________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૩૮૭
ન હોવાથી પતધ્રહના અભાવે સંક્રમ થતો નથી. આ પતધ્રહ તથા સંક્રમસ્થાન સાઘાદિ ચાર પ્રકારે છે, કારણ કે અગિયારમા ગુણઠાણે બંનેનો અભાવ છે, ત્યાંથી પડી દશમે ગુણઠાણે આવે ત્યારે પુનઃ બન્ને શરૂ થાય માટે સાદિ, દશમા ગુણઠાણાથી આગળ નહીં ગયેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને આગળ ઉપર સંક્રમ અને પતંગ્રહ એમ બન્નેના અભાવનો સંભવ હોવાથી અધ્રુવ છે.
અંતરાય કર્મના વિષયમાં પણ આ જ પ્રમાણે છે.
દર્શનાવરણીય કર્મના નવ, છ અને ચાર પ્રકૃતિરૂપ ત્રણ બંધસ્થાનો હોવાથી પતઘ્રહ સ્થાનો ત્રણ છે, પરંતુ ઉપર મુજબનાં ત્રણ સત્તાસ્થાનો હોવા છતાં ચારની સત્તા બારમા ગુણસ્થાનકના ચરમ સમયે હોય છે. તે વખતે દર્શનાવરણીયની એકે પ્રકૃતિનો બંધ ન હોવાથી પતઘ્રહના અભાવે ચારનો સંક્રમ થતો નથી તેથી શેષ નવ અને છ પ્રકૃતિ રૂપ બે સંક્રમસ્થાનો છે. તેમાં નવનો સંક્રમ પહેલા-બીજા ગુણઠાણે નવના પતૐહમાં થાય છે, અને ત્રીજાથી આઠમા ગુણઠાણાના સંખ્યામાં ભાગ સુધી નવનો છમાં થાય છે, અને ત્યારબાદ ઉપશમ શ્રેણિમાં દશમા ગુણઠાણા સુધી નવનો ચારમાં થાય છે, પરંતુ ક્ષેપક શ્રેણિમાં નવમાં ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો સુધી નવનો ચારમાં અને તે પછી થીણદ્વિત્રિકની સત્તાનો વિચ્છેદ થવાથી દશમા ગુણસ્થાનક સુધી શેષ છ પ્રકૃતિઓનો ચારમાં સંક્રમ થાય છે. અગિયારમા–બારમા ગુણઠાણે યથાસંભવ દર્શનાવરણીયનાં ત્રણે સત્તાસ્થાનો હોવા છતાં સંક્રમ્સમાણ પ્રકૃતિના આધારભૂત પતવ રૂપ દર્શનાવરણીયની એકે પ્રકૃતિનો બંધ ન હોવાથી સંક્રમ થતો નથી.
ત્યાં ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકથી પડતાં નવનો સંક્રમ શરૂ થાય માટે સાદિ અને નવના સંક્રમના વિચ્છેદ સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અપ્રુવ હોવાથી ચાર પ્રકારે છે. - છનો સંક્રમ નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી દશમા ગુણઠાણા સુધી માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી સાદિ-અધ્રુવ છે.
ત્રીજા અથવા ચોથા ગુણસ્થાનકે દર્શનાવરણીયની છ પ્રકૃતિ બાંધતાં પ્રથમના બે ગુણસ્થાનકે આવી પુનઃ નવ પ્રકૃતિનો બંધ શરૂ કરે ત્યારે નવના પતઘ્રહની સાદિ અને થીણદ્વિત્રિકના બંધ વિચ્છેદને નહીં પામેલા જીવોને અનાદિ, ભેચ્યોને અધ્રુવ અને અભિવ્યોને ધ્રુવ હોવાથી નવનું પતટ્ઠહ ચાર પ્રકારે છે.
છે અને ચારનું પતગ્રહ ક્વચિત્ હોવાથી સાદિ અને અદ્ભવ એમ બે પ્રકારે છે. તેમાં છના પતઘ્રહનો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એકસો બત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ છે, અને ચારના પતäહનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ છે.
વેદનીય અને ગોત્રકર્મની વિવક્ષિત સમયે બેમાંથી એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી એક જ પતૐહ હોય છે અને આ બન્ને કર્મોનાં બે અને એક પ્રકૃતિરૂપ બે સત્તાસ્થાનો હોવા છતાં જેનો બંધ ન હોય તે પ્રકૃતિ તેની પ્રતિપક્ષ બંધાતી પ્રકૃતિમાં સંક્રમે છે, માટે સંક્રમ સ્થાન એક પ્રકૃતિ રૂપ એક જ હોય છે.