________________
પંચસંગ્રહ-૨
વિવક્ષિત એક પ્રકૃતિનો સંક્રમ અને પતદ્ગહ સાદિ-અધ્રુવ હોય છે, પરંતુ સામાન્યથી વેદનીય અને ગોત્રકર્મનો સંક્રમ અને પતગ્રહ આ રીતે સાઘાદિ ચાર પ્રકારે ઘટી શકે છે. કારણ કે અગિયારમા ગુણસ્થાનકથી પડે ત્યારે બંધ શરૂ થવાથી પતદ્રુહ અને સંક્રમ ચાલુ થાય છે. માટે સાદિ, અથવા તો ઉચ્ચ ગોત્રની ઉદ્દલના કર્યા બાદ ફરીથી બંધ કરે ત્યારે ગોત્ર આશ્રયી સાદિ અને બંધવિચ્છેદ સ્થાનને નહીં પામેલ અથવા ઉચ્ચ ગોત્રની ઉદ્દલના નહીં કરેલ જીવોની અપેક્ષાએ ગોત્ર આશ્રયી અનાદિ, ઉચ્ચ ગોત્રની ઉદ્ઘલના ન કરનાર અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
૩૮૮
મોહનીય કર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૨, ૪, ૩, ૨, ૧ એમ કુલ પંદર સત્તાસ્થાનો છે. પરંતુ સંક્રમ સ્થાનો આઠ અધિક છે તે પહેલાં જ કહેવાઈ ગયું છે. તેથી ૨૮, ૨૪, ૧૭, ૧૬, ૧૫ આ પાંચ વર્જી શેષ ૨૭, ૨૬, ૨૫, ૨૩, ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૪, ૧૩, ૧૨, ૧૧, ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ પ્રકૃતિરૂપ કુલ ૨૩ સંક્રમ સ્થાનો છે.
અઠ્ઠાવીસની સત્તા સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એમ બન્નેને હોવા છતાં પોતપોતાની દૃષ્ટિનો સંક્રમ ન હોવાથી અઠ્ઠાવીસનું સંક્રમ સ્થાન નથી. એ જ પ્રમાણે ચોવીસની સત્તા ત્રીજાથી અગિયારમા ગુણસ્થાનક સુધી હોવા છતાં સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યક્ત્વ મોહનીયનો અને મિશ્રર્દષ્ટિ મિશ્રનો સંક્રમ કરતો ન હોવાથી ચોવીસનો સંક્રમ પણ થતો નથી અને ૧૭-૧૬-૧૫ પ્રકૃતિઓનો સંક્રમ કેમ નથી, તે સંક્રમ સ્થાનોનો વિચાર કરવાથી સમજી શકાશે.
અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ, એ સમકિતમોહનીય અને મિશ્રમોહનીયનું પતદ્ગહ હોવાથી અને દર્શન મોહનીય તેમજ ચારિત્ર મોહનીયનો પરસ્પર સંક્રમ ન હોવાથી મિથ્યાત્વનો સંક્રમ થતો નથી તેથી સત્તાવીસનો સંક્રમ થાય છે. અથવા અઠ્ઠાવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વ મોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીસનો સંક્રમ થાય છે અને અઠ્ઠાવીસની સત્તાવાળા ઉપશમ સમ્યગ્દષ્ટિને ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના સમયથી આવલિકા પર્યંત મિશ્રમોહનીયનો પણ સંક્રમ ન હોવાથી મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય વિના શેષ છવ્વીસ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે, અથવા સત્તાવીસની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિને મિથ્યાત્વ પતગ્રહ હોવાથી તે વિના શેષ છવ્વીસનો સંક્રમ હોય છે અને છવ્વીસની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિને મિથ્યાત્વનો સંક્રમ થતો ન હોવાથી શેષ ચારિત્ર મોહનીયની પચીસ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે, એ જ પ્રમાણે અઠ્ઠાવીસની સત્તાવાળા સાસ્વાદન સમ્યગ્દષ્ટિને પણ પચીસનો સંક્રમ થાય છે અને અઠ્ઠાવીસ તથા સત્તાવીસની સત્તાવાળા મિશ્રર્દષ્ટિને દર્શનત્રિક વિના પચીસ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે.
ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ પહેલે ગુણઠાણે જાય ત્યારે પ્રથમ બંધાવલિકામાં અનંતાનુબંધીનો સંક્રમ ન હોવાથી અને મિથ્યાત્વ મોહનીયનો પણ સંક્રમ ન હોવાથી શેષ ત્રેવીસ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે અથવા ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વ મોહનીય વિના શેષ ત્રેવીસનો સંક્રમ થાય છે.