________________
४०४
પંચસંગ્રહ-૨ સ્થિતિસંક્રમ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે કહ્યો છે.
(૨) વિશેષ લક્ષણ–પ્રકૃતિસંક્રમ એક પ્રકારે હોવા છતાં અપવર્તન, ઉદ્વર્તના અને અન્ય પ્રકૃતિ નયનરૂપ સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે. (૧) લાંબા ટાઈમે ભોગવવા યોગ્ય દલિકોને થોડા ટાઇમમાં ભોગવવાની યોગ્યતાવાળા કરવા તે અપવર્તના સંક્રમ છે. (૨) અમુક થોડા ટાઈમમાં ભોગવવા યોગ્ય દલિકોની સ્થિતિ વધારી તેમાં લાંબા ટાઈમે ભોગવવા રૂપ યોગ્યતા કરવી તે ઉદ્વર્તના સંક્રમ (૩) વિવક્ષિત પ્રકૃતિનાં દલિકોની સ્થિતિને પતધ્રહ પ્રકૃતિની સ્થિતિરૂપે બનાવવી તે અન્ય પ્રકૃતિ નયન રૂપ સ્થિતિસંક્રમ છે. એટલે પ્રકૃતિસંક્રમ અને પ્રદેશસંક્રમ અન્ય પ્રકૃતિ નયન રૂપ એક પ્રકારનો છે પરંતુ સ્થિતિસંક્રમ અને આગળ ઉપર બતાવાતો અનુભાગ સંક્રમ ત્રણ-ત્રણ પ્રકારે હોય છે.
જે પ્રકૃતિનો અપવર્તના સંક્રમ થાય છે ત્યારે તે પ્રકૃતિનો બંધ હોય કે ન પણ હોય પરંતુ જે પ્રકૃતિનો ઉદ્ધર્તના સંક્રમ થાય તે વખતે તે પ્રકૃતિનો બંધ અવશ્ય હોય છે. અને અન્ય પ્રકૃતિ નયન સંક્રમ સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીય વિના પતધ્રહ પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે જ થાય છે. પરંતુ સમ્યક્ત મોહનીય તથા મિશ્રમોહનીય બંધ ન હોવા છતાં સમ્યક્ત મોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રનો તથા મિશ્રમાં મિથ્યાત્વનો સંક્રમ થાય છે.
(૩) ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણ—જે ઉત્તર પ્રવૃતિઓનો પોતાના મૂળકર્મ જેટલો અને કષાયોનો ચારિત્ર મોહનીય જેટલો સ્થિતિબંધ થતો હોય તે પ્રકૃતિઓ બંધોત્કૃષ્ટા કહેવાય છે. અને તેવી પ્રવૃતિઓ...પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, અસાતા વેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, ચાર આયુષ્ય, નરકદ્ધિક, તિર્યંચદ્રિક, એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય જાતિ, ઔદારિક સપ્તક, વૈક્રિય સપ્તક, તૈજસ-કાશ્મણ સપ્તક સેવાર્ત સંહનન, હુડક સંસ્થાન, નીલવર્ણ અને કટુરસ વિના શેષ અશુભ વર્ણાદિ સાત, અપ્રશસ્ત વિહાયોગતિ, તીર્થંકર નામ વિના સાત પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસચતુષ્ક, સ્થાવર, અસ્થિરષક, નીચગોત્ર અને પાંચ અંતરાય એમ સત્તાણું છે.
જે પ્રકૃતિઓનો સ્થિતિબંધ પોતાના મૂળકર્મથી ઓછો હોય તે સંક્રમોત્કૃષ્ટા કહેવાય છે અને તેવી પ્રવૃતિઓ બાકીની એકસઠ છે. તેમજ મતાન્તરે વર્ણચતુષ્કના વીસેય પેટભેદો બંધોત્કૃષ્ટ માનીએ તો કુલ....બંધોસ્કૃષ્ટા ૧૧૦, અને સંક્રમોત્કૃષ્ટા શેષ ૪૮ છે.
જો કે આ જ ગ્રંથના પ્રથમ ભાગના ત્રીજા દ્વારમાં ચારે આયુષ્યને બંધાત્કૃષ્ટા કહ્યા નથી, કેમ કે મનુષ્ય અને તિર્યંચ આયુષ્યનો સ્થિતિબંધ મૂળકર્મ જેટલો નથી અને દેવ તથા નરક આયુષ્યનો સ્થિતિબંધ મૂળકર્મની સમાન ૩૩ સાગરોપમ બંધોસ્કૃષ્ટા હોવા છતાં પ્રયોજનના અભાવે તેમાં ગણી નથી, પણ પરમાર્થથી આ બે પ્રકૃતિઓ બંધોત્કૃષ્ટા છે, એમ ટીકાકારે બતાવેલ છે. પરંતુ આયુષ્ય કર્મની કોઈપણ પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિનો સંક્રમ થતો ન હોવાથી તેની સ્થિતિ બંધ જેટલી જ રહે છે. માટે અહીં બંધાત્કૃષ્ટા કહી છે.
બંધાવલિકા અને સંક્રમાવલિકામાં કોઈપણ કરણ લાગતું નથી. તેથી કોઈપણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બંધ આવલિકા વીત્યા પછી તેનો સંક્રમ થઈ શકે પરંતુ બંધાવલિકા વીત્યા પછી રસોદય અથવા પ્રદેશોદયરૂપે તે-તે કર્મ ઉદયમાં ચાલુ જ હોય છે. અને ઉદય સમયથી