________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૩૯૧
અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીસ પ્રકૃતિઓ બંધાતી બાવીસ પ્રકૃતિઓમાં સંક્રમે છે અને સમ્યક્ત મોહનીયની ઉદ્ધલના થયા પછી એ જ સત્તાવીસની સત્તાવાળા મિથ્યાષ્ટિને સમ્યક્ત અને મિથ્યાત્વ વિના શેષ છવ્વીસનો સંક્રમ બાવીસમાં થાય છે.
તેમજ મિશ્ર મોહનીયની ઉધલના કરેલ અથવા અનાદિ મિથ્યાષ્ટિ છવ્વીસની સત્તાવાળાને મિથ્યાત્વ વિના શેષ પચીસનો સંક્રમ મિથ્યાત્વ કોઈનું પતઘ્રહ ન હોવાથી તે વિના પ્રથમ ગુણઠાણે બંધાતી એકવીસના પતઘ્રહમાં થાય છે.
ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ પ્રથમ ગુણઠાણે આવે ત્યારે અનંતાનુબંધીને બાંધવા છતાં પ્રથમ આવલિકામાં કોઈ કરણ લાગતું ન હોવાથી અઠ્ઠાવીસની સત્તા હોવા છતાં અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ વિના શેષ ત્રેવીસનો સંક્રમ બાવીસમાં થાય છે.
એમ પ્રથમ ગુણસ્થાનકે બાવીસના પતàહમાં ૨૭, ૨૬ અને ૨૩ એ ત્રણ સંક્રમસ્થાનો સંક્રમે છે અને એકવીસના પતઘ્રહમાં પચીસનો સંક્રમ થાય છે.
સાસ્વાદન ગુણસ્થાનકે અઠ્ઠાવીસની સત્તા હોવા છતાં દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી શેષ પચીસનો સંક્રમ બંધાતી એકવીસ પ્રવૃતિઓમાં થાય છે. અને અઠ્ઠાવીસ તથા સત્તાવીસની સત્તાવાળા મિશ્રદૃષ્ટિને દર્શન મોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ પચીસ પ્રકૃતિઓ આ ગુણસ્થાનકે બંધાતી સત્તર પ્રકૃતિરૂપ પતધ્રહમાં પડે છે અને ચોવીસની સત્તાવાળાને દર્શનત્રિક વિના શેષ એકવીસ પ્રકૃતિઓ સત્તરમાં સંક્રમે છે.
ચોથા ગુણસ્થાનકે કયા કયા પતઘ્રહોમાં કયાં કયાં સંક્રમસ્થાનો હોય છે તે કહે છે...આ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય વગેરે બાદ કષાય, ભય અને જુગુપ્સા, એક યુગલ તથા પુરુષવેદ એમ બંધાતી સત્તર તેમજ સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય સહિત કુલ ઓગણીસના પતંગ્રહમાં અઠ્ઠાવીસની સત્તાવાળાને સમ્યક્ત મોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીસનો, અને ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિની અત્યંતર આવલિકામાં રહેલ જીવને મિશ્ર મોહનીયનો સંક્રમ ન હોવાથી મિશ્ર અને સમ્યક્ત મોહનીય વિના શેષ છવ્વીસ પ્રકૃતિઓનો તેમજ ચોવીસની સત્તાવાળાને ચાર અનંતાનુબંધી અને સમ્યક્ત મોહનીય વિના શેષ ત્રેવીસનો સંક્રમ હોય છે.
ચોવીસની સત્તાવાળાને ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય થયા પછી ત્રેવીસની સત્તા થાય ત્યારે મિશ્ર મોહનીય પતઘ્રહ ન હોવાથી બંધાતી સત્તર અને સમ્યક્ત મોહનીય એ અઢારના પતધ્રહમાં મિથ્યાત્વ અને સમ્યક્ત મોહનીય વિના શેષ બાવીસનો સંક્રમ થાય છે અને એ જ જીવને મિશ્રનો ક્ષય થયા પછી બાવીસની સત્તા થાય ત્યારે સમ્યક્ત મોહનીય સંક્રમ અને પતગ્રહ એમ બન્નેમાં ન હોવાથી તેને અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને શેષ ચારિત્ર મોહનીયની એકવીસ પ્રકૃતિઓનો સંક્રમ બંધાતી સત્તર પ્રકૃતિરૂપ પતગ્રહમાં થાય છે. એ પ્રમાણે અહીં ઓગણીસના પતઘ્રહમાં ૨૭, ૨૬, ૨૩ એ ત્રણ અને ૧૮ના પતઘ્રહમાં ૨૨, અને ૧૭ના પતંગ્રહમાં ૨૧ એમ પાંચ સંક્રમ સ્થાનો અને ત્રણ પતગ્રહ સ્થાનો હોય છે.