન એમ બન્ને પ્રકારના સંયુક્ત અનુભાગને ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગથી વિશેષાધિક બતાવેલ છે અને તે જ વધારે યુક્ત લાગે છે. પછી તો બહઋતો જાણે.