________________
૩૮૪
પંચસંગ્રહ-૨ (૩) સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં ન હોય ત્યારે બંધ હોવા છતાં મિથ્યાત્વ અપગ્રહ હોય છે.
(૪) મિથ્યાત્વ ક્ષય થયે છતે મિશ્રમોહનીય અને મિશ્રમોહનીય ક્ષય થયે છતે સમ્યક્ત મોહનીય પણ અપતટ્ઠહ થાય છે.
(૧) જ્યારે સાતા અસાતામાં કે અસાતા સાતામાં સંક્રમે ત્યારે એકનો એકમાં સંક્રમ થતો. હોવાથી પ્રકૃતિસંક્રમ અને પ્રકૃતિપતટ્ઠહ કહેવાય છે.
(૨) જ્યારે મિથ્યાત્વ મોહનીય મિશ્ર અને સમ્યક્ત મોહનીયમાં સંક્રમે ત્યારે એકનો બેમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસંક્રમ અને પ્રકૃતિસ્થાન પટ્ઠહ કહેવાય છે.
(૩) જ્યારે આઠમા ગુણઠાણાના સાતમા ભાગથી દશમા ગુણઠાણા સુધી નામકર્મની દેવગતિ આદિ અનેક પ્રકૃતિઓ એક યશકીર્તિમાં સંક્રમે ત્યારે અનેકનો એકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિ સ્થાનસંક્રમ અને પ્રકૃતિ પતટ્ઠહ કહેવાય છે.
(૪) જયારે મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચ પ્રકૃતિઓ મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચમાં પરસ્પર સંક્રમે ત્યારે અનેકનો અનેકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસ્થાન સંક્રમ અને પ્રકૃતિસ્થાન પતગ્રહ કહેવાય છે. એમ સર્વત્ર સમજવું.
બે-ત્રણ વગેરે પ્રકૃતિઓના સમુદાયને પ્રકૃતિસ્થાન કહેવામાં આવે છે. હવે સાદ્યાદિ-ભંગ વિચાર પ્રસ્તુત છે.
ત્યાં મૂળકર્મનો પરસ્પર સંક્રમ થતો ન હોવાથી ઉત્તરપ્રકૃતિ આશ્રયી વિચારે છે.
મિથ્યાત્વ, સાતા, અસાતા વેદનીય અને નીચ ગોત્ર વિના બાકીની ૧૨૬ (એકસો છવ્વીસ) ધ્રુવસત્તા પ્રકૃતિઓનો સંક્રમ સાદ્યાદિ ચાર પ્રકારે અને મિથ્યાત્વ મોહનીય વગેરે ચાર ધ્રુવ સત્તાવાળી તથા ચારેય-આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તે સિવાય શેષ દેવગતિ વગેરે ૨૪ (ચોવીસ) અધ્રુવ સત્તાવાળી એમ કુલ ૨૮ અઠ્ઠાવીસ) પ્રકૃતિઓનો સંક્રમ સાદિ-અધુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે–
જ્યાં સુધી સંક્રમ્સમાણ પ્રકૃતિને સંક્રમના વિષયભૂત પતઘ્રહ પ્રકૃતિનો બંધ હોય ત્યાં સુધી સંક્રમ્સમાણ પ્રકૃતિનો સંક્રમ થાય છે, પરંતુ પતગ્રહ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ તેના વિષયભૂત પ્રકૃતિનો સંક્રમ થતો નથી. તેથી પતઘ્રહ પ્રકૃતિનો પુનઃ બંધ શરૂ થાય ત્યારે તેના વિષયભૂત પ્રકૃતિનો સંક્રમ શરૂ થાય માટે સાદિ, અને પતઘ્રહ પ્રકૃતિના બંધવિચ્છેદ સ્થાનને નહીં પામેલ જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને પતગ્રહ પ્રકૃતિના બંધવિચ્છેદનો અભાવ હોવાથી ધ્રુવ અને ભવ્યોને પતઘ્રહ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા બાદ તેના વિષયભૂત પ્રકૃતિના સંક્રમનો પણ અભાવ થાય છે માટે અધુવ.
| મિથ્યાત્વ મોહનીયનો સંક્રમ સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય છે. અને સમ્યગ્દષ્ટિપણું હિંમેશાં હોતું નથી માટે સમ્યક્ત પામે ત્યારે મિથ્યાત્વના સંક્રમની સાદિ અને મિથ્યાત્વનો ક્ષય થાય અગર જીવ પ્રથમના ત્રણ ગુણઠાણે જાય ત્યારે સંક્રમનો અભાવ થવાથી અધુવ.