________________
૩૯૦
પંચસંગ્રહ-૨
થાય ત્યારે નવનો અને એને જ સંજ્વલન ક્રોધનો ઉપશમ થાય ત્યારે આઠનો સંક્રમ થાય છે. તેમજ ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય ત્યારે પણ આઠનો સંક્રમ હોય છે અને એને જ સંજ્વલન માનનો ઉપશમ થાય ત્યારે સાતનો સંક્રમ હોય છે.
ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માન ઉપશમે ત્યારે છનો સંક્રમ થાય છે અને એને જ સંજ્વલનમાન ઉપશમે ત્યારે પાંચનો સંક્રમ થાય છે, અથવા ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ થાય ત્યારે પાંચનો અને એને જ સંજ્વલન માયાનો ઉપશમ થાય ત્યારે ચારનો અથવા ક્ષપકશ્રેણિમાં હાસ્યષટ્કનો ક્ષય થાય ત્યારે પણ ચારનો સંક્રમ હોય છે.
ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ બે માયા ઉપશમે ત્યારે ત્રણનો અથવા ક્ષપકશ્રેણિમાં પુરુષવેદનો ક્ષય થયા પછી ત્રણનો સંક્રમ હોય છે. ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ થયા બાદ માત્ર મિથ્યાત્વ અને મિશ્ર એ બેનો સંક્રમ હોય છે અથવા ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયાનો ઉપશમ થાય ત્યારે માત્ર અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ બે લોભનો સંક્રમ હોય છે, અને ક્ષપકશ્રેણિમાં પણ સંજ્વલન ક્રોધનો ક્ષય થયા પછી બેનો સંક્રમ હોય છે. અને ક્ષપકશ્રેણિમાં સંજ્વલન માનનો ક્ષય થયા પછી માત્ર એક સંજ્વલન માયાનો સંક્રમ હોય છે.
ઉપરોક્ત સંક્રમસ્થાનોમાં સાદ્યાદિ વિચાર
તેમાં—સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી સમ્યક્ત્વ અને મિશ્ર મોહનીયની ઉદ્દલના કર્યા બાદ પચીસનો સંક્રમ શરૂ થાય માટે સાદિ, સમ્યક્ત્વ ન પામેલ જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવ એમ પચીસનો સંક્રમ ચાર પ્રકારે છે, અને બાકીના બાવીસ સંક્રમ સ્થાનો કોઈક વખતે હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.
પતગ્રહ સ્થાનોમાં સાદ્યાદિ વિચાર
મોહનીય કર્મના ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧. એમ દશ બંધસ્થાનો છે, અને બંધસ્થાન કરતાં આઠ પતદ્વ્રહ સ્થાનો અધિક છે. એ વાત પ્રથમ કહેવાઈ ગયેલ હોવાથી ૮, ૧૨, ૧૬, ૨૦ અને ૨૩થી ૨૮ વર્જી શેષ ૨, ૨૧, ૧૯, ૧૮, ૧૭, ૧૫, ૧૪, ૧૩, ૧૧, ૧૦, ૯, ૭, ૬, ૪, ૩, ૨, ૧. પ્રકૃતિરૂપ કુલ ૧૮ પતદ્મહ સ્થાનો છે. તેમાં સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વ ગુણઠાણે આવી સમ્યક્ત્વ અને મિશ્ર મોહનીયની ઉદ્દલના કર્યા બાદ મિથ્યાત્વ કોઈનો પતદ્રુહ ન હોવાથી એકવીસ પ્રકૃતિના પતઙ્ગહની સાદિ, સમ્યક્ત્વ ન પામેલા જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોવાથી ૨૧નો પતદ્ગહ ચાર પ્રકારે છે. શેષ ૧૭ પતગ્રહ સ્થાનો અમુક નિયત ટાઇમે હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.
મોહનીયનાં પતગ્રહમાં સંક્રમસ્થાનો
હવે કયા કયા પતદ્ગહમાં કેટલાં અને ક્યાં કયાં સંક્રમસ્થાનો હોય છે તે બતાવે છે. ત્યાં