________________
४४४
પંચસંગ્રહ-૨
ઉત્તર–મિથ્યાત્વી સંક્લિષ્ટ પરિણામે શુભ પ્રવૃતિઓના અને વિશુદ્ધિ પરિણામે અશુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગનો અવશ્ય નાશ કરે છે અને સતત સંક્લિષ્ટ અથવા વિશુદ્ધપરિણામ અંતર્મુહૂર્તથી વધારે રહેતા નથી માટે મિથ્યાત્વીને અંતર્મુહૂર્તથી અધિક કાળ શુભાશુભ કોઈ પણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ ઘટી શકતો નથી. આ પ્રશ્ન–૨૯. એવી કઈ અશુભ પ્રકૃતિઓ છે કે જેઓનો ઉત્કૃષ્ટ અનુભાગ મિથ્યાદષ્ટિ ન જ હશે ?
ઉત્તર-સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગને તેનો ક્ષય કરનારા જીવોને વર્જી અન્ય કોઈ પણ જીવો હણતા નથી તેથી મિથ્યાષ્ટિઓ તેના ઉત્કૃષ્ટ અનુભાગને હણતા જ નથી.
પ્રશ્ન-૩૦. એકેન્દ્રિય જીવોમાં કઈ અને કેટલી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ ઘટી શકે ?
ઉત્તર–થીણદ્વિત્રિક, બે વેદનીય, મિથ્યાત્વ મોહનીય, મધ્યમના આઠ કષાય, તિર્યંચદ્વિક, પાંચ જાતિ, ઔદારિકસપ્તક, તૈજસ-કાશ્મણ સપ્તક, છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ વિસ, બે વિહાયોગતિ, તીર્થંકર નામકર્મ વિના સાત પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક, સ્થાવર દશક અને નીચ ગોત્ર આ સત્તાણું પ્રકૃતિઓનો તેમજ મનુષ્યદ્ધિક, ઉચ્ચ ગોત્ર અને તિર્યંચ તથા મનુષ્યનું આયુષ્ય આ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ એકેન્દ્રિય જીવોમાં ઘટી શકે છે.
પ્રશ્ન–૩૧. આયુષ્યનો બંધ કરી ઉદયમાં આવ્યા વિના આયુષ્યની વ્યાઘાત અપવર્તના થાય કે નહીં ? અર્થાત્ ઉદયમાં આવ્યા પહેલાં બાંધેલું આયુષ્ય ઓછું થઈ શકે નહીં ?
ઉત્તર–બાંધ્યા પછી ઉદયમાં આવ્યા પહેલાં આયુષ્યની વ્યાઘાત અપવર્તન કરી આયુષ્યને ઓછું કરી શકે છે. જેમ કૃષ્ણ વાસુદેવે પ્રથમ બાંધેલ સાતમી નરકના આયુષ્યને અઢાર હજાર મુનિઓને વંદન કરવાથી અપવર્તન કરણથી ત્રીજી નારકનું કર્યું - એમ શ્રી ભગવતીજી સૂત્રમાં અપવર્તના અધિકારમાં ટીકાકાર મહર્ષિએ બતાવેલ છે. (જુઓ - પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ – પ્રશ્નોત્તર ૧૨૦)
પ્રશ્ન–૩ર એવી કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેમાં વિધ્યાત વગેરે પાંચેય પ્રકારના પ્રદેશ સંક્રમો ઘટી શકે ?
ઉત્તર–વીણદ્વિત્રિક, અનંતાનુબંધી વગેરે બાર કષાય, અરતિ, શોક, સ્ત્રી વેદ, નપુંસકવેદ, મિશ્રમોહનીય, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, આદ્ય ચારજાતિ, સ્થાવરદ્ધિક અને સાધારણ નામકર્મ–આ એકત્રીસ પ્રવૃતિઓમાં વિધ્યાત આદિ પાંચ પ્રકારના સંક્રમો થાય છે.
પ્રશ્ન–૩૩. એવી કઈ પ્રકૃતિઓ છે કે જેમાં વિધ્યાત વગેરે પાંચમાંથી એક પ્રકારનો પ્રદેશ સંક્રમ ન થાય ?
ઉત્તર–ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તેમાં પાંચમાંથી એક પણ પ્રકારનો પ્રદેશ સંક્રમ ઘટી શકતો નથી.