________________
૪૭૦
પંચસંગ્રહ-૨
અને નિક્ષેપનું જે જઘન્ય-ઉત્કૃષ્ટ પ્રમાણ કહ્યું છે તે અહીં પણ સમજવું. કેમ કે જે સ્થિતિની ઉદ્વર્તન કે અપવર્તન થાય છે તે જ સ્થાનગત પદ્ધકની પણ ઉદ્વર્તન કે અપવર્ણના થાય છે. સ્થિતિની ઉદ્વર્તન કે અપવર્ણનામાં જે સ્થિતિ સ્થાનગત દલિકનો જ્યાં નિક્ષેપ થાય છે, તે સ્થાનગત રસસ્પદ્ધકનો પણ ત્યાં જ નિક્ષેપ થાય છે. અહીં માત્ર એટલું વિશેષ છે કે નિક્ષેપ અને અતીત્થાપનાદિ રૂપ સંજ્ઞાઓમાં સ્પર્તકો અનંતપ્રમાણ' કહેવા. એ પ્રમાણે જ યથાસ્થળે કહેલ છે.
હવે આ અનુભાગની અપવર્ણનામાં અલ્પબદુત્વ કહે છે–જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. આવલિકાનો સમયાધિક એક તૃતીયાંશ ભાગ છે માટે. તેનાથી જઘન્ય અતીત્થાપના અનંતગુણ છે. આવલિકાના સમયગૂન બે તૃતીયાંશ ભાગ છે માટે. તેનાથી વ્યાઘાતે અતીત્થાપના અનંતગુણ છે. સમયજૂન કંડક પ્રમાણ છે માટે. વ્યાઘાતે કંડકનું પ્રમાણ પહેલાં કહ્યું છે. તેનાથી ઉત્કૃષ્ટ અનુભાગ કંડક વિશેષાધિક છે. કેમ કે તે અતીત્થાપનાથી એક સમયગત સ્પર્ધ્વક વડે અધિક છે. તેનાથી ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે. તેનાથી સર્વ અનુભાગ વિશેષાધિક છે. ૧૭ આ બે ગાથામાં સૂત્રકાર ઉદ્વર્તના-અપવર્તનાનું સંયોગે અલ્પબહુત કહે છે–
थोवं पएसगुणहाणि अंतरे दुसु वि हीणनिक्खेवो । तुल्लो अणंतगुणिओ दुसु वि अइत्थावणा चेवं ॥१८॥... तत्तो वाघायणुभागकंडगं एक्कवग्गणाहीणं । उक्नोसो निक्खेवो तुल्लो सविसेस संतं च ॥१९॥ स्तोकं प्रदेशगुणहान्यन्तरे (स्पर्द्धकजातं) द्वयोरपि हीननिक्षेपः । तुल्यः अनन्तगुणिता द्वयोरपि अतिस्थापना चैवम् ॥१८॥ ततो व्याघातेऽनुभागकण्डकं एकवर्गणाहीनम् ।
उत्कृष्टो निक्षेपस्तुल्यः सविशेषं सच्च ॥१९॥
અર્થ–પ્રદેશની ગુણવૃદ્ધિ કે હાનિના આંતરે રહેલ રૂદ્ધકો અતિ અલ્પ છે. તેનાથી બંનેમાં_ઉદ્વર્તનાપવર્તનામાં જઘન્ય નિક્ષેપ અનંતગુણ છે, પરસ્પર તુલ્ય છે. તેનાથી બંનેમાં અતીત્થાપના અનંતગુણ છે, અને પર્વ - પરસ્પર તુલ્ય છે, (૧૮) તેનાથી વ્યાઘાતે એક વર્ગણા હીન અનુભાગ કંડક અનંતગુણ છે. તેનાથી બંનેમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક છે, પરસ્પર તુલ્ય છે. તેનાથી કુલ સત્તા વિશેષાધિક છે. (૧૯)
ટીકાનુ–એક સ્થિતિમાં-સ્થિતિસ્થાનમાં રહેલ કર્મ વર્ગણાઓનાં ચડતી ચડતી રસાણુવાળી વર્ગણાના ક્રમે જેટલાં રૂદ્ધકો થાય, તેને ક્રમશઃ આ પ્રમાણે સ્થાપવા સર્વ જઘન્ય રસવાળું સ્પદ્ધક પહેલું, વિશેષાધિક રસવાળું બીજું, તેનાથી વિશેષાધિક રસવાળું ત્રીજું, યાવત
૧. પ્રતિસ્થિતિસ્થાન અનંત રૂદ્ધક પ્રમાણ હોય છે. એટલે ઉદ્વર્તના અનંત રૂદ્ધકની થાય છે. તેમજ તેનો નિક્ષેપ પણ અનંત સ્પર્ધ્વકમાં થાય છે. એટલે ઉપર નિક્ષેપ અને અતીત્થાપના આદિ સંજ્ઞાઓમાં રસ સ્પદ્ધકોનો અનંત શબ્દ વડે અભિલાપ કરવાનું કહ્યું છે.