________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૩૮૫
સાતા-અસાતા વેદનીય તેમજ નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર પરાવર્તમાન હોવાથી જ્યારે જે બંધાયે ત્યારે તેમાં તેની પ્રતિપક્ષ એક પ્રકૃતિનો સંક્રમ થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે.
દેવગતિ વગેરે અધુવ સત્તાવાળી પ્રકૃતિઓની સત્તા જ કાયમી હોતી નથી તેથી જ્યારે સત્તામાં હોય ત્યારે સંક્રમ થાય અને સત્તામાં ન હોય ત્યારે સંક્રમ ન થાય માટે મિથ્યાત્વ વગેરે ૨૮ (અઠ્ઠાવીસ) પ્રકૃતિઓનો સંક્રમ સાદિ અને અદ્ભવ એમ બે પ્રકારે છે.
હવે કઈ પ્રકૃતિઓનો સંક્રમ ક્યાંથી કયા ગુણઠાણા સુધી હોય છે, તે બતાવે છે.
અસાતા વેદનીયનો બંધ છઠ્ઠા ગુણઠાણા સુધી હોવાથી સાતા વેદનીયનો સંક્રમ એકથી છ ગુણઠાણા સુધી થાય છે, પછી દશમા ગુણઠાણા સુધી માત્ર સાતાનો જ બંધ હોવાથી અસાતાનો જ સંક્રમ થાય છે, અર્થાત્ અસાતાનો સંક્રમ એકથી દસ ગુણઠાણા સુધી થાય છે.
મિથ્યાત્વાદિ પ્રથમના ત્રણ ગુણઠાણે મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી અને ક્ષીણમોહાદિ ગુણઠાણે સત્તાનો જ અભાવ હોવાથી ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધી જે જીવોને મિથ્યાત્વ સત્તામાં હોય તેઓને મિથ્યાત્વનો સંક્રમ થાય છે.
બીજા-ત્રીજા ગુણઠાણે દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી તે બે ગુણઠાણા વર્જી મિશ્રમોહનીયની સત્તાવાળા જીવોને પહેલે તેમજ ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધી કુલ નવ ગુણઠાણે મિશ્રમોહનીયનો સંક્રમ હોય છે.
- સમ્યક્ત મોહનીયનો સંક્રમ માત્ર પહેલે જ ગુણઠાણે હોવાથી તેની સત્તાવાળા જીવોને પહેલે ગુણઠાણે જ હોય છે.
અનંતાનુબંધી ચારનો પહેલા બે ગુણઠાણે નક્કી અને ત્રીજાથી સાતમા ગુણઠાણા સુધી જેઓને સત્તામાં હોય તેઓને અવશ્ય સંક્રમ થાય છે, પરંતુ બીજાઓને નહિ, અપૂર્વકરણાદિ ગુણઠાણે ઉપશમ અથવા ક્ષય થયેલ હોવાથી તેઓનો સર્વથા સંક્રમ થતો નથી.
આઠમાં ગુણઠાણાના સાતમા ભાગથી યશકીર્તિના સંક્રમના વિષયભૂત નામકર્મની 'પતઘ્રહ રૂપ અન્ય કોઈ પ્રકૃતિનો બંધ ન હોવાથી યશકીર્તિનો સંક્રમ આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી હોય છે.
નીચ ગોત્રનો બંધ પ્રથમના બે ગુણઠાણા સુધી હોવાથી ઉચ્ચ ગોત્રનો સંક્રમ પ્રથમના બે ગુણઠાણા સુધી થાય છે.
બીજે તથા ત્રીજે ગુણઠાણે જિનનામની સત્તાનો જ અભાવ હોવાથી પહેલે તથા ચોથાથી દસમા સુધીનાં કુલ આઠ ગુણસ્થાનકોમાં જિનનામની સત્તાવાળાઓને જિનનામનો સંક્રમ થાય છે.
અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય અને નવ નોકષાય એમ કુલ ચારિત્ર મોહનીયની એકવીસ પ્રકૃતિઓનો નવમા ગુણઠાણે જ્યાં સુધી પોતપોતાનો ક્ષય કે ઉપશમ ન થાય ત્યાં સુધી અને શેષ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો એકવીસ પ્રકૃતિઓનો એકથી દસ ગુણઠાણા સુધી સંક્રમ થાય છે. - જે ગુણસ્થાનકોમાં જે પ્રકૃતિઓનો સંક્રમ બતાવ્યો છે, તે ગુણસ્થાનકોમાં તે સર્વ પંચર-૪૯