________________
૩૬૦
પંચસંગ્રહ-૨ પ્રદેશ સંક્રમ કહેવાય છે. ૧૧૨-૧૧૩
अणुवसमित्ता मोहं सायस्स असायअंतिमे बंधे । पणतीसा य सुभाणं अपुव्वकरणालिगा अंते ॥११४॥
अनुपशमय्य मोहं सातस्य असातान्तिमे बंधे ।
पञ्चत्रिंशतश्च शुभानां अपूर्वकरणावलिकाऽन्ते ॥११४॥ અર્થ–મોહનીયને ઉપશમાવ્યા સિવાય અસાતાના અંતિમ બંધમાં સાતા સંક્રમે ત્યારે સાતાનો જઘન્યસંક્રમ થાય છે. શુભ પાંત્રીસ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ અપૂર્વકરણની પ્રથમાવલિકાના અંત સમયે થાય છે.
ટીકાનુ–મોહનીયકર્મનો ઉપશમ કર્યા સિવાય એટલે કે ઉપશમશ્રેણિ કર્યા વિના અસાત વેદનીયકર્મના બંધમાં જ (છઠ્ઠા ગુણસ્થાનકના અંતે થતો) છેલ્લો બંધ, તે છેલ્લા બંધનો જે છેલ્લો સમય-પ્રમત્ત ગુણસ્થાનકનો છેલ્લો સમય, તે છેલ્લા સમયમાં વર્તમાન ક્ષપકશ્રેણિ પર આરૂઢ થવામાં ઉદ્યમવંત આત્માને અસાતામાં સાતા સંક્રમાવતાં સાતાનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. સાતમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી એકલી સાતા જ બંધાતી હોવાથી સાતા પતગ્રહ થાય છે, એટલે તે સંક્રમતી નથી. પરંતુ અસાતા સાતામાં સંક્રમે છે. ઉપશમશ્રેણિનો નિષેધ કરવાનું કારણ ઉપશમશ્રેણિમાં અસાતા વેદનીયનાં ઘણાં પુદ્ગલો સાતામાં સંક્રમે છે, એટલે સાતા અધિક પ્રદેશવાળી થાય છે. તેમ થવાથી તેનો જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી, માટે ‘ઉપશમશ્રેણિ કર્યા સિવાય' એમ જણાવ્યું છે.
તથા પંચેન્દ્રિય જાતિ, સમચતુરગ્ન સંસ્થાન, તૈજસ સપ્તક, પ્રશસ્તવિહાયોગતિ, શુક્લ, લોહિત અને હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય, આમ્બ અને મધુરરસ, મૂદુ, લઘુ સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસાદિ દશક અને નિર્માણ એ પાંત્રીસ પ્રકૃતિઓનો ઉપશમશ્રેણિ કર્યા સિવાયની ક્ષપિતકર્માશ સંબંધી શેષ વિધિ વડે જઘન્ય પ્રદેશ પ્રમાણ કરીને ખપાવવા પ્રયત્નવંત ક્ષપિતકર્માશ આત્માને અપૂર્વકરણની પ્રથમ આવલિકાના અંત સમયે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. પ્રથમાવલિકા પૂર્ણ થયા પછી તો અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી અશુભ પ્રવૃતિઓના ગુણસંક્રમ વડે પ્રાપ્ત થયેલ અતિ ઘણાં દલિકની સંક્રમાવલિકા પૂર્ણ થવાને લીધે તે દલિકના સંક્રમનો પણ સંભવ હોવાથી જઘન્ય પ્રદેશ સંક્રમ ઘટી શકતો નથી, એટલે અપૂર્વકરણની પ્રથમાવલિકાનો ચરમ સમય ગ્રહણ કર્યો છે.
અહીં પણ ઉપશમશ્રેણિ કરવાનો નિષેધ કર્યો છે. કારણ કે ઉપશમશ્રેણિમાં ઉપરોક્ત પાંત્રીસ પ્રવૃતિઓ શુભ હોવાથી તેમાં અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિકો ગુણસંક્રમ વડે સંક્રમશે, તેથી તેનો જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકશે નહિ. તથા ઉપશમશ્રેણિ સિવાયની ક્ષપિતકર્માશ થવાને યોગ્ય અન્ય ક્રિયા વડે જઘન્ય પ્રદેશાગ્રસત્તામાં જઘન્ય પ્રદેશનો સંચય કરીને ક્ષપકશ્રેણિ પર
૧. સત્તામાંથી કાઢી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જઈ બાંધ્યા પછી કોઈ સ્થળે બાંધતો નથી અને ઓછી તો કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે, એટલે તેઉ-વાયુમાં ઉવેલતાં જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકે છે.