________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૧૯
આ ત્રણનો પણ વિધ્યાત સંક્રમ થાય છે, તેમજ આહારકદ્વિકની સત્તાવાળા જીવોને અવિરતિ પામ્યા બાદ અંતર્મુહૂર્ત પછી ઉઠ્ઠલના સંક્રમ થાય છે તેથી અવિરતિની પ્રાપ્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં આ બે પ્રકૃતિઓનો પણ વિધ્યાત સંક્રમ થતો હોય તેમ લાગે છે. તે
આ વિધ્યાત સંક્રમ યથાપ્રવૃત્ત સંક્રમના અંતે ઘણું કરીને પ્રવર્તે છે. ઘણું કરીને કહેવાનું કારણ અંતરકરણમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય ગુણસંક્રમને રોકી બન્નેનો વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે.
(૨) ઉકલના સંક્રમ–સત્તાગત કર્મલિકોને ઉખેડવા અથવા નિમૅળપણે તેનો નાશ કરવો તે ઉદ્ધલના સંક્રમ કહેવાય છે, સત્તાગત પ્રકૃતિઓનો નાશ કરવા માટેનાં અનેક સાધનોમાં ઉત્કલના સંક્રમ પણ એક પ્રબલ સાધન છે.
ત્યાં સત્તાગત કર્મસ્થિતિના ઉપરના પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા સ્થિતિખંડને ઉપાડી અંતર્મુહૂર્ત કાળમાં નાશ કરે, ત્યારબાદ પ્રથમ નાશ કરેલ સ્થિતિખંડના નીચેના બીજા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ ખંડને ઉપાડી પુનઃ તેનો અંતર્મુહૂર્તમાં નાશ કરે, એમ દ્વિચરમસ્થિતિખંડ સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિખંડથી કંઈક ઓછા-ઓછા છતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડ ઉપાડી ઉપાડી દરેક અંતર્મુહૂર્તે નાશ કરે છે, અને દ્વિચરમસ્થિતિખંડથી અસંખ્યાતગુણ પ્રમાણ ચરમસ્થિતિખંડનો પણ અંતર્મુહૂર્તમાં વિનાશ કરે છે.
અહીં સ્થિતિ તથા દલિકને આશ્રયી અનંતરોપનિધાથી અને પરંપરોપનિધાથી એમ બે - રીતે વિચાર કરી શકાય છે.
અનંતરોપનિધાએ-સ્થિતિની અપેક્ષાએ પ્રથમના સ્થિતિખંડથી દ્વિચરમસ્થિતિખંડ સુધીના દરેક સ્થિતિખંડો વિશેષ હીન-હીન અર્થાત અસંખ્યાત ભાગ હીન-હીન સ્થિતિવાળા હોય છે, અને દ્વિચરમસ્થિતિખંડથી ચરમસ્થિતિખંડ અસંખ્યાતગુણ હોવા છતાં પ્રથમના સ્થિતિખંડની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન સ્થિતિવાળો હોય છે.
પરંપરોપનિધાએ-પ્રથમ સ્થિતિખંડથી શરૂઆતના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતભાગ હીન, તેની નીચેના કેટલાક સ્થિતિખંડો સંખ્યાત ભાગહીન, તેની નીચેના કેટલાક સંખ્યાતગુણ હીન અને તેની નીચેના કેટલાક છેલ્લા સ્થિતિખંડો અસંખ્યાતગુણ હીન હોય છે.
- અનંતરોપનિધાથી-દલિકોની અપેક્ષાએ પ્રથમ સ્થિતિખંડ સર્વથી અલ્પ દલિતવાળો હોય છે, અને તેની નીચેના ઢિચરમસ્થિતિખંડ સુધીના દરેક સ્થિતિખંડો વિશેષાધિક-વિશેષાધિક અર્થાત્ અસંખ્યાતભાગ અધિક-અધિક દલિકવાળા હોય છે અને ચરમસ્થિતિખંડ અસંખ્યાતગુણ દલિકવાળો હોય છે.
આ પરંપરોપનિધાએ-પ્રથમ સ્થિતિખંડનાં દલિકોની અપેક્ષાએ નીચેના શરૂઆતના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતભાગ અધિક, તેની નીચેના કેટલાક સંખ્યાતભાગ અધિક, તેની નીચેના કેટલાક સંખ્યાતગુણ અધિક અને તેની નીચેના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતગુણ અધિક દલિતવાળા હોય છે. - આ ઉદ્ધલના સંક્રમમાં ઉમેરાતા સ્થિતિખંડોનું દલિક નહીં ઉકેરાતા નીચેનાં પોતાનાં સ્થિતિસ્થાનોમાં અને સ્વજાતીય અન્ય પ્રકૃતિઓમાં પણ નાખે છે.