________________
સંક્રમણકરણ
૩૫૯
અર્થ–પહેલાં સત્તામાં જે વૈક્રિય એકાદશક છે તેની ઉત્કલના કરે, ત્યારબાદ બંધ યોગ્ય ભવમાં અલ્પ કાળ પર્યત બાંધીને જયેષ્ઠ સ્થિતિવાળા નરકમાં જાય, ત્યાંથી નીકળી તિર્યંચમાં જાય, ત્યાં બાંધ્યા વિના સ્થાવરમાં જાય, ત્યાં તેની ઉધલના કરતાં દ્વિચરમખંડનું ચરમ સમયે જે દળ પરમાં સંક્રમાવે તે વૈક્રિય એકાદશકનો જઘન્ય પ્રદેશ સંક્રમ કહેવાય છે. એ જ પ્રમાણે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં બંધાયેલ મનુજદ્ધિક અને ઉચ્ચ ગોત્રને ઉકેલતાં તેઉકાય-વાયુકામાં ગયેલ આત્માને તેનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ–જે વખતે વૈક્રિયાદિ અગિયાર પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમનો વિચાર કરે છે, તે પહેલાં કાળભેદે અનેક સમયનું બંધાયેલ દેવદ્રિક, નરકદ્રિક અને વૈક્રિયસપ્તનું જે દળ સત્તામાં પડ્યું છે, તેને એકેન્દ્રિયમાં જઈ ઉદ્ધલના સંક્રમની વિધિએ ઉવેલી નાખે. ઉવેલવાનું કારણ કાળભેદે અનેક સમયના બાંધેલાં ઘણાં દલિકો સત્તામાં હોવાને લીધે જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકે નહિ તે છે.
આ પ્રમાણે ઉવેલીને પંચેન્દ્રિયમાં જઈ અલ્પ કાળ પર્યત બાંધે. બાંધીને તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સાતમી નરકપૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થાય. ત્યાં તેટલો કાળ યથાયોગ્ય રીતે વૈક્રિય એકાદશક અનુભવી ત્યાંથી નીકળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. ત્યાં તે વૈક્રિય એકાદશકને બાંધ્યા વિના જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય.
તે એકેન્દ્રિયના ભવમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થતી ઉઠ્ઠલના વડે તે વૈક્રિય એકાદશકને ઉવેલતાં દ્વિચરમખંડનું ચરમ સમયે જે દલિક પર પ્રકૃતિમાં સંક્રમાવે તે તેનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે.
એ જ પ્રમાણે કાળભેદે અનેક સમયનું બંધાયેલ ઉચ્ચ ગોત્ર અને મનુષ્યદ્વિકનું જે દળ સત્તામાં હોય તેને તેલ-વાયુ ભવમાં ઉવેલી નાખે. ત્યારબાદ ફરી મનુજદ્રિકાદિના બંધયોગ્ય સૂક્ષ્મ એકેન્દ્રિયના ભવમાં જઈ અંતર્મુહૂર્ત પર્યત બાંધે. ત્યાંથી નીકળી પંચેન્દ્રિય ભવમાં જઈ સાતમી નરકમાં જવા યોગ્ય કર્મ બાંધી સાતમી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુવાળો નારકી થાય. ત્યાંથી નીકળી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. - આટલા કાળ પર્યત તે ત્રણે પ્રકૃતિ બાંધે નહિ, અને પ્રદેશસંક્રમ વડે અનુભવી ઓછી કરે. (અહીં જો કે જે ભવમાં નરક યોગ્ય આયુ બાંધે છે, અને જે ભવમાં નારકીમાંથી નીકળી જાય છે તે બંને ભવ ઉપરોક્ત ત્રણે પ્રકૃતિને બંધ યોગ્ય છે, પરંતુ અહીં જઘન્ય પ્રદેશસંક્રમનો અધિકાર હોવાથી એવો જીવ પસંદ કરવાનો છે કે બંધયોગ્ય ભવમાં પણ ન બાંધે. એટલે બાંધે નહિ અને પ્રદેશ સંક્રમ વડે અનુભવી ઓછી કરે તેમ કહ્યું છે.)
ત્યારબાદ તે પંચેન્દ્રિયના ભવમાંથી નીકળી તેલ કે વાયુમાં ઉત્પન્ન થાય. ત્યાં તે મનુભદ્રિક અને ઉચ્ચ ગોત્રને ચિરોઢલના-પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થતી ઉ&લના વડે ઉવેલતાં દ્વિચરમખંડનું ચરમ સમયે જે દલિક પરમાં સંક્રમાવે છે તે તેનો જઘન્ય
૧. અનુત્તર વિમાનનું પણ તેત્રીસ સાગરોપમ આયુ છે પણ ત્યાં જઈ પછી એકેન્દ્રિય ભવોમાં જતો નથી માટે સાતમી નારકીમાં જાય તેમ કહ્યું છે.