________________
પંચસંગ્રહ-૨
ત્યાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમય સુધી પ્રથમ સ્થિતિખંડના પ્રથમ સમયથી સમયે સમયે અસંખ્યાતગુણ દલિક નીચે સ્વસ્થાનમાં નાખે છે અને પરસ્થાનમાં પ્રથમ સમયથી વિશેષ હીન-હીન નાખે છે. પ્રથમ સમયે પરસ્થાનમાં જેટલું દલિક નાખે છે તેના કરતાં સ્વસ્થાનમાં અસંખ્યાતગુણ દલિક નાખે છે. અને ચરમસ્થિતિખંડ પોતે જ ઉકેરાતો હોવાથી વળી તેની નીચે માત્ર એક ઉદયાવલિકા પ્રમાણ જ સ્થિતિ હોવાથી તેના સમગ્ર દલિકને સમયે સમયે અસંખ્યાતગુણ પરપ્રકૃતિમાં જ નાખે છે પરંતુ સ્વમાં નહીં.
૪૨૦
આ ઉદ્વલના સંક્રમ કેટલીક પ્રકૃતિઓના યથાપ્રવૃત્ત સંક્રમને રોકીને અને કેટલીક પ્રકૃતિઓના વિધ્યાત સંક્રમને રોકીને પ્રવર્તે છે એમ અવિરતિભાવને પામ્યા પછી અંતર્મુહૂર્ત બાદ આહારકગ્નિકની, મિથ્યાર્દષ્ટિ સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીયની, એકેન્દ્રિય પ્રથમ દેવદ્વિક અને પછી નરકદ્ધિક અને વૈક્રિયદ્ધિક એ ચારની એકીસાથે, તેઉકાય તથા વાયુકાય પ્રથમ ઉચ્ચ ગોત્ર અને ત્યારબાદ મનુષ્યદ્ધિકની એમ આ તેર પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ કાળમાં ઉદ્ગલના કરે છે. અને અનંતાનુબંધી ચાર, મિથ્યાત્વ તથા મિશ્રમોહનીય એ છ પ્રકૃતિઓની ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના જીવો, તેમજ નવમા ગુણસ્થાનકે થીણદ્વિત્રિક સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ, ઉદ્યોત, પ્રથમની ચાર જાતિ, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, અપ્રત્યાખ્યાનીય વગેરે સંજવલન લોભ વિના અગિયાર કષાય, અને નવ નોકષાય એમ કુલ બેતાળીસ પ્રકૃતિઓની અંતર્મુહૂર્તમાં ઉદ્ગલના કરે છે.
ઉદ્ગલના સંક્રમમાં કુલ પંચાવન પ્રકૃતિઓ થાય છે, પરંતુ નરકદ્ધિક અને મિશ્રમોહનીયની ઉદ્ગલના ક્રમશઃ એકેન્દ્રિયમાં અને મિથ્યાત્વગુણસ્થાનકે પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ કાળે અને નવમા ગુણસ્થાનકે તેમજ ચોથાથી સાતમા ગુણસ્થાનકે અંતર્મુહૂર્તકાળે એમ બન્નેય રીતે થતી હોવાથી આ ત્રણ પ્રકૃતિઓ બે વાર આવે છે. તેથી ત્રણ પ્રકૃતિઓ બાદ કરતાં કુલ બાવન પ્રકૃતિઓનો ઉદ્ગલના સંક્રમ થાય છે.
જે પ્રકૃતિઓની અંતર્મુહૂર્તમાં ઉદ્દલના કરે છે તે પ્રકૃતિઓમાં અમુક કાળ પછી ઉદ્વલના સંક્રમની સાતે પ્રાયઃ ગુણસંક્રમ પણ પ્રવર્તે છે.
(૩) યથાપ્રવૃત્તસંક્રમ—બધ્યમાન ધ્રુવબંધી અને બંધ વિચ્છેદ નથી થયેલ જેઓનો એવી અશ્રુવબંધી પ્રવૃત્તિઓનો બંધ ન હોય તોપણ આ બન્ને પ્રકારની પ્રકૃતિઓનું સત્તામાં જેટલું દલિક હોય તેના અનુસારે તેમજ જે સમયે જધન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલો યોગ હોય તેના પ્રમાણમાં સ્વજાતીય બધ્યમાન પ્રકૃતિઓમાં જે સંક્રમ થાય છે, તે યથાપ્રવૃત્તસંક્રમ કહેવાય છે. ચાર આયુષ્ય તથા મિથ્યાત્વ વિના કુલ એકસો સત્તર પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે.
(૪) ગુણસંક્રમ—સત્તામાં રહેલ નહીં બંધાતી અશુભપ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી દશમા ગુણસ્થાનક સુધી સ્વજાતીય બંધાતી પ્રકૃતિઓમાં અસંખ્યાતગુણાકારે જે સંક્રમ થાય તે ગુણસંક્રમ કહેવાય છે.
થીણદ્વિત્રિક, અસાતાવેદનીય, મધ્યમના આઠ કષાય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અરિત, શોક, તિર્યંચદ્વિક, નરકદ્વિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન અશુભવિહાયોગતિ, સ્થાવરદશક અને નીચ ગોત્ર આ છેતાળીસ પ્રકૃતિઓનો અપૂર્વકરણ