________________
સંક્રમણકરણ પ્રશ્નોત્તરી
૪૪૩
ગુણોની પ્રાપ્તિ વખતે જ હોય કે અન્ય કાળે પણ હોય?
ઉત્તર–એકેન્દ્રિયાદિ સર્વે જીવોને સમ્યક્વાદિ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ વિના પણ વ્યાઘાત અપવર્તન, સ્થિતિઘાત તેમ જ રસઘાત હોઈ શકે છે.
પ્રશ્ન–૨૪. એકેન્દ્રિયાદિકને વ્યાઘાત અપવર્તના, સ્થિતિઘાત તથા રસઘાત હોઈ શકે છે એમ કેવી રીતે સમજી શકાય ?
ઉત્તર–સંજ્ઞીપંચેન્દ્રિયમાંથી અસંજ્ઞી એવા એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થયેલા તમામ જીવોને અમુક કાળ પછી પોત-પોતાના સ્થિતિબંધ તથા રસબંધ જેટલી જ સત્તા હોય છે. પણ તેથી અધિક હોતી નથી, તેથી જ એમ સમજી શકાય છે કે વ્યાઘાત અપવર્તના વગેરે ત્રણેય પદાર્થો મિથ્યાત્વ ગુણસ્થાનકે એકેન્દ્રિયાદિક જીવોને પણ હોઈ શકે છે અને તેથી જ અમુક કાળમાં સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસનો નાશ કરી સ્વબંધ પ્રમાણ સ્થિતિ સત્તા અને અનુભાગ સત્તા કરે છે. ,
પ્રશ્ન-૨૫. નરકઢિકના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી કોણ હોય? ઉત્તર–દેવ વિના શેષ ત્રણ ગતિના જીવો.
પ્રશ્ન-૨૬. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય એમ કહેલ છે. અને નરકદ્ધિકના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી મનુષ્યો અને તિર્યંચો જ છે તેથી તેમને સ્થિતિબંધ થયા પછી બંધાવલિકા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમ થઈ શકે છે પણ નારકોને શી રીતે હોય ?
ઉત્તર–મનુષ્યો તથા તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી નરકમાં જઈ તુરત જ મનુષ્ય કે તિર્યંચ પ્રાયોગ્ય બધ્યમાન પ્રકૃતિઓમાં બંધાવલિકા પછી ઉદયાવલિકા ઉપરની નરકદ્વિકની સર્વ સ્થિતિને સંક્રમાવે છે. તેથી નારકોને પણ નરકદ્ધિકનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ હોઈ શકે છે.
પ્રશ્ન-૨૭. વૈક્રિયસપ્તક અને દેવદ્વિકના જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી બંધાવલિકા બાદ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયો કહ્યા છે પણ આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ કરે છે તેથી બંધાવલિકા બાદ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી કેમ ન હોય ?
ઉત્તર–સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમયે આ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધ થાય પરંતુ તે વખતે પૂર્વબદ્ધ અધિક રસ સત્તામાં હોય છે. તેથી તેનો પણ સંક્રમ થતો હોવાથી જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી સંજ્ઞીપંચેન્દ્રિય જીવો નથી પણ અસંજ્ઞી પર્યાપ્ત તિર્યંચો પ્રથમ એકેન્દ્રિયમાંથી ઉદ્ધલના કરીને આવેલ હોય છે. તેઓને પૂર્વબદ્ધ રસ સત્તામાં હોતો નથી માટે જ આ નવ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સિવાય બીજા
કોઈ હોતા નથી.
પ્રશ્ન-૨૮. મિથ્યાત્વીને કોઈપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ અંતર્મુહૂર્તથી અધિક કાળ કેમ ન હોય ?