________________
પંચસંગ્રહ-૨
૪૫૮
ઉદ્ધત્તના થતી નથી. એ પ્રમાણે સત્તાગત સ્થિતિથી સમય અધિક નવીન કર્મનો બંધ થાય, ત્રણ સમય અધિક નવીન કર્મનો બંધ થાય, યાવત્ સત્તાગત સ્થિતિથી આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક નવીન કર્મનો સ્થિતિબંધ થાય ત્યાં સુધી પણ સત્તામાં રહેલ સ્થિતિના ચરમ આદિ સ્થાનોની ઉર્જાના થતી નથી. પરંતુ જ્યારે આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક નવીન કર્મનો સ્થિતિબંધ થાય ત્યારે સત્તામાં રહેલ સ્થિતિમાંહેની ચરમ સ્થિતિની ઉદ્ધત્તના થાય છે. અને તે ચરમ સ્થાનની ઉદ્ઘત્તના કરીને તેનાં દલિકોને તેના ઉપરના સ્થાનથી આવલિકાનો પહેલો અસંખ્યાતમો ભાગ ઓળંગી બીજા અસંખ્યાતમા ભાગમાં નાખે છે. આ વખતે આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્ય નિક્ષેપ અને તેટલી જ જઘન્ય અતીસ્થાપના ઘટે છે.
અહીં તાત્પર્ય એ આવ્યો કે—સત્તામાં રહેલ સ્થિતિથી જ્યાં સુધી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક નવીન સ્થિતિનો બંધ ન થાય ત્યાં સુધી તો વ્યાઘાત ન હોય ત્યારે જે રીતે ઉદ્ધત્તના અને નિક્ષેપ થાય છે તે પ્રમાણે અહીં વ્યાઘાતમાં પણ ઉદ્ધત્તના અને નિક્ષેપ થાય છે.
વ્યાઘાત ન હોય ત્યારે એટલે કે સત્તામાં રહેલ સ્થિતિની સમાન સ્થિતિ જ્યારે બંધાય ત્યારે જેમ સત્તામાં રહેલ સ્થિતિમાંહેના ચ૨મ સ્થિતિસ્થાનની ઉદ્ધૃત્તના થતી નથી, દ્વિચરમ સ્થાનની થતી નથી, યાવત્ આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સ્થિતિસ્થાનની ઉદ્ભવત્તના થતી નથી, પરંતુ તેના નીચેના સ્થાનની ઉર્જાના થાય છે અને તેના દલિકને ઉપરના સ્થિતિસ્થાનથી આવલિકા છોડી આવલિકા છેલ્લા અસંખ્યાતમા ભાગમાં નાખે છે. તેમ સત્તાગત સ્થિતિથી જ્યાં સુધી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક બંધ ન થાય ત્યાં સુધી પણ સત્તાગત સ્થિતિમાંહેના ચરમ, દ્વિચરમ યાવત્ આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ કોઈ સ્થિતિની ઉદ્ધૃત્તના થતી નથી, પરંતુ તેની નીચેના સ્થાનકની જ ઉદ્ધત્તના થાય છે અને તેના દલિકને તેના ઉપરના સ્થિતિસ્થાનકથી આવલિકા છોડી ઉપરનાં જેટલાં સ્થાનકો હોય તે તમામમાં નાખે છે. અહીં માત્ર નિક્ષેપ વધ્યો એટલું જ, કેમ કે અહીં નિક્ષેપ લગભગ આવલિકાના ત્રણ અસંખ્યાતમા ભાગ પ્રમાણ થયો.
જ્યારે સત્તાગત સ્થિતિથી બરાબર આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક સ્થિતિબંધ થાય ત્યારે સત્તાગત સ્થિતિમાંહેના ચરમ સ્થિતિસ્થાનની ઉદ્ધત્તના થાય છે. તે વખતે સત્તાગત સ્થિતિથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક સ્થિતિબંધ થયો એટલે આવલિકાનો એક પહેલો અસંખ્યાતમો ભાગ અતીત્થાપના અને આવલિકાનો બીજો અસંખ્યાતમો ભાગ નિક્ષેપ ઘટે છે. ઓછામાં ઓછા નિક્ષેપ અને ઓછામાં ઓછી અતીસ્થાપના આ રીતે અને આટલી જ હોય છે, ઉર્જાનામાં એનાથી ઓછો નિક્ષેપ અને અતીત્થાપના હોતાં નથી. જ્યારે સમયાધિક આવલિકા બે અસંખ્યાતમા ભાગ અધિક નવીન કર્મનો બંધ થાય ત્યારે ચરમ સ્થાનકના દલિકને
૧. એક સાથે જેટલી સ્થિતિ બંધાય તેને બંધાતુ સ્થિતિસ્થાન કહેવાય છે, અને એકીસાથે ભોગવવા યોગ્ય થયેલ દલિક રચનાને સત્તાગત સ્થિતિસ્થાન કહેવાય છે.
૨. જેટલી સ્થિતિ ઓળંગી ઉદ્ધૃત્ત્તતા સ્થાનકનાં દલિકો નાંખે તે ઓળંગવા યોગ્ય સ્થિતિને અતીસ્થાપના કહેવાય છે. અને જેટલા સ્થાનકમાં નાખે તે નિક્ષેપનાં સ્થાનકો કહેવાય છે.