________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૦૫ આરંભી એક આવલિકાના અંતર્ગત રહેલ સ્થિતિસ્થાનોને ઉદયાવલિકા કહેવાય છે. અને તે ઉદયાવલિકા ગત સ્થિતિસ્થાનોમાં રહેલ કર્મને પણ કોઈ કરણ લાગતું નથી, તેથી બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની સંપૂર્ણ સ્થિતિ બધ્યમાન તેના પતગ્રહ રૂપ પ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપર સંક્રમે છે.
દા.ત. બંધાત્કૃષ્ટા નીચ ગોત્રની સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમને બદલે અસત્યકલ્પનાએ ૨૦ આવલિકા અને ઉચ્ચ ગોત્રની ૧૦ કોડાકોડી સાગરોપમને બદલે ૧૦ આવલિકાની કલ્પીએ...તો ૨૦ આવલિકા પ્રમાણ નીચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી, તેની બંધાવલિકા વ્યતીત થયા પછી ૧૯ આવલિકા પ્રમાણ સ્થિતિ રહે ત્યારે સંક્રમને યોગ્ય થાય પરંતુ શરૂ થયેલ ઉદયાવલિકામાં પણ કોઈ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકાની ઉપરની ૧૮ આવલિકા પ્રમાણ સ્થિતિને તે વખતે બંધ શરૂ થયેલ ઉચ્ચ ગોત્રમાં ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. તેથી મિથ્યાત્વ વિના બંધોસ્કૃષ્ટા દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બંધ આવલિકા અને ઉદયાવલિકા રૂપ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો થાય છે.
મિથ્યાત્વ મોહનીયનો આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે અતિ સક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી જ સમ્યક્ત પ્રાપ્ત કરી શકે પણ તે પહેલાં નહીં. તેથી સમ્યક્ત પામે ત્યારે અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વી જે ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા હોય છે તેમાંથી ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિ મિશ્ર અને સમ્યક્ત મોહનીયની ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે.
અને ચારે આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તેમજ બધ્યમાન આયુષ્યના અબાધાકાળમાં વિવક્ષિત આયુષ્યનાં દલિકો પણ ન હોવાથી તથા ઉદય વિના પણ બંધઆવલિકા પછી નિર્ણાઘાત ભાવિની અપવર્તન અને બંધ વખતે ઉદ્વર્તન થાય છે, માટે સ્વસંક્રમની અપેક્ષાએ દેવ-નરક આયુષ્યનો ૩૩ સાગરોપમ અને મનુષ્ય-તિર્યંચ આયુષ્યનો ૩ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમ થાય છે.
શંકા–તત્કાળ બંધાયેલ કર્મમાં અમુક વર્ષો પ્રમાણ અબાધાકાળ હોય છે તો અબાધાકાળમાં દલિક રચના ન હોવાથી બંધ-આવલિકા વ્યતીત થયા પછી ઉદયાવલિકા કેવી રીતે શરૂ થાય ? - ઉત્તર–જે વખતે જે કર્મ બંધાય તે વખતે પૂર્વબદ્ધ તે કર્મ સર્વથા સત્તામાં ન જ હોય, તો જ આ શંકા બરાબર છે, પરંતુ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓની હંમેશાં સત્તા હોવાથી અને મિથ્યાત્વ અવસ્થામાં તે કર્મોનો યથાસંભવ હંમેશાં બંધ ચાલુ હોવાથી નવીન કર્મ બંધાય ત્યારે તે નવીન કર્મનાં અબાધા સ્થાનોમાં પણ પૂર્વબદ્ધ અને જેનો અબાધાકાળ વીતી ગયેલ છે એવા સત્તાગત કર્મ પ્રવૃતિઓની નિષેક રચના ચાલુ જ હોય છે. માટે જ બંધઆવલિકા પછી ઉદયાવલિકા શરૂ થાય છે અને અદ્ભવ સત્તાવાળી પ્રકૃતિઓ સત્તામાં ન હોય પરંતુ જ્યારે નવો જ બંધ શરૂ થાય ત્યારે બંધાવલિકા વીત્યા બાદ તેઓની અબાધાકાળમાં પૂર્વબદ્ધ દલિક સત્તામાં ન હોવાથી ઉદયાવલિકા શરૂ થતી નથી. પણ પૂર્વબદ્ધ દલિક સત્તામાં હોય ત્યારે અધ્રુવ