________________
સંક્રમણકરણ
૩૫૭
ગુણાકારે સંક્રમાવે છે, એટલે ચરમ સમયે તેનો જઘન્ય પ્રદેશ સંક્રમ ઘટી શકતો નથી, માટે અહીં ઢિચરમખંડ લીધો છે. ૧૦૯
संजोयणाण चउरुवसमित्तु संजोयइत्तु अप्पद्धं । छावट्ठिदुगं पालिय अहापवत्तस्स अंतम्मि ॥१०॥
संयोजनाः चतुरुपशमय्य संयोजयित्वाऽल्पाद्धाम् ।
षषष्टी द्वे पालयित्वा यथाप्रवृत्तस्यान्ते ॥११०॥ અર્થ ચાર વાર મોહનીય ઉપશમાવીને, ત્યારબાદ મિથ્યાત્વે જઈ અલ્પકાળ પર્યત સંયોજના-અનંતાનુબંધી બાંધી સમ્યક્ત પ્રાપ્ત કરે, તેને બે છાસઠ સાગરોપમ પાળી છેવટે અનંતાનુબંધિની વિસંયોજના કરતાં પોતાના યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે તેનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ-ચાર વાર મોહનીય કર્મનો સર્વોપશમ કરે. અહીં ચાર વાર મોહનીયનો સર્વોપશમ શા માટે કહ્યો? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે ઘણાં પુદ્ગલોનો ક્ષય થાય માટે. તે આ પ્રમાણે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓને ઉપશમાવતો આત્મા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને ગુણસંક્રમ વડે ઘણાં યુગલોને સત્તામાંથી નાશ કરે છે, માટે ચાર વાર મોહનીયનો સર્વોપશમ કહ્યો છે.
એ પ્રમાણે ચાર વાર સર્વોપશમ કરીને મિથ્યાત્વે જાય. ત્યાં અલ્પકાળ પર્વત અનંતાનુબંધી બાંધે. અહીં જ્યારે અનંતાનુબંધી બાંધે છે ત્યારે ચારિત્રમોહનીયનું દળ સત્તામાં અલ્પા જ હોય છે, કારણ કે ચાર વાર મોહના સર્વોપશમના કાળમાં સ્થિતિઘાતાદિ વડે ક્ષય કર્યું છે. માટે અનંતાનુબંધિ બાંધતા તેની અંદર યથાપ્રવૃત્ત સંક્રમ વડે અત્યંત અલ્પ ચારિત્રમોહનું દલિક સંક્રમાવે છે.
અંતર્મુહૂર્ત વીત્યા બાદ ફરી સમ્યક્ત પ્રાપ્ત કરે. તેને બે છાસઠ સાગરોપમ પર્વત પાળીને અનંતાનુબંધિ કષાયની ક્ષપણા કરવા પ્રયત્નવંત આત્માને પોતાના યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતાં તેનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. અપૂર્વકરણે ગુણસંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી. અનંતાનુબંધિની વિસંયોજન કરવા ત્રણ કરણ કરે છે, તેમાંનું પહેલું યથાપ્રવૃત્તકરણ અહીં લેવાનું છે. ૧૧૦
हस्सं कालं बंधिय विरओ आहारमविरई गंतुं । चिरओव्वलणे थोवो तित्थं बंधालिगा परओ ॥१११॥ हुस्वं कालं बद्ध्वा विरतिः आहारमविरतिं गत्वा ।
चिरोद्वलनेन स्तोकः तीर्थं बंधावलिकायाः परतः ॥१११॥ અર્થ—અલ્પકાળ પર્યત અપ્રમત્ત છતાં આહારકદ્રિક બાંધીને અવિરતપણામાં જઈને ચિરોઢલના વડે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે ઉકેલતાં તેનો જઘન્ય પ્રદેશસંક્રમ