________________
૪૫૭
ઉદ્ધના અને અપવર્તનાકરણ
• Bસ્થિતિવંશે વંથાવનિમવાથી માત્ર ૨ .
निक्षेपं च जघन्यं मुक्त्वोद्वर्त्तयति शेषम् ॥५॥ અર્થ—ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે ત્યારે બંધાવલિકા, અબાધા અને જઘન્ય નિક્ષેપ છોડીને શેષ સ્થિતિઓની ઉદ્વર્તન કરે છે.
ટીકાનુ–જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે બંધાવલિકા પ્રમાણ સ્થિતિ, બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિ અને જઘન્યનિક્ષેપ પ્રમાણ સ્થિતિ છોડી શેષ સઘળી સ્થિતિની ઉદ્વર્તન કરે છે.
અહીં જઘન્ય નિક્ષેપ પ્રમાણ સ્થિતિના ગ્રહણથી છેવટની આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ ગ્રહણ કરવાની છે. કેમકે તેટલી સ્થિતિની ઉદ્વર્તના થતી નથી. આનું સ્પષ્ટીકરણ પહેલાં કર્યું છે.
આ પ્રમાણે નિર્વાઘાતે એટલે કે સત્તાગત સ્થિતિની સમાન જ્યારે બંધ થાય ત્યારે ઉદ્વર્તના કઈ રીતે થાય તે કહ્યું. ૫
હવે વ્યાઘાતે એટલે કે સત્તાગત સ્થિતિથી સમય આદિ અધિક સ્થિતિનો બંધ થાય ત્યારે કઈ રીતે ઉદ્વર્તનાનો અને દલ-નિક્ષેપનો વિધિ થાય તે કહે છે –
निव्वाघाए एवं वाघाओ संतकम्महिगबंधो । आवलिअसंखभागो जावावलि तत्थ इत्थवणा ॥६॥ निर्व्याघाते एवं व्याघातः सत्कर्माधिकबन्धः ।
आवल्यसंङख्येयभागात् यावदावली तत्रातिस्थापना ॥६॥ અર્થ–વ્યાઘાતના અભાવે ઉદ્વર્તન અને દલનિક્ષેપનો વિધિ ઉપર કહ્યા પ્રમાણે સમજવો. સત્તાથી અધિક કર્મનો જે બંધ તે વ્યાઘાત કહેવાય છે. તે વ્યાઘાતમાં જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ અને વધતા પૂર્ણ આવલિકા અતીત્થાપના છે.
ટીકાનુ—ઉપર કહ્યા પ્રમાણે દલિકનો નિક્ષેપ વ્યાઘાત ન હોય ત્યારે હોય છે. વ્યાઘાત હોય ત્યારે નીચે કહેશે તે પ્રમાણે હોય છે.
અહીં વ્યાઘાત એટલે શું ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે—સત્તામાં રહેલ સ્થિતિની અપેક્ષાએ અધિક નવીન સ્થિતિનો કર્મબંધ કરવો તે વ્યાઘાત કહેવાય છે. તે વખતે અતીત્થાપના આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે, અને તે વધતાં આવલિકા પૂર્ણ થાય છે.
તાત્પર્ય આ પ્રમાણે—સત્તામાં રહેલ સ્થિતિની અપેક્ષાએ સમય, બે સમય આદિ વડે અધિક નવીન કર્મનો જે બંધ થાય તેને અહીં વ્યાઘાત માનેલ છે. તે વખતે અતીત્થાપના જઘન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ માત્ર હોય છે. તે આ પ્રમાણેન્સત્તાગત સ્થિતિથી સમયમાત્ર અધિક નવીન કર્મનો બંધ થાય ત્યારે પૂર્વની સત્તાગત સ્થિતિમાંહેના ચરમ સ્થિતિસ્થાનની ઉદ્વર્તના થતી નથી, દ્વિચરમ-ઉપાજ્ય સ્થિતિની ઉદ્વર્તના થતી નથી, એ પ્રમાણે સત્તાગત સ્થિતિના છેલ્લા સ્થાનકથી આરંભી આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનની પંચ૦૨-૫૮